Murder Incident In Public, Surat: સુરતના અઠવા ગેટ નજીક પિન્ટુ નવસારીવાલાની જાહેરમાં જ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. ગેંગવોર ફરી સક્રિય થયું હોય તે રીતે સૂર્યા મરાઠી ગેંગના સભ્યોએ હત્યાને અંજામ આપ્યાનું અનુમાન સેવાઈ રહ્યું છે. તિક્ષ્ણ હથિયારના 6 જેટલા ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. મધરાતે થયેલી હત્યાને લઈને ઉમરા પોલીસએ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉમરા પોલીસએ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
સુરત પોલીસના અથાક પ્રયાસ પછી પણ ગુનાખોરી અટકવાનું નામ નથી લઈ રહી. વધુ એક હત્યાના બનાવની જાણ મોડી રાત્રે ઉમરા પોલીસને કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. પોલીસે મરના યુવક પીન્ટુ નવસારીવાલાના મૃતદેને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. અને હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાન જાણવા મળ્યું હતું કે પીન્ટુ નવસારીવાળાની હત્યા રૂપિયાની લેતીદેતીમાં કરવામાં આવી છે. જેમાં તેના સાથી મિત્રો વચ્ચે રૂપિયાની લેવડદેવડમાં માથાકૂટ થતાં મામલો ઉગ્ર બોલાચાલી થઈ હતી અને જેમાં પીન્ટુની હત્યા કરી દેવામાં આવી છે.
Murder Incident In Public, Surat: સૂર્યા મરાઠી ગેંગના સંભ્યએ હત્યાને અંજામ આપ્યાનું અનુમાન
હત્યા કરનાર આરોપીઓ સુરતની માથાભારે ગેંગ સૂર્યા મરાઠીના સાગરીતો હોવાનું હાલ જાણવા મળ્યું છે. જ્યારે મરનાર પીન્ટુ નવસારીવાળા પોલીસનો બાતમીદાર હોવાનું જાણવા મળ્યું છે. પીન્ટુ જમીનની લે વેચ સહિત ફાઇનાન્સના ધંધા સાથે પણ સંકળાયેલો હતો. હત્યા કરનાર આરોપીઓ અને મરનાર પીન્ટુ સાથે મિત્રો જ હોવાનું સામે આવ્યું છે. તેમના વચ્ચે રૂપિયાને લઇ છેલ્લા થોડા દિવસોથી વાદવિવાદ ચાલી રહ્યો હતો.
સુરત શહેર પોલીસ કમિશનર ના નોકરીના છેલ્લા દિવસે અઠવાગેટ વિસ્તાર અને પોલીસ કમિશનર કચેરીથી માત્ર 500 મીટરનાં અંતરે જાહેર રોડ પર હત્યા ની ઘટનાને બનવા પામી હતી. સુરત શહેરમાં ક્રાઇમ રોકવા અને પોલીસનો ક્રિમીનલોમાં ડર રહે જેના માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા સતત પ્રયાસો કરાઈ થયા છે. અઠવાગેટ વિસ્તારમાં સરાજાહેર મરાઠા ગેંગના ઈશમે પોતાની ગેંગનો દબદબો રહે તે માટે વર્ષોથી પીન્ટુ નવસારી વાલા સાથે અંગત અદાવત ચાલતી હોય તેથી તેને ટાર્ગેટ કરી મધરાત્રે ચપ્પુ ના 10 જેટલા ઘા મારી હત્યાને અંજામ આપ્યો હતો.
તમે આ પણ વાંચોઃ
Jaishankar on China: ચીનથી ડરવાની જરૂર નથી
તમે આ પણ વાંચોઃ