Narmada River Flood Matter : રિપોર્ટ રજૂ કરાયો હોવાનો આમ આદમી પાર્ટીનો આક્ષેપ પીએમના જન્મદિવસના વધામણા લેવા કૃત્ય કરાયું. હોવાનો આક્ષેપ મામલો નામદાર હાઇકોર્ટ સુધી પહોંચશે- ગોપાલ ઇટાલીયા.
ગોપાલ ઇટાલીયા એ ભરૂચમાં પત્રકાર પરિષદ સંબોધી
સપ્ટેમ્બર માસમાં નર્મદા નદીમાં આવેલું પૂર કુદરતી પૂર નહીં પરંતુ માનવસર્જિત. અને ભાજપ સર્જીત પૂર હોવાનો ચોંકાવનારો વિસ્ફોટ આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. જેમાં ભારત સરકારની જ એજન્સીની તપાસમાં નર્મદા નદીના પૂરને માનવસર્જિત પુર હોવાનો. દાવો કરી રિપોર્ટ રજૂ કર્યો હોવાનો આક્ષેપ કરી આમ આદમી પાર્ટીના પ્રમુખ. ગોપાલ ઇટાલીયા એ ભરૂચમાં પત્રકાર પરિષદ સંબોધી હતી.
નર્મદા કંટ્રોલ ઓથોરિટી ભારત સરકારની એક એજન્સી છે
ભરૂચમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયા એ પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેઓએ આક્ષેપ કર્યા હતા કે સપ્ટેમ્બર માસમાં નર્મદા નદીમાં આવેલું પૂર કુદરતી આપત્તિ નહીં. પરંતુ માનવસર્જિત ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો છે. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે સરકારની જ નર્મદા કંટ્રોલ ઓથોરિટી ભારત સરકારની એક એજન્સી છે. અને એ એજન્સીના જ એન્જિનિયરો અને અધિકારીઓ કર્મચારીઓએ નર્મદા નદીમાં પૂર બાબતે તકેદારી રાખવાની હોય છે. ને તેમણે આ બાબતે નર્મદા નદીમાં આવેલા પૂર અંગે નિરીક્ષણ કર્યું છે. જેમાં 12 કલાક પહેલા નર્મદા નદીમાં સરદાર સરોવરના ડેમના દરવાજા ખોલી પાણી છોડ્યું હોત. તો ભરૂચ અંકલેશ્વરમા પુરની સ્થિતિનું નિર્માણ ન થયું હોત. સાથે નર્મદા નદીમાં કેટલા પ્રમાણમાં પાણી આવવાનું છે. તે અંગેની મશીનરીનો પણ ઉપયોગ ન કરાયો હોય.તેવો આરોપ લગાવ્યો છે. સાથે ભાજપના જ લોકોએ 17 મી સપ્ટેમ્બરે પ્રધાનમંત્રીના જન્મદિવસના વધામણા લેવા માટે.
Narmada River Flood Matter :સુરત ખાતે આવેલા પૂરમાં પણ આવીજ બેદરકારી દાખવી
જેમાં ઢોરઢાંખર ખેડૂતોની જમીન તથા લાખો હજારો ખેડૂતોને મોટું નુકસાન થયું હોય. જેના પગલે નર્મદા નદીમાં આવેલું પૂર માનવસર્જિત પુર હોવાનું ભારત સરકારના જ રિપોર્ટમાં સામે આવતા. આગામી દિવસોમાં નામદાર ગુજરાત હાઇકોર્ટમાં જવાબદાર અધિકારીઓ. અને નેતાઓ સામે કાર્યવાહી થનાર હોવાના આક્ષેપ પણ પત્રકાર પરિષદમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2006 ની સાલમાં સુરત ખાતે આવેલા પૂરમાં પણ આવીજ બેદરકારી દાખવી. અને તે વખતના મંત્રીની જીદને કારણે આખે આખું સુરત ડૂબ્યું હતું. અને અહીના લોકોની જાન અને માલને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. જેને લઈને પણ ખૂબ હોબાળો થયો હતો પરંતુ એ મામલામાં પણ હજી સુધી. આટલા વર્ષ વીતી ગયા પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. મોટા પ્રમાણમાં નર્મદા ડેમમાં પાણીનો સંગ્રહ કર્યો હોય. અને એક સાથે પાણીનો પ્રવાહ છોડવામાં આવતા ભરૂચ અંકલેશ્વરના કાંઠા વિસ્તારો માંથી પૂર્ણ સ્થિતિનું નિર્માણ થયું હતું.
તમે આ પણ વાંચી સકો છો :
Lok Sabha Election 2024: CM બેનર્જીના નિર્ણયથી ઇન્ડી ગઠબંધન નારાજ, જયરામ રમેશે કહ્યું આ
તમે આ પણ વાંચી સકો છો :
PM MODIએ SPના કિલ્લા પરથી ગર્જના કરી, આઝમગઢને વિકાસનો ‘ગઢ’ ગણાવ્યો