Navsari શહેર કોંગ્રેસ પ્રમુખે ટાઉન પોલીસને આપ્યુ આવેદન પત્ર-India News Gujarat
Navsariના એક વ્યક્તિએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી વિરૂધ્ધ વોટસએપ ગ્રુપમાં બિભત્સ ટીપ્પણી કરતો મેસેજ મુક્યો હતો. જેને લઇને વિવાદ ઉભો થયો છે. તેમજ Navsari શહેર કોંગ્રેસના પ્રમુખ સહિતના કાર્યકરો દ્વારા આ યુવાન વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી માંગણી સાથે Navsari નવસારી ટાઉન પોલીસ મથકમાં આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. Navsari શહેર કોંગ્રેસના કાર્યકરોમાં પણ આ વિવાદને લઇને રોષ જોવા મળી રહ્યો છે તેમજ યુવાનને ગ્રુપમાં આ પ્રકારનું કૃત્ય કોના કહેવાથી કરવામાં આવ્યુ છે એવી પુછપરછ પણ શરૂ કરવામાં આવી છે. India News Gujarat
મુકેશ શર્માએ Navsariના જીઓ ફ્રેન્ડસ ગ્રુપમાં કર્યુ કારસ્તાન-India News Gujarat
Navsari જીઓ ફ્રેન્ડ ગ્રુપમાં સોનિયા ગાંધી વિરૂધ્ધ અભદ્ર ભાષામાં ટીપ્પણી કરવાનો જે મામલો સામે આવ્યો છે તેમાં આ મેસેજ મુકેશ શર્મા નામના વ્યક્તિએ મુક્યો હોવાનું Navsari શહેર કોંગ્રેસના પ્રમુખ નિરવ નાયકે જણાવ્યું છે. નિરવ નાયક સહિતના કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓ દ્વારા એવી માંગણી પણ કરવામાં આવી છે કે, આ મામલે માનહાનીનો કેસ દાખલ કરવામાં આવે તેમજ મુકેશ શર્મા વિરૂધ્ધ ગુનો પણ દાખલ કરવામાં આવે. પોલીસ દ્વારા કોંગ્રેસી અગ્રણીઓને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એવી ખાતરી આપવામાં આવતા હાલ પુરતો આ વિવાદ શાંત થયો છે. પરંતુ આગમી દિવસોમાં જો પોલીસ કોઇ કાર્યવાહી નહીં કરે તો વિવાદ વધારે વકરશે એવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે.-India News Gujarat
વોટસએપ ગ્રુપમાં વિવાદો સામે આવતા રહે છે-India News Gujarat
રાજકીય પાર્ટીઓના વોટસએપ ગ્રુપમાં જ્યારે અન્ય પક્ષમાં માનનારા વ્યક્તિઓને જોડવામાં આવે છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ બનતી હોવાનું નિષ્ણાંતોનું કહેવુ છે. ઘણી વખત આવા પ્રકારના ગ્રુપમાં બિભત્સ ફોટા કે બિભત્સ વિડીયો ક્લીપ પણ મુકવામાં આવ્યાની ઘટનાઓ સામે આવી ચુકી છે. ત્યારે સોનિયા ગાંધી વિશે એલ ફેલ લખનારા સામે Navsari પોલીસ શું પગલા ભરશે એ હવે જોવાનું રહે છે.-India News Gujarat