HomeGujaratMost Populous Municipality - Navsari : સૌથી વધુ વસ્તી ધરાવતી નવસારી નગરપાલિકા,...

Most Populous Municipality – Navsari : સૌથી વધુ વસ્તી ધરાવતી નવસારી નગરપાલિકા, બજેટમાં જાહેરાત બાદ હવે મહાનગરપાલિકા બનશે – India News Gujarat

Date:

Most Populous Municipality – Navsari : લાંબા સમયથી નવસારી-વિજલપુર નગરપાલિકાની માંગ પૂરી થઈ. વિકાશને વધુ વેગીલો બનાવવા મહાનગરપાલિકા બનાવાઇ.

સાડા ચાર લાખની વસતી ધરાવતી

અંદાજે સાડા ચાર લાખની વસતી ધરાવતી નવસારી-વિજલપોર પાલિકાને. સરકાર દ્વારા મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કરવામાં આવી છે. નાણામંત્રી કનુભાઈ દેશાઈ દ્વારા આજે રજૂ કરવામાં આવેલા બજેટ દરમ્યાન. 8 શહેરોને માહનગરપાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત કારવમાં આવી છે.

4.40 લાખ હોવા છતા મનપાનો દરજજો મળ્યો ના હતો

નવસારી શહેરમાં પાલિકા મહાનગરપાલિકા બને તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. વર્ષો જૂની નવસારી ના નગરજનો ની માંગણી આખરે સંતોષાય છે. રાજ્યના બજેટમાં નવસારી વિજલપોર નગરપાલિકાને મહાનગરપાલિકા ઘોષિત કરવામાં આવી છે. ત્યારે હવે આ માંગણી સંતોષાઈ જતાં નગરજનો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લાંબા સમયથી નવસારી વિજલપોર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાની માંગ કરવામાં આવી રહી હતી. ચેમ્બર ઓફ કોમર્સ હોય કે શહેરના બુદ્ધિજીવી વર્ગે શહેરના વિકાસને વધુ વેગીલો બનાવવા માટે. મહાનગરપાલિકાની જરૂર હોવાનું સ્વીકાર્યું છે. નોંધનીય છે કે, ગુજરાતમાં જૂનાગઢને 2.66 લાખે અને ગાંધીનગરને 2.51 લાખે મહાપાલિકા બનાવવામાં આવી હતી. જ્યારે નવસારીની વસતી હાલ 4.40 લાખ હોવા છતા મનપાનો દરજજો મળ્યો ના હતો. જેનાથી નગરજનો માં નારાજગીનો શૂર ઉઠવા પામ્યો હતો. સરકાર વસ્તીના આધારે શહેરોમાં અ બ, ક અને ડ વર્ગની નગરપાલિકા બનાવતી રહી છે.

Most Populous Municipality – Navsari : અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ 4 જ મહાપાલિકા હતી

સરકારના નિર્ણયને ચારે તરફથી વધાવી લેવાયો છે. ત્યારે રાજ્યમાં થોડા વર્ષો અગાઉ અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ એમ 4 જ મહાપાલિકા હતી. જેમાં વધુ 4 મહાપાલિકાનું નિર્માણ કરી હાલ 8 મહાપાલિકા થઈ હતી. ત્યારે નવસારી શહેરનું જૂન 2020માં હદ વિસ્તાર કરાયો. જેમાં વિજલપોર અને નજીકના 8 ગામો ભેળવી નવસારી વિજલપોર પાલિકા બનાવાઈ હતી. આ પાલિકાની વસ્તી હાલ અંદાજે 4.40 લાખ છે. જે રાજ્યમાં વસ્તીની દૃષ્ટિએ 8 મહાપાલિકા ટોચે છે. ત્યારબાદમાં નંબરે વસ્તીની દ્રષ્ટિએ નવસારી વિજલપોર નગરપાલિકા છે.

તમે આ પણ વાચી શકો છો :

Murder In Public : યુવકની સરેજાહેર હત્યા, રાત્રે કામ પર જવા માટે નીકળ્યો ત્યારે બની ઘટના

તમે આ પણ વાચી શકો છો :

Remand Granted Of Murder Accused : હત્યાના આરોપીના રિમાન્ડ મંજૂર પોલીસ તમામ આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવ્યા

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories