HomeGujarat'Naari Shakti Vandana Program' : નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો એક લાખ...

‘Naari Shakti Vandana Program’ : નારી શક્તિ વંદના કાર્યક્રમ યોજાયો એક લાખ ત્રીસ હજાર મહિલાને સહાય વિતરણ કરાય – India News Gujarat

Date:

‘Naari Shakti Vandana Program’ : સુરતમાં 12 જગ્યાએ કરાયું કાર્યક્રમનું આયોજન દેશભરમાં 250 કરોડની સહાય મહિલાઓને વિતરણ થઈ પ્રધાનમંત્રીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં દેશભરમાં કાર્યક્રમો યોજાયા.

કુલ 12 જેટલી જગ્યા પર નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન

સમગ્ર દેશમાં નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજરોજ શરૂ કરવામાં આવ્યું ત્યારે એક લાખ 30 હજાર જેટલી મહિલાઓને આશરે 250 કરોડ જેટલી સહાય ચૂકવવામાં આવી હતી આપને જણાવી દઈએ કે સુરતમાં જ અલગ અલગ વિધાનસભા ક્ષેત્ર અને અલગ અલગ જગ્યા ઉપર મળી કુલ 12 જેટલી જગ્યા પર નારી શક્તિ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સુરત શહેરના ભારતીય જનતા પાર્ટીના મોટા પદાધિકારીઓ અને મોટા નેતાઓ હાજર રહ્યા હતા.

‘Naari Shakti Vandana Program’ : 500 થી વધુ મહિલાઓ હાજર રહી હતી

સુરત શહેરના લિંબાયત વિસ્તાર ખાતે યોજાયેલી નારી શક્તિ વંદના કાર્યક્રમમાં લિંબાયત વિસ્તારના ધારાસભ્ય સંગીતા પાટીલ સુરત શહેર શાસક પક્ષનેતા અને ડેપ્યુટી મેયર ડોક્ટર નરેન્દ્ર પટેલ આસપાસના વિસ્તારના તમામ કોર્પોરેટરો હાજર રહ્યા હતા વધુમાં જણાવી દઈએ કે આ કાર્યક્રમ પહેલા ક્વિઝની સ્પર્ધા પણ યોજાઇ હતી અને ત્યારબાદ ધારાસભ્ય સંગીતાબેન પાટીલે ત્યાં હાજર તમામ લોકોને પ્રાસંગિક ઉદબોધન પણ કર્યું હતું આ કાર્યક્રમમાં આશરે 500 થી વધુ મહિલાઓ હાજર રહી હતી અને તેમને જે જે સહાયો વડાપ્રધાનના સૂચના મુજબ અને સરકાર તરફથી યોજનાઓ કે જે નારી શક્તિને લાગતી હોય તે તમામ યોજનાઓનું માર્ગદર્શન પણ મેળવ્યું હતું.

તમે આ પણ વાંચી સકો છો :

Massive Fire in Daman Industry: એલ્કા પાવર કંપનીમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું

તમે આ પણ વાંચી સકો છો :

Lok Sabha Elections 2024 : ફારુક અબ્દુલ્લાની NC કાશ્મીરમાં એકલા ચૂંટણી લડશે, મહેબૂબા મુફ્તીની PDPને વધુ બેઠકો નહીં મળે


SHARE

Related stories

Latest stories