Nail Bite Leads To Rabies : નખ વાગ્યા બાદ બાળકને હડકવાથી થયાની આશંકા. હડકવામાં ડિંડોલીના 4 વર્ષના બાળકનું મોત.
હડકવાના કારણે બાળકનું મોત થયું હોવાની આશંકા
સુરતમાં માસૂમ બાળકોના મોત ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે 4 વર્ષના બાળકનું મોત થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. હડકવાના કારણે બાળકનું મોત થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દોઢ મહિના અગાઉ બાળકે પોતાના હાથથી શ્વાનના બચ્ચાને બિસ્કીટ ખવડાવ્યા હતાં. આ દરમિયાન તેના હાથમાં તેના નખ વાગી ગયા હતાં.
તે પાણીથી ડરી રહ્યો હતો
સુરતમાં 4 વર્ષના બાળકનું રહસ્યમયી મોત નીપજ્યું હતું. બાળકને હડકવા જેવા લક્ષણો દેખાતા સારવાર માટે સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, બાળકનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. વહાલસોયા દીકરાના મોતને લઈને માતાના હૈયાફાટ રુદનથી સિવિલ હોસ્પિટલમાં ગમગીની છવાઈ ગયી હતી. મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલમાં સુરતના ડીંડોલી વિસ્તારમાં રાજેન્દ્રભાઈ ગાયકવાડ પરિવાર સાથે રહે છે. પરિવારમાં પત્ની એક દીકરો અને એક દીકરી છે. આજે તેઓના 4 વર્ષીય પુત્ર નૈતિકનું મોત થયું હતું. જેને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. બાળકને હડકવા જેવા લક્ષણો હતા. તે પાણીથી ડરી રહ્યો હતો. દોઢ મહિના અગાઉ તે મામાના ઘરે ગયો ત્યારે તેને શ્વાન કરડયું હોય અથવા શ્વાનની લાળના સંપર્કમાં આવ્યો હોવાની આશંકા હાલ વ્યક્ત કરવામાં આવી છે.
Nail Bite Leads To Rabies : આજરોજ બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું
આ સાથે જ તબીબોએ પણ હડકવા જેવી જ અસર હોવાનું પરિવારને જણાવ્યું હતું. બાળકને ગતરોજ રાત્રે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં આજરોજ બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. વહાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. જ્યારે એકના એક દીકરાને ગુમાવતા માતાના હૈયાફાટ રૂદનથી ગમગીની છવાઈ ગઈ હતી.
તમે આ પણ વાચી શકો છો :
તમે આ પણ વાચી શકો છો :
Congressનો મોટો આરોપ ભાજપ સરકારે ડોનેશન લેવા માટે ED-CBIનો ઉપયોગ કર્યો…