HomeGujaratNational Sports Day/મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ની ઉજવણી/India News...

National Sports Day/મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ની ઉજવણી/India News Gujarat

Date:

માંડવી તાલુકાના દેવગઢ ખાતે નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ નિમિત્તે ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ની ઉજવણી


રાષ્ટ્રીય ખેલ દિવસ અંતર્ગત કાર્યક્રમમાં ઉપસ્થિત ૨૦૦થી વધુ યુવાઓએ રમત ગમત કાર્યક્રમ માં ભાગ લીધો


કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત નેહરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા માંડવી તાલુકાના દેવગઢ ખાતે ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં ‘રાષ્ટ્રીય ખેલ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી. જેમાં ૨૦૦થી વધુ યુવાઓને મેજર ધ્યાનચંદજીની સિદ્ધિઓ અને વિવિધ રમતો સંબંધિત જાણકારી અપાઈ હતી.
જિલ્લા યુવા અધિકારી સચિન શર્માના માર્ગદર્શન હેઠળ યુવાઓને કબડ્ડી, વોલિબોલ, રસ્સાખેંચ, દોરડાકુદ જેવી રમતો રમાડી વિજેતા ટીમને ટ્રોફી તેમજ વિવિધ ઈનામ દ્વારા સન્માનિત કરાયા હતા. સાથે જ રમતોના માધ્યમથી યુવાઓને માનસિક અને શારીરિક સર્વાંગી વિકાસ માટે ખેલકૂદ અને વ્યાયામનું મહત્વ સમજાવી તેને દૈનિક જીવનનો ભાગ બનાવવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે ગામના સરપંચ, શાળાના પ્રિન્સીપાલ જ્હોન ક્રિશ્ચયન, યુવા મંડળના પ્રમુખ ધર્મેશ ચૌધરી, નેહરૂ યુવા કેન્દ્ર-સુરતના સ્વયંસેવક નિખિલ ભુવા ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories