HomeGujaratNational Road Safety Month: સુરતના ટ્રાફિકને કંટ્રોલ કરવો સૌથી મોટો પડકાર, રોડ...

National Road Safety Month: સુરતના ટ્રાફિકને કંટ્રોલ કરવો સૌથી મોટો પડકાર, રોડ સેફટી વીકની ઉજવણીની શરૂઆત કરાય – INDIA NEWS GUJARAT

Date:

National Road Safety Month: સુરત શહેર પોલીસ દ્વારા દર વર્ષે રોડ સેફ્ટી વીકની ઉજવણી કરવામાં આવે છે. પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આ સપ્તાહના ઉજવણીની શરૂઆત કરવામાં આવી હતી. આ પ્રસંગે વર્ષ દરમિયાન ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીને બિરદાવવામાં આવે છે અને પ્રોત્સાહન આપવામાં આવ્યા હતા.. સાથે જ લોકોને ટ્રાફિકના નિયમોને અનુસરવા માટે સમજાવવામાં આવ્યા હતા.

સુરત પોલીસનું ટ્રાફિક અંગે જાગૃતિ કાર્યક્રમ

સુરત શહેર મેટ્રો શહેર બનવા જઇ રહ્યું છે ત્યારે સુરતમાં ટ્રાફિક એક મોટી સમસ્યા છે. સુરતમાં ટ્રાફિકના નિયમો અનુસરવા માટે પોલીસ દ્વારા વિવિધ ડ્રાઇવ ચલાવવામાં આવે છે. આને અનુલક્ષીને સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા રોડ સેફ્ટી વીકની ઉજવણી કરવામાં આવે છે. સુરતમાં રોડ સેફ્ટી વીકની શરૂઆત કરાવતાં પોલીસ કમિશનર અજય કુમાર તોમરે ટ્રાફિક પોલીસની કામગીરીને બિરદાવી હતી અને સાથે જ લોકોને ટ્રાફિકના નિયમોનું અનુસરણ કરવા માટે માર્ગદર્શન અને અપીલ કરી હતી.

સુરતમાં અવાર નવાર થતાં ગંભીર અકસ્માતો માં લોકોના જીવ જતાં હોવાના કિસ્સા બનતા રહે છે ત્યારે પોલીસ રોડ સેફટી માટે જરૂરી એવા ટ્રાફિક પોઈન્ટ પર સિગ્નલ સહિત CCTV સહિતની સુવિધાથી સજ્જ બનીને ટ્રાફિક નિયમન કરવાનો પ્રયાસ કરતાં હોય છે છતાં ઠેકઠેકાણે ટ્રાફિક જામ સહિતની ગંભીર સમસ્યા રોજેરોજ ઊભી થાય છે અને સાથે ગંભીર અકસ્માતો પણ બનતા રહે છે. જે હાલ મેટ્રો સિટી બની રહેલા સુરત માટે ખૂબ ગંભીર બાબત કહી શકે છે. સુરતમાં મેટ્રો ટ્રેનની કામગીર હાલ ચાલી રહી છે અને સાથેજ મોટા મોટા બ્રિજના પ્રોજેકટો પણ સાકર થઈ રહ્યા છે પરંતુ એની સાથે સાથે સુરતમાં વધતાં ટ્રાફિક ના દાબાણને કારણે ઊભી થતી સમસ્યા હાલ કરવી સુરત પોલીસ માટે પણ માથાનો દુખાવો સાબિત થઈ રહી છે.

National Road Safety Month: પોલીસને અસરકારક કામગીરી કારવાની જરૂરત

સુરત ટ્રાફિક પોલીસ લોકોમાં ટ્રાફિક સેન્સ વધે એવા હેતુથી ઘણા બધા કાર્યક્રમો કારવમાં આવે છે પરંતુ આ અવેરનેસ પ્રોગ્રામ પછી પણ લોકો સુધરવાનું નામ નથી લેતા જેને પગલે શહેરમાં અનેક ફલાય ઓવર સહિત ટ્રાફિક સિગ્ન સહિતની સુવિધા પછી પણ ટ્રાફિક જયાં ની સમસ્યા સર્જાર છે જેને લઈને લોકોના કલાકોનો સમય વેડફાઇ જાય છે ને ઘણી વખત ઇમરજન્સી સેવા રૂપી એમ્બ્યુલન ને પણ આવા ટ્રાફિક જામનો ભોગ બનવું પડે છે ત્યારે સુરત પોલીસની ટ્રાફિક કામગીરી વધુ અસરકારક બને એવું હાલના તબક્કે જરૂરી બન્યું છે.

તમે આ પન વાચી શકો છો :

Liquor License Fraud : દારૂ પીવાના લાયસન્સના નામે 6.28 કરોડ ખંખેરી લેવાયા

તમે આ પન વાચી શકો છો :

One Nation, One Election: કયા ફેરફારોની જરૂર પડશે

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories