HomeGujaratMutual Fund: મ્યુચ્યુઅલ ફંડ રોકાણ વળતરના નામે ઠેગો દેખાડી રહ્યું છે-India...

Mutual Fund: મ્યુચ્યુઅલ ફંડ રોકાણ વળતરના નામે ઠેગો દેખાડી રહ્યું છે-India News Gujarat

Date:

Mutual Fund :શું તમારું Mutual Fund સ્કીમમાં રોકાણ વળતરના નામે ઠેગો દેખાડી રહ્યું છે? આ સંકેત દેખાય તો તરત જ તમારા પૈસા ઉપાડી લો-India News Gujarat

  • મોટા ભાગના નાણાકીય સલાહકારો ભલે બજારમાં  વધઘટ હોય પણ ગ્રાહકોને આવા કેસોમાં રોકાણ કરવાનું સલાહ આપે છે.
  • જો કે, ઘણા કિસ્સાઓમાં ફંડમાંથી બહાર નીકળવાનો અર્થ છે કે તમે કેવી રીતે જાણશો  કે તમારે તમારી સ્કીમમાંથી બહાર નીકળવું જોઈએ?
  • જીતેશ પટેલ  હાલના  દિવસોમાં પોતાના મ્યુચ્યુઅલ ફંડ(Mutual Fund)નું પ્રદર્શન જોઈને ખૂબ જ દુઃખી છે.
  • તેનું મન કેટલીક યોજનાઓમાંથી વારંવાર બહાર નીકળી રહ્યું છે.
  • કોઈ પણ નિર્ણય લેતા પહેલા જીતેશએં   વિચાર્યું કે શા માટે એક વાર તેના નાણાકીય સલાહકાર સાથે ચર્ચા ન કરવી જોઈએ.
  • જીતેશના મિત્ર અજય પણ આ દરમ્યાન તેને પૂછ્યું  કેટલીક યોજનાઓમાંથી નીકળવું  જોઈએ?
  • જીતેશ  જેવી મૂંઝવણ ઘણા લોકોના મનમાં છે અને મોટા ભાગના નાણાકીય સલાહકારો ભલે બજારમાં  વધઘટ હોય પણ ગ્રાહકોને આવા કેસોમાં રોકાણ કરવાનું સલાહ આપે છે.
  •   જો કે, ઘણા કિસ્સાઓમાં ફંડમાંથી બહાર નીકળવાનો અર્થ છે કે તમે કેવી રીતે જાણશો  કે તમારે તમારી સ્કીમમાંથી બહાર નીકળવું જોઈએ?

Mutual Fund :આ સંકેત ગંભીરતાથી લેવા જોઈએ

જીતેશના સવાલ પર તેના નાણાકીય સલાહકારે કહ્યું કે જો તમે નાણાકીય લક્ષ્યો હાંસલ કરી લીધા હોય તો પણ ઘણી ઘટનાઓને પોર્ટફોલિયો માટે સ્પીડ બ્રેકર તરીકે જોવી જોઈએ. જે નીચે મુજબ છે

  1.  તમારે આવા ફંડ્સમાં(Fund) રોકાણ કરવાનું ટાળવું જોઈએ જેમાં વરિષ્ઠ મેનેજમેન્ટ સ્તરમાં વારંવાર ફેરફારો થાય છે. ભારતમાં લોકો સામાન્ય રીતે ફંડ (Fund)પર વિશ્વાસ કરે છે પણ ઘણીવાર મેનેજર કોણ છે તેના પર ધ્યાન આપવામાં આવતું  નથી. તમારે કોઈપણ ફંડના(Fund) મેનેજર અને તેમને લગતા સમાચારો વિશે જાણતા રહેવું જોઈએ. મેનેજર બદલવાથી તમારા વળતરને પણ અસર થઈ શકે છે.
  2.  હવે બીજું પરિબળ આવે છે જે Standard Deviation છે. મ્યુચ્યુઅલ ફંડની (Mutual Fund) વોલેટિલિટી standard deviation દ્વારા નક્કી કરવામાં આવે છે. આનાથી ખ્યાલ આવે છે કે તમારા ફંડનું (Fund)વળતર સ્કીમના ઐતિહાસિક સરેરાશ વળતરથી કેટલું વિચલિત થઈ રહ્યું છે. નીચું standard deviation ઓછી વોલેટિલિટી દર્શાવે છે જે રોકાણકારો માટે સારી છે. વધતા standard deviation સામાન્ય રીતે સૂચવે છે કે ફંડનું(Fund) પ્રદર્શન અસમાન છે. આવા કિસ્સાઓમાં ફંડમાંથી(Fund) બહાર નીકળવું વધુ સારું છે.  જો ફંડ(Fund) સતત ખરાબ પ્રદર્શન કરી રહ્યું છે તો તેમાંથી બહાર નીકળવું યોગ્ય રહેશે.
  3.  જો કોઈ ફંડ(Fund) તમારા જેવા અન્ય ફંડ્સની(Fund) સરખામણીમાં નીચું પ્રદર્શન કરી રહ્યું હોય તો તે એક સંકેત છે કે તરત જ તેમાંથી બહાર નીકળવું જોઈએ.  અંતે એમ કહી શકાય કે જો અમુક ફંડ(Fund) તેમના લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં સક્ષમ ન હોય તો એવું સૂચન કરવામાં આવે છે કે તમે તમારા પોર્ટફોલિયોને સમાયોજિત કરો અને આવા ભંડોળમાંથી બહાર નીકળો.
  4. જીતેશ માટે નિર્ણય લેવો લગભગ સરળ હતો. આમ છતાં તેણે એક નિષ્ણાતની મદદ પણ લીધી હતી. પ્રોફિટેબલ ઇક્વિટી પ્રાઇવેટ લિમિટેડના સ્થાપક અને ડિરેક્ટર મનોજ દાલમિયાએ જણાવ્યું હતું કે જો ફંડ(Fund) લાંબા સમયથી બેન્ચમાર્ક ઇન્ડેક્સ સામે અંડર પરફોર્મ કરી રહ્યું હોય અથવા તમારો ટાર્ગેટ પૂરો થયો હોય અથવા તેમાં 5 થી 6 ટકાનો ઘટાડો થયો હોય તો પણ તમે બહાર નીકળી શકો છો.

Mutual Fund :મની 9 ની સલાહ

  • મની 9 ની સલાહ છે કે કોઈ પણ રોકાણકારે ટૂંકા ગાળાની ખોટથી  જ ફંડમાંથી બહાર નીકળવું જોઈએ નહીં.
  • મ્યુચ્યુઅલ ફંડની (Mutual Fund) કામગીરીનું મૂલ્યાંકન માત્ર ઊંચા કે ઓછા વળતરના આધારે ન કરવું જોઈએ.
  • જ્યારે તમે કોઈપણ મ્યુચ્યુઅલ ફંડમાં (Mutual Fund) રોકાણ કરો છો ત્યારે ચોક્કસપણે તમારા લક્ષ્યોને જુઓ.
  • તમારે કેપિટલ ગેઈન ટેક્સને પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે.
  • એટલું જ નહીં જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડમાંથી(Mutual Fund)  બહાર નીકળશો ત્યારે તમને જે પૈસા મળશે તેનું શું કરવું તેની પણ યોજના બનાવો.

તમે પણ આ વાંચી શકો છો –

PetrolDiesel Rate:વાહનનાં ઇંધણની કિંમતમાં આજે વધારો થયો કે ઘટાડો?

તમે પણ આ વાંચી શકો છો –

Fuel Price:સૌથી મોંઘો LPG ભારતમાં, Petrol વિશ્વમાં ત્રીજા અને Diesel આઠમાં ક્રમે મોંઘા

SHARE

Related stories

Latest stories