Mission Gujarat-2022
ઈન્ડિયા ન્યૂઝ, નવી દિલ્હી: Mission Gujarat-2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકીય ઘમાસાણ તેજ થઈ ગયું છે. સૌથી મોટો દાવ હાલમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ પર છે. તમામ પક્ષો નરેશ પટેલના સંપર્કમાં છે. નરેશ પટેલ ગુજરાતના લેઉવા પટેલ સમુદાયમાંથી આવે છે, જેઓ સૌરાષ્ટ્રમાં ખૂબ પ્રભાવશાળી માનવામાં આવે છે. જોકે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનું કહેવું છે કે પાર્ટી તમામ 182 બેઠકો જીતવાના લક્ષ્ય સાથે આગળ વધી રહી છે. વિરોધ પક્ષોની રાજનીતિ પર કોઈ અસર થવાની નથી. આ વર્ષના અંતમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપે તેની ચૂંટણી તૈયારીઓ અમલમાં મૂકી દીધી છે, ત્યારે રાજ્યના રાજકારણમાં તેની હરીફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ પણ નેતાઓની હેરાફેરીમાં વ્યસ્ત છે. India News Gujarat
હાર્દિકની દબાણ વધારવાની નીતિ?
Mission Gujarat-2022: તાજેતરમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલના નિવેદનથી રાજ્યના રાજકારણમાં હલચલ મચી ગઈ છે, જેમાં તેણે કોંગ્રેસ પાર્ટી પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. તેનું એક કારણ નરેશ પટેલ અંગે કોંગ્રેસની ઉત્સુકતા હોવાનું માનવામાં આવે છે. નરેશ પટેલના આગમનથી હાર્દિક પટેલ કોંગ્રેસમાં પોતાનું કદ ઘટે તેવી શક્યતા છે. નરેશ પટેલે હજુ સુધી કોઈ પક્ષમાં જોડાવાના કોઈ સ્પષ્ટ સંકેત આપ્યા નથી. જો કે તે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને બીજેપીના નેતાઓને મળતો રહે છે. જોકે, હાર્દિક પટેલે બે દિવસ અગાઉ એવું નિવેદન કર્યું કે, કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વ દ્વારા સતત અવગણના કરવામાં આવી રહી છે. પ્રદેશ સંગઠનના માળખાની પસંદગીમાં પણ કાર્યકારી પ્રમુખ હોવા છતાં કશું પૂછવામાં આવ્યું નથી. આ પ્રકારનું નિવેદન કરીને કોંગ્રેસની નેતાગીરી પર અનેક સવાલો ઊભા કરી દીધા. પરંતુ, શુક્રવારે હાર્દિકે ટ્વિટ કરીને એવું જણાવ્યું કે, કોંગ્રેસ છોડવાનો કોઈ ઈરાદો નથી પણ પાર્ટીને વધુ મજબૂત કરવી છે જેથી 2022ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સત્તા પર આવે. ટૂંકમાં હાર્દિકે કોંગ્રેસ પર દબાણ વધારવા માટે આ પ્રકારના નિવેદનો કર્યા હોવાનું ફલિત થઈ રહ્યું છે. India News Gujarat
વડાપ્રધાન મોદીએ સંભાળી કમાન
Mission Gujarat-2022: નોંધનીય છે કે તાજેતરમાં ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં મળેલી જીત સાથે ભાજપે ગુજરાતમાં ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને ગૃહમંત્રી અમિત શાહ પણ સતત ગુજરાતની મુલાકાતે છે. રાજ્યમાં છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસે ભાજપને જોરદાર ટક્કર આપી હતી, પરંતુ આ વખતે તેની સ્થિતિ નબળી માનવામાં આવે છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલની ગેરહાજરી પણ તેનું એક કારણ માનવામાં આવે છે. બીજી તરફ રાજ્યના રાજકારણમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ભાજપને ફાયદો થવાની ધારણા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આમ આદમી પાર્ટીથી ભાજપ કરતાં કોંગ્રેસને વધુ નુકસાન થવાનું છે. India News Gujarat
ભાજપનો અત્યારથી જ જીતનો દાવો
Mission Gujarat-2022: ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું કહેવું છે કે આ વખતે ગુજરાતની રાજનીતિ બદલાઈ ગઈ છે અને કોઈ પક્ષ ભાજપને પડકારતો જોવા નથી મળતો. તેમણે સ્પષ્ટ કર્યું કે ભાજપને કોઈપણ પક્ષ સાથે ચાલાકી કરવાની જરૂર નથી અને તે રાજ્યની તમામ 182 બેઠકો જીતવા માટે તેની વ્યૂહરચના બનાવી રહી છે. ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનું ગૃહ રાજ્ય છે, તેથી ભાજપ ત્યાં તેની તૈયારીઓ સંપૂર્ણપણે કરી રહ્યું છે. India News Gujarat
AAPની એન્ટ્રીથી કોંગ્રેસની મુશ્કેલી વધી
Mission Gujarat-2022: કોરોના મહામારી દરમિયાન રાજ્યમાં જનતાની નારાજગીને જોતા ભાજપે ગયા વર્ષે જ રાજ્યની આખી સરકાર બદલી નાખી હતી. મુખ્યમંત્રી સહિત તમામ નવા ચહેરાના આગમન બાદ ભાજપે પણ પોતાની સ્થિતિ મજબૂત કરી છે. બીજી તરફ આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી કોંગ્રેસ વધુ મુશ્કેલીનો સામનો કરી રહી છે. કોંગ્રેસના કેટલાક નેતાઓ પણ ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીમાં જઈ શકે છે. જો કે આમ આદમી પાર્ટીની નજર પણ ભાજપના અસંતુષ્ટ નેતાઓ પર હોવાનું કહેવાઈ રહ્યું છે. પરંતુ આમ આદમી પાર્ટી તેમાં ફાવી શકે એમ નહિ હોવાનું રાજકીય પંડિતોનું માનવું છે. India News Gujarat
Mission Gujarat-2022
આ પણ વાંચોઃ छत्तीसगढ़ और महाराष्ट्र में कांग्रेस, बंगाल व बिहार में टीएमसी व आरजेडी को बढ़त Bypolls Results 2022 Live