HomeGujaratMurder In Public : યુવકની સરેજાહેર હત્યા, રાત્રે કામ પર જવા માટે...

Murder In Public : યુવકની સરેજાહેર હત્યા, રાત્રે કામ પર જવા માટે નીકળ્યો ત્યારે બની ઘટના – India News Gujarat

Date:


Murder In Public : અજાણીયા ઈસમે પથ્થર મારીને કરી નાખી છે હત્યા. પાંડેસરા પોલીસે હત્યારાને ઝડપવા વધુ તપાસ હાથ ધરી.

પાંડેસરા વિસ્તારમાં હત્યા થતા પોલીસ દોડતી થઇ

ઉત્તર પ્રદેશથી રોજગારી માટે આવેલ યુવકની સુરતના પાંડેસરા વિસ્તારમાં હત્યા થતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. જોકે હત્યાનો બનાવ જાહેરમાં બનતા પોલીસની નિષ્ક્રિય કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થયા છે.

અજાણ્યા ઈસમોએ યુવક પર પથ્થર મારીને યુવકની હત્યા કરી

સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. ત્રણ દિવસમાં એક પછી એક હત્યાનો બનાવ સુરત શહેરમાં સામે આવી થયો છે. ત્યારે વધુ એક હત્યાનો બનાવ સુરતના પાંડેસરા વિસ્તારમાં બન્યો છે. બનાવ એમ હતો થોડાક સમય પહેલા ઉતરપ્રદેશથી રોજગારી માટે યુવક દિનેશકુમાર સુરત આવ્યો હતો. અને એક મિલમાં મશીનરી ચલાવવાનું કામ કરતો હતો. ત્યારે ગત મોડી રાત્રે યુવક કામ પરથી પરત ફરી રહ્યો હતો. તે દરમિયાન પાંડેસરાના બાટલી બોયની સામે અજાણ્યા ઈસમોએ યુવક પર પથ્થર મારીને યુવકની હત્યા કરીને અજાણ્યા ઈસમો ફરાર થઈ ગયા હતા. જોકે મોડી રાત્રે બનાવની જાણ પોલીસને થતા પોલીસ દોડતી થઇ ગઇ હતી. બાદ મૃતકના પરિવાર જનોને જાણ કરવામાં આવતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. તુરંત પરિવારજનો વતનથી સુરત દોડી આવ્યા હતા.

Murder In Public : પાંડેસરા પોલીસને ખુલ્લો પડકાર

સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં લુખા તત્વોનો આંતક સતત વધી રહ્યો છે. જાણે લુખ્ખા તત્વો પાંડેસરા પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા હોય. તે રીતે એક પછી એક હુમલાઓ તેમજ ચોરી લુંટ હત્યાના બનાવો સતત વધી રહ્યા છે. જેથી એવું લાગી રહ્યું છે કે. પાંડેસરા પોલીસની નિષ્ક્રિય કામગીરી સામે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. એટલું જ નહીં પરંતુ આજ પાંડેસરા વિસ્તારમાં જાણે મીની દમણ જેવો માહોલ હોય. તે રીતે રાત્રે દરમિયાન ગલીએ ગલીએ દેશી તેમજ ઈંગ્લીશ દારૂના અડ્ડાઓ પોલીસની રહેમ નજર હેઠળ જ ધમધમી રહ્યા છે. જેથી ક્રાઇમની ઘટનાઓ પણ સતત વધી રહી છે. ત્યારે આ મામલે ઉચ્ચ અધિકારીઓ પણ ધ્યાન દોરી અને કડકાયથી પગલા ભરે તે જરૂરી છે.

તમે આ પણ વાચી શકો છો :

Pintu Murder Case Update : યુવકની હત્યા મામલે આરોપીની ધરપકડ, પોલીસે તાત્કાલિક ટીમ બનાવીને આરોપીઓને ઝડપી પાડ્યા

તમે આ પણ વાચી શકો છો :

GDP stands for…: Shashi Tharoor counters Nirmala Sitharaman, gives ‘F’ grade: જીડીપી એટલે…: શશિ થરૂરે નિર્મલા સીતારમણને ટક્કર આપી, આપ્યો ‘એફ’ ગ્રેડ

SHARE

Related stories

Latest stories