HomeGujaratMother's Sacrifices For Children : બંને હાથ કપાયા બાદ સંતાનોના ભવિષ્યની ચિંતા,...

Mother’s Sacrifices For Children : બંને હાથ કપાયા બાદ સંતાનોના ભવિષ્યની ચિંતા, બાળકોની જિંદગી સવારવા માતાએ જીંદગી બદલી કાઢી – India News Gujarat

Date:

Mother’s Sacrifices For Children : આદિવાસી વિસ્તારની સામન્ય મહિલાના સંઘર્ષની ગાથા. મહિલા દિવસને સાર્થક કરતી એક સામાન્ય મહિલાની વાત.

બંને હાથ કપાયા બાદ સંતાનોના ભવિષ્યની ચિંતા

વિશ્વ મહિલા દિવસે એક એવી મહિલાની સંઘર્ષની વાટ કરીએ જેઓ આમતો સાવ સામાન્ય મહિલા છે. પરંતુ 26 વર્ષ પહેલા થયેલા અકસ્માતે એની જિંદગી બદલાઈ ગઈ અને શરૂ થયો ક્યારે પૂરો નહીં થનારો સંઘર્ષ.. બંને હાથ કપાયા બાદ સંતાનોના ભવિષ્યની ચિંતાએ માતાની આખી જિંદગી બદલી કાઢી. આત્મહત્યા તરફ દોરાયેલી માતાએ સંતાનોના ઉજજવળ ભવિષ્યની જીદ પકડી જીવન બદલ્યું. અને શરૂ કર્યો લાંબો સંઘર્ષ.

22 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા

વારણા ગામની 26 વર્ષિય મહિલા કમુબેન માટે 11 ફેબ્રુઆરી 1996નો દિવસે જીંદગીના તમામ સ્વપ્નોને ચકનાચુર કરી નાંખ્યા, પતિ અને બાળકો પ્રકાશ, અનિલ, સુનિલ અને કિરણ સાથે ખુશહાલ જિંદગી વિતાવતી કમુબેન નિત્યક્રમ મુજબ શાકભાજી વેચવા સેલવાસ ટ્કમા જઇ રહી હતી, ત્યારે અચાનક ઢોળાવ પર જ એન્જિન બધ થયુ અને ટ્રક ખાયમા ખાબકી, આંખ ખુલી ત્યારે પોતે હોસ્પિટલમા હતી. જોકે થોડી મિનિટો માજ તેમણે શરીરમા અજુગતુ લાગતા ઉઠવાનો પ્રયાસ કર્યો, અને જોયુતો તેમના બંને હાથ કાપી નાંખવામાં આવ્યા હતા.જેને જોતા જ કમુબેન બેભાન થઇ ગયા અને ફરી તબીબોની દોડધામ બાદ બે કલાકે તેઓ ભાનમાં આવ્યા અને કલાકો સુધી પોતાના કપાયેલા હાથના બાકી ભાગોને જોતા રહ્યા, અને નકકી કર્યુકે લાંબી જિંદગી કેમ જીવવી, અને એક તબકકે જીવનને ટુંકાવવાનુ મન બનાવ્યું.

Mother’s Sacrifices For Children : ત્રણ સંતાનોનો ઉછેર કરવાના નિર્ધાર સાથે શરૂ કરેલી જીદ 27 વર્ષ બાદ આજે પણ ચાલુ

માત્ર 26 વર્ષની વયે એક ટ્રક અકસ્માતમાં પોતાના બંને હાથો ગુમાવી દેનાર આ મહિલાએ હોસ્પિટલમા મોતને વ્હાલુ કરવાનુ નકકી કર્યુ, પરતું તે સમયે દુધ પીતા પોતાના નવજાત શિશુનો ચહેરો જોઇ જીદ કરી કે ના હવે તો કઇ પણ થાય જિંદગી જીવવી જ છે. કુદરત તેમના ખરાબ સમયનો પીછો છોડવા ન માગતો હોય તેમ અકસ્માતના થોડા સમયબાદ સૌથી વધુ મદદરૂપ થતો પુત્ર પણ અકસ્માતમા મૃત્યુ પામે છે, અને ત્યાથી શરૂ થયેલી આદિવાસી મહિલા કમુબેન પવારની સંઘર્ષમય જીવનની નકકર વાસ્તવિકતાની કથા આંખોમા પાણી લાવી દે તેવી છે, હોસ્પીટલ માથી રજા મળયા બાદ એક નવજાત શિશુની સાથે અન્ય ત્રણ સંતાનોનો ઉછેર કરવાના નિર્ધાર સાથે શરૂ કરેલી જીદ 27 વર્ષ બાદ આજે પણ ચાલુ છે.જોકે તે સમયે માત્ર 6 માસનો પુત્ર ધાવણ પર હોય તેને રડતો જોતાજ અચાનક જીદ કરીકે ના, હવે,તો પુત્ર માટે પણ જીવવુ જ છે, અને 22 દિવસની સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા મળયા બાદ ઘરે પહોંચતાની સાથેજ સંઘર્ષની શરૂઆત થાય છે.

તમે આ પણ વાંચી સકો છો :

‘Beti Padhao’ Scholarship/આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ ‘બેટી પઢાઓ’ શિષ્યવૃત્તિ પહેલને આગળ ધપાવવા માટે પ્રોટેઈન સાથેનું જોડાણ રિન્યુ કર્યું

તમે આ પણ વાંચી સકો છો :

MahaShivratri: મહારાષ્ટ્રના ઝાઈ માં શિવરાત્રીની વિશેષ ઉજવણી કરવામાં આવી

SHARE

Related stories

Latest stories