HomeGujaratMock Test For Students : ધોરણ 10 અને 12ની મૌક કસોટીનું આયોજન,...

Mock Test For Students : ધોરણ 10 અને 12ની મૌક કસોટીનું આયોજન, તણાવ મુક્ત પરીક્ષા યોજાય એવા આશ્રય માટે કરાયું આયોજન – India News Gujarat

Date:

Mock Test For Students : કામરેજ અને પલસાણાની સાત શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો. શિક્ષકો અને શાળા સંચાલકો દ્વારા કરાયું અનોખુ આયોજન.

વિદ્યાર્થીઓ ડર મુક્ત થઈ પરીક્ષા આપે એવો ઉદ્દેશ્ય

ધોરણ 10 અને 12 ના બોર્ડના વિદ્યાર્થીઓ ડર મુક્ત થઈ પરીક્ષા આપે અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે તેવા શુભ આશ્રયથી કામરેજ ખાતે પલસાણા અને કામરેજની સાત જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ માટે મોડલ ટેસ્ટ 2024નુ આયોજન કરવામા આવ્યુ હતુ.

સાત જેટલી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો

કામરેજ અને પલસાણાના ધોરણ 10 અને 12 મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કોઈ પણ પ્રકારના ડર કે તણાવમા ના આવે અને ભય મુક્ત વાતાવરણમાં પરીક્ષા આપે તેવા શુભ આશ્રય થી કામરેજની રામકબીર શાળા ખાતે મોડલ ટેસ્ટનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ મોડેલ ટેસ્ટ મા કામરેજ અને પલસાણાની સાત જેટલી શાળાના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિધાર્થીઓ પરીક્ષા બાબતે કોઈ ભય ના રહે તે માટે કરાયેલા આયોજનમા વિવિધ શાળાના શિક્ષકો પણ હાજર રહ્યા હતા. તથા બોર્ડની પરીક્ષાના નિયમો, પ્રવેશ વગેરે બાબતોથી વિધાર્થીઓને માહિતગાર કરવામા આવ્યા હતા. આ પ્રસંગે વિધાર્થીઓ માટે સાનુકૂળતા અને સુમેળ ભર્યા વાતાવરણ ઉભુ કરવા વિધાર્થીઓનું ઢોલ નગારા અને મોઢું મીઠું કરાવી સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

Mock Test For Students : તણાવમાં ઘણીવાર વિદ્યાર્થીઓ ખોટું પગલું પણ ભરી લેતા હોય

પરીક્ષાના ના તણાવમાં ઘણીવાર વિદ્યાર્થીઓ ખોટું પગલું પણ ભરી લેતા હોય છે. અને બોર્ડની પરીક્ષાનો આવો હાઉ વિદ્યાર્થીઓમાં દૂર થાય એ ખૂબ જરૂરી બન્યું છે. ત્યારે આ પ્રકાના પ્રયોગ દરેક જગ્યાએ કરવામાં આવે તો કદાચ વિદ્યાર્થીઓનું રિઝલટ તો સુધરશે જ સાથે સાથે વિદ્યાર્થીઓ તણાવ મુક્ત થઈ ને પરીક્ષા આપતા પરીક્ષા દરમ્યાન અને પરીક્ષા પછી બનતા અગમ્ય બનાવો પણ રોકી શકાશે.

તમે આ પણ વાંચી શકો છો:

New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે

તમે આ પણ વાંચી શકો છો:

Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી

SHARE

Related stories

Latest stories