HomeGujaratNarmada Maha Aarti: નર્મદા ઘાટ પર મેરે ઘર રામ આયે હૈ ની...

Narmada Maha Aarti: નર્મદા ઘાટ પર મેરે ઘર રામ આયે હૈ ની થઇ ભવ્ય પ્રસ્તુતિ, એકતા નગર ખાતે રામોત્સવ – INDIA NEWS GUJARAT

Date:

Narmada Maha Aarti: ભગવાન રામલલ્લાની જન્મભુમી અયોધ્યા ખાતે ભવ્ય મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીજીની ઉપસ્થિતીમાં કરવામાં આવી. સમગ્ર દેશમાં ઉમંગ અને ઉત્સાહથી રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. એકતાનગર પણ રામભક્તિમાં લીન થયુ હતુ. દેશભરની સાથે એકતા નગરમાં પણ રંગેચંગે રામોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.

શૂલપાણેશ્વર મહાદેવ,એકતા નગર ખાતે મનાવાયો “રામોત્સવ”

એકતા નગરના ગોરા ખાતે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સત્તામંડળ અને શૂલપાણેશ્વર મહાદેવ ટ્રસ્ટ દ્વારા સંયુકત ઉપક્રમે નર્મદા નદીના ઘાટ પર વિશેષ નર્મદા મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સ્ટેચ્યુ ઓફ યુનિટી વહીવટી તંત્રની દેખરેખ હેઠળ નર્મદા નદીના કાંઠે બનાવવામાં આવેલ વિશેષ આરતી સ્થળ પર દરરોજ સાંજે મા નર્મદાની ભવ્ય મહાઆરતી કરવામાં આવે છે, રામોત્સવની ઉજવણી પ્રસંગને યાદગાર બનાવવા માટે નર્મદા ઘાટને રંગ-બેરંગી લાઇટ્સથી સજાવવામાં આવ્યો હતો.

Narmada Maha Aarti: નર્મદા ઘાટ અદભુત રોશનીથી દિપાવ્યો

સાંજે આરતીનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં રામલલ્લાના ભજનો પ્રસ્તુત કરાયા હતા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર દેશના વિવિધ ગાયકો દ્વારા ગાવામાં આવેલ ભજનો શેર કર્યા હતા જે ભજનોમાંથી કેટલાક ચુનંદા ભજનો મહાઆરતીમાં રજુ કરવામાં આવ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક તેમજ પ્રવાસી શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા.

રામોત્સવમાં ખાસ નાંદોદ વિસ્તારના ધારાસભ્યશ્રી ડૉ.દર્શનાબેન દેશમુખ, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના મુખ્ય કારોબારી અધિકારી ઉદિત અગ્રવાલ, નાયવ વન સંરક્ષક અગ્નીશ્વર વ્યાસ, અધિક કલેકટર ગોપાલ બામણીયા અને નારાયણ માધુ, નાયબ કલેકટર શિવમ બારીયા, દર્શક વિઠલાણી અને અભિષેક સિન્હા ઉપસ્થિત રહ્યા હતા.

તમે આ પણ વાચી શકો છો :

Plane Crash:  કેનેડામાં કંપનીના કામદારોને લઈ જતું પ્લેન ક્રેશ, 6ના મોત 

તમે આ પણ વાચી શકો છો :

Rahul Gandhi in Assam:  ’25 કેસ દાખલ થયા છે, 25 વધુ દાખલ કરો’, રાહુલ ગાંધીએ સીએમ હિમંતા બિસ્વા પર આકરા પ્રહારો કર્યા 

SHARE

Related stories

Latest stories