HomeGujaratNational anthem at the wedding હીરપરા પરિવારે દેશભક્તિની થીમ સાથે દીકરીના લગ્ન...

National anthem at the wedding હીરપરા પરિવારે દેશભક્તિની થીમ સાથે દીકરીના લગ્ન કર્યા- India News Gujarat

Date:

National anthem at the wedding હીરપરા પરિવારે દેશભક્તિની થીમ સાથે દીકરીના લગ્ન કર્યા  – India News Gujarat

લગ્નપ્રસંગે પણ National anthem રાષ્ટ્રગીતનું ગાન અને રાષ્ટ્રીય ચેતના પ્રગટાવવાની પરંપરા સુરતમાં શરુ થઈ છે.સુરતમાં રહેતા હિરપરા પરિવારે દિકરી સ્વાતિના લગ્ન National anthem ની થીમ સાથે કર્યા હતા. લગ્નવિધિ ચાલુ કરતા પહેલા National anthem નું ગાન થયુ. સૈનિકોના પરિવારો માટે રૂ. 1 લાખ 11 હજાર 111/- નો ચેક જયજવાન નાગરિક સમિતિ સુરતને અર્પણ કર્યો હતો.                    સૌરાષ્ટ્રમાં દરેડ ના વતની અને હાલ સુરતમાં રહેતા મુકેશભાઈ હિરપરાની દિકરી ચિ. સ્વાતિના શુભલગ્ન ચિ. મૌલિક ડોબરિયા સાથે યોજાયા હતા. શ્રીમતી કૈલાશબેન તથા અશોકભાઈ ડોબરિયા પરિવાર ચિ. મૌલિકની જાનલઈને લઈને મંડપે આવ્યા એટલે સર્વપ્રથમ National anthemનું ગાન કર્યું હતુ, ઉપસ્થિત સર્વે મહેમાનોએ પુરી શિસ્ત સાથે National anthemને માન આપ્યું હતું. દેશભક્તિની થીમ સાથે National anthemના ગાન સાથે  લગ્નોત્સવનું આયોજન થયું હતું. દિકરી સ્વાતિના દાદા-દાદી લાભૂબેન અને પરશોત્તમભાઈ હિરપરાની ઉપસ્થિતિમાં ગીતાબેન તથા મુકેશભાઈ અને કાકા-કાકી સંગીતાબેન અને ભરતભાઈ એ સૈનિકો માટે રૂ. 1 લાખ 11 હજાર 111/-નો ચેક જયજવાન નાગરિક સમિતિ સુરતને કાનજીભાઈ ભાલાળા અને લાલજીભાઈ સોજીત્રાને અર્પણ કર્યા હતા. એટલુ જ નહિ દાદા પરશોત્તમભાઈ હિરપરાની લાગણીથી દિકરી સ્વાતિને રૂ. ૫ લાખની બેંક ફિક્ષ ડીપોઝીટ અર્પણ કરી હતી. દીકરીને સન્માન ભેર જીવન અને મુશ્કેલીમાં કામ લાગે તેવા હેતુથી હિરપરા પરિવારે બંને દીકરીઓને રૂ. ૫-૫ લાખની બચત સ્વરૂપે એફ ડી અર્પણ કરી હતી. ટેક્ષ્ટાઈલ્સ ઉદ્યોગ સાથે સંકળાયેલ હિરપરા પરિવારે દીકરીના લગ્નમાં રાષ્ટ્રભક્તિને પણ ઉજાગર કરી છે.  National anthemના ગુંજ સાથે યોજાયેલ લગ્ન પ્રસંગ યાદગાર બની રહ્યો હતો.- India News Gujarat

National anthemના થીમ સાથે યોજાયેલા લગ્ન સમારોહમાં આ મહાનુભાવો હાજર રહ્યા – India News Gujarat

  • હીરપરા પરિવાર દ્વારા પુત્રીના લગ્ન National anthemના ગાન સાથે યોજ્યા હતા જેમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજના પ્રમુખ કાનજી ભાલાળા સહિત પટેલ સમાજના આ અગ્રણીઓ હાજર રહ્યા હતા.

દિલીપભાઈ બુહા,

 વિઠ્ઠલભાઈ ખુંટ,

શિવલાલભાઈ પોકિયા,

ભનુભાઈ દેવાણી,

બીપીનભાઈ સોજીત્રા અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અને માત્ર સુરતમાં શરૂથયેલી આ પરંપરાથી રાષ્ટ્રીયચેતના પ્રગટાવવાનું કાર્ય થાય છે. તે માટે આ પ્રવૃતિને બિરદાવી હતી. – India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Textile Industry:GSTનો મુદ્દો આ મહિને યોજાનારી બેઠકમાં ફરી ચર્ચાશે

આપ આ પણ વાંચી શકો છોઃ-BJP’s orange hat-ભાજપાની કેસરી ટોપી

SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories