Mysterious Death Of Student : સામે DNA રિપોર્ટ છતાં પરિવારને કેયુર જીવિત હોવાની શંકા મૃતક દર્શાવેલો કેયૂર હાલ કિન્નરો સાથે હોવાની પરિવારને આશંકા ગૃહમંત્રી ને હર્ષ સંઘવીને પરિવારે કરી રજૂઆત સમગ્ર મામલે CID ક્રાઈમને તપાસ સોપાવામાં આવે એવી માંગમુંબઈ પોલીસના ચોપડે મૃતક દર્શાવાયેલો સુરતનો કૈયૂર જીવિત હોવાનો પરિવારનો દાવો, વિરારના જંગલ માંથી મળેલું હાડપિંજર કેયૂરનું હોવાનો DNA રિપોર્ટ છતાં પરિવારને શંકા છે કે કેયુર જીવિત છે, કેયૂર કિન્નરો સાથે હોવાની આશંકા સાથે ગૃહમંત્રીને કરાઈ છે રજૂઆત અને CID તપાસની પરિવારે કરી છે માંગ.
કેયુર જીવિત હોવાની શંકા
ફોટામાં દેખાતો યુવકનું નામ છે કેયુર, આ કેયુર ગાંધીનગર માર્કશીટ લેવા માટે નીકળ્યા બાદ અઢી વર્ષથી ભેદી રીતે લાપતા થયો છે, સુરત શહેરના પુણાના ઈજનેર પુત્રના ભાળ મેળવવા આ મધ્યમ વર્ગી પરિવારજનો દરદર ભટકી રહ્યા છે. મુંબઈ નજીકના વિરારના જંગલમાં પણ પોહચી ગયા હતા કારણ કે એક હાડપિંજર પાસેથી યુવકના આઈકાર્ડ, બેગ સહિતના ડોક્યુમેન્ટ્સ મળી આવ્યા બાદ ડીએનએ પરીક્ષણમાં હાડપિંજર યુવકનો હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જોકે, પરિવારજનો હાડપિંજર કેયૂરનું હોવાનું માનવા તૈયાર નથી. કેયૂર જીવિત હોવાનું અને કિન્નરોના ગ્રૂપ સાથે સંકળાયેલો હોવાની આશંકા સાથે પરિવારે ગૃહમંત્રીને રજૂઆત કરી તપાસ સીઆઈડી ક્રાઈમને સોંપવા માંગ કરી હતી.
સપના કેનેડા જવાનાં હતા, પરિવારના દિવસો સુધરવાના હતા
- પુણા ગામમાં સીતાનગર પાસે આવેલા સુંદરવન સોસાયટીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો અને આ મકાનમાં પરિવાર સાથે રહેતો ૨૨ વર્ષીય કેયૂર હરેશભાઈ ભાલાળા કોમ્પ્યૂટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો.
- જેના સપના કેનેડા જવાનાં હતા, પરિવારના દિવસો સુધરવાના હતા, વાત છે ગત ૨૦૨૨ની ૨૪મી ઓગસ્ટની ગાંધીનગર માર્કશીટ લેવા નીકળ્યો હતો અને બાદમાં રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો.
- તા. ૨૬ મીથી કેયૂરનો મોબાઈલ સ્વીચ ઓફ થઇ ગયો હતો. ચિંતાતુર પરિવારજનોએ તે સમયે મહિધરપુરા પોલીસ મથકમાં મિસિંગની નોંધ પણ કરાવી હતી.
- દરમિયાન મહિના બાદ સપ્ટેમ્બર માસમાં મુંબઈના વિરાર ખાતે એક જંગલમાંથી એક હાડપિંજર મળી આવ્યું હતું. હાડપિંજર પાસેથી કેયૂરનો આઇકાર્ડ, પર્સ, બેગ, ચસમો સહિતની ચીજો મળી આવી હતી.
- મુંબઈ પોલીસે કેયૂરે આપઘાત કર્યો હોવાની વાત કરી હતી. જોકે, પરિવારજનોએ હાડપિંજર કેયૂરનું હોવાનો ઇનકાર દીધો હતો. કેયૂર સાથે અજુગતું થયું હોવાની શંકા સાથે મુંબઈ પોલીસની તપાસ સામે પણ પરિવારે શંકા વ્યક્ત કરી હતી.
- જે-તે સમયે પરિવારે રેલી કાઢી ન્યાયનો પોકાર કર્યો હતો. આખરે કમિશનરે પણ લોકલ લેવલે આ કેસની તપાસ સુરત ક્રાઈમ બ્રાંચને સોંપી દીધી હતી.
પરિવારજનો કેયૂરને શોધવા દરદર ભટકી રહ્યા છે
કેયુરના મામલે તરેહતરેહની ચર્ચાઓ અને ભારે વિવાદ વચ્ચે ડીએનએ પરીક્ષણમાં હાડપિંજર કેયૂરનું હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જોકે, ડીએનએ રિપોર્ટ છતાં પરિવારજનો કેયૂરનું મૃત્યુ થયું હોવાનું માનવા તૈયાર નથી. કેયૂર આપઘાત કરે તે વાત પરિવારજનોના ગળે ઉતરતી નથી. પોલીસતંત્રને કોરાણે મૂકી પરિવારજનો કેયૂરને શોધવા દરદર ભટકી રહ્યા છે. દરમિયાન ગત દિવસોમાં ગૃહરાજ્યમંત્રીને રજૂઆત કરી સમગ્ર પ્રકરણની તપાસ ગુજરાત પોલીસ અને તેમાં પણ સીઆઇડી ક્રાઇમને સોંપવા માંગ કરાઈ હતી. રજૂઆતમાં કેયૂર જીવિત હોવાનું અને તે સૌરાષ્ટ્રના કોઈક કિન્નરોના ગ્રૂપમાં હોવાની પણ આશંકા વર્ણવાઈ હોય તરેહતરેહની ચર્ચાએ જોર પકડયું છે
તમે આ પણ વાચી શકો છો :
તમે આ પણ વાચી શકો છો :