National Girl Child Day: પાલિકાની સામાન્ય સભાખંડમા એક દીકરી બની મેયર
જિલ્લા પંચાયતમાં પણ પ્રમુખ બની સંવાદ કર્યો
સુરત સહિત સમગ્ર ભારતમાં મહિલા અને બાળ વિકાસ વિભાગની ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ યોજના અંતર્ગત દીકરીઓના જન્મને પ્રોત્સાહન મળે રહે તે માટે રાષ્ટ્રીય દીકરી દિવસની ઉજવણી કરવામાં આવી છે. આજ સંદર્ભે સુરત પાલિકાની સામાન્ય સભાનું આયોજન કરવામા આવ્યું હતું. તેનું સંચાલન પણ બાળકીઓ દ્વારા જ કરવામા આવ્યું હતું. આ એક કલાકના કાર્યક્રમમાં સભા સંચાલન સાથે સાથે દીકરી જન્મ અને શિક્ષણ-અધિકાર માટે શાળાઓની બાળકીઓએ સંવાદ પણ કર્યો હતો.
બાલિકાઓએ મેયરની ભૂમિકા ભજવી
આજે રાષ્ટ્રીય દીકરી દિવસે સુરત મહાનગરપાલિકાના સભાખંડમાં દીકરીની પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત પાલિકાની સામાન્ય સભા થાય છે. તે સરદાર પટેલ સભાખંડમાં પાલિકા સંચાલિત શાળા અને ખાનગી શાળાઓની વિદ્યાર્થીનીઓ માટે બાલિકા પંચાયતનો કાર્યકર્મ આયોજન કરવામાં આવ્યો હતો. સુરત પાલિકા સંચાલિત શાળા અને શહેરની કેટલીક શાળાઓની વિદ્યાર્થીઓને આ સભાખંડમાં પ્રતિનિધિ તરીકે હાજર રાખવામાં આવ્યા હતા. આ એક કલાકના કાર્યક્રમમાં સુરતની દીકરી મેયર બની હતી હતી અને ત્યાં હાજર સૌકોઈની સાથે સંવાદ કરતાં બાળકી અને મહિલાઓને મળતા અધિકાર વિષે વાત કરી સૌને સ્તબ્ધ કરી દીધા હતા.
National Girl Child Day: મહિલાઓના કાયદા અંગે માહિતગાર કર્યા
સુરત ઘણી બધી બાબતમાં નંબર વન બનવાની હોડમાં રહે છે. ત્યારે દીકરા સામે દિકરીઓના જન્મદર બાબતે સુરત દેશભરમાં સૌથી પાછળ છે. અને સુરતમાં દીકરીનો જન્મ દીકરાના જન્મદર કરતાં સૌથી ઓછો છે ત્યારે ભારતના મહિલા અને બાલ વિકાસ વિભાગ દ્વારા બેટી બચાવો બેટી પઢાવોના સંકલ્પ અહિયાં બાકી બધી બાબતો કરતાં ખૂબ નીચો છે ત્યારે દિકરીઓને સમાન તક મળે અને દીકરી પોતાનું પ્રભુત્વ બતાવી શકે એમાટે સ્થાનિક લેવલે હજી વધુ પ્રયાસો કરવામાં આવે એવી જરૂરિયાત હાલના સમયમાં દેખાઈ રહી છે. અને માત્ર રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરીને સંતોષ માનવાની જગ્યાએ નક્કર કામગીર કરીને આવનારા સમયમાં દિકરીઓનો જન્મદર વધારવાની કોસિસ કરવામાં આવે એવો સમય હવે આવી ગયો હોય એવું લાગી રહ્યું છે.
તમે આ પણ વાંચી શકો છો:
Vadodara Boat Incident Update: બાળકોના મોત માટે કોણ જવાબદાર? – India News Gujarat
તમે આ પણ વાંચી શકો છો:
PM MODIએ રામ મંદિરની ટપાલ ટિકિટ બહાર પાડી, જેમાં 20થી વધુ દેશોની ટિકિટ સામેલ-INDIA NEWS GUJARAT