ઉધના રેલ્વે યાર્ડ માં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો
ગત 22 મી માર્ચના રોજ ઉઘના યાર્ડના પ્લેટફોર્મ નંબર- 7 અને 8 વચ્ચેથી સગર્ભા મહિલાની Murder લાશ મળી આવી હતી. જ્યારે આ ઘટનાની જાણ થતા રેલવે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પહેલા તો પોલીસ થોડી વાર માટે ચોકી ઉઠી હતી અને તાત્કાલિક તપાસ તેજ કરી હતી જેમાં તેણીનું ગળુ દબાવી Murdar કરી દેવામાં આવી હોવાનું ખુલ્યું હતું. તેમજ લાશને ઘાસથી ઢાંકી દેવામાં આવી હતી.જેથી કોઈને ખ્યાલ ન આવે.
આ મહિલા ગર્ભવતી હોવાથી પોલીસે તાત્કાલિક અલગ અલગ ટીમો બનવીને તપાસ તેજ કરી અને ઉધના રેલવે સ્ટેશન પર લાગેલા સીસીટીવી ચેક કરતાં યુવક સગર્ભાની Murder કર્યા બાદ તાપ્તીગંગા ટ્રેન મારફતે નાસી છુટયો હોવાનું સામે આવ્યું હતું.-India News Gujarat
- હત્યારો સી સી ટી વીમાં થયો હતો કેદ
- હત્યારાનો મોબાઈલ નંબર પોલીસને તેના વતન સુધી લઈ ગઈ હતી.
રેલવે પોલીસે સીસીટીવી ચેક કરતા હકીકત એવી જાણવા મળી હતી વલસાડ તરફથી આવતી એક ટ્રેનમાંથી તારીખ 19 ના બપોરના સમયે આ મહિલા અને એક બે વર્ષની બાળકી સાથે એક યુવક દેખાય છે અને બાદમાં થોડા સમય માટે ઉધના રેલવે સ્ટેશન પર બેસે છે અને બીજા દિવસ તારીખ 21-03-2022 ના રોજ માસૂમ બે વર્ષની બાળકીને બાંકડે સુવડાવીને મહિલા સાથે આ યુવક લઈ જતા દેખાય છે અને બાદમાં પરત એકલો યુવક દેખાય છે જેથી આ ગર્ભવતી મહિલાની Murder આ યુવકે જ કરી હોવાનું બહાર આવ્યું હતું. જેથી હત્યારાનો મોબાઈલ નંબર પોલીસને તેના વતન સુધી લઈ ગઈ હતી.-India News Gujarat
ભાણેજ એ મામીને મોતને ઘાટ ઉતારી હતી
રેલવે પોલીસ આરોપીને બિહારથી ઉચકી લાવી
મોબાઈલ સર્વેલન્સના આધારે પોલીસે હત્યારા લાલુ ઉર્ફે લલ્લુ બિંદને બિહારમાં તેના ઘરેથી દબોચી લીધો હતો. હત્યારા અને મૃતક સગર્ભા મહિલા સંબંધે ભાણેજ- મામીનો છે. પરંતુ બંને વચ્ચે આડાસંબંધ હતા.સગર્ભા મહિલા અને તેના ભાણેજ વચ્ચે છેલ્લા ઘણા વખતથી આડાસંબંધ હતા.જે બબાતે પરિવારજનોને પણ જાણ હતી.જ્યારે આ Murder થઈ તેના એકાદ દિવસ પહેલા તેણી પરિવારને જાણ કર્યા વગર બિહારથી સંજાણ આવી પહોંચી હતી. ગર્ભને નવ મહિના થઈ ગયા હોવાથી આગામી એકાદ – બે દિવસમાં જ પ્રસુતિ થાય તેની સંભાવના હતી. તેવા સમયે તેણીને મોતને ઘાટ ઉતારી.
હાલમાં તો સુરત રેલવે પોલીસે હત્યારા ભાણેજની ધરપકડ કરી સુરત લાવી અને તપાસ શરૂ કરી છે જેમાં અનેક ખુલાસા થયા છે મામી અને ભાણેજ વચ્ચે જે સબંધો હતો જેનું આ પરિણામ છે હાલમાં તો પોલીસે આ હત્યા બાબતે તપાસ શરૂ કરી છે.-India News Gujarat
તમે પણ આ વાંચી શકો છો: Cyber Crime : Instagram ઉપર ફેક આઈડી બનાવી યુવતીના ફોટા અપલોડ કર્યા
તમે પણ આ વાંચી શકો છો: Booking Of Railway Post Gatishakti Express Service From Surat Started