HomeGujaratMissing girl: ગુમ બાળકીને પોલીસે 20 મિનિટમાં શોધી

Missing girl: ગુમ બાળકીને પોલીસે 20 મિનિટમાં શોધી

Date:

કાપોદ્રામાં બાળકી ગુમ થતા દોડધામ -India News Gujarat

સુરત ના કાપોદ્રા પોલીસ મથક ની હદ વિસ્તાર માંથી ચાર વર્ષ ની બાળકી ગુમ થઈ જવાની ઘટના બની હતી.જે બાદ બાળકી ના પરિવાર માં દોડઘામ મચી જવા પામી હતી.અને પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. -LATEST NEWS

પોલીસે 20 મિનિટમાં બાળકીને શોધી

અંદાજે 150 પોલીસ જવાનો કામે લાગ્યા -India News Gujarat

સુરત ના કાપોદ્રા વિસ્તાર માંથી 4 વર્ષ ની બાળકી ગુમ થઈ જતા સુરત શહેર ના અલગ અલગ પોલીસ મથક ના 150 થી વધુ જવાનો બાળકી ની શોધખોળ મા જોડાયા હતા.20 મિનિટ જેટલા સમયગાળા મા બાળકી ને શોધી કાઢી માતાપિતા ને સોંપી હતી. -LATEST NEWS

 દુકાને ઘરે પરત નહીં આવતા બાળકી ની શોધખોળ હાથ ધરી -India News Gujarat

.કાપોદ્રા વિસ્તાર માં આવેલી વિશાલ નગર 1 માં 272 નંબર માં રહેતા અમરશી ભાઈ રાઠોડ શાકભાજી વહેંચી પોતાના પરિવાર નું ગુજરાન ચલાવે છે.અમરશી ભાઈ ને સંતાન મા એક ચાર વર્ષ ની બાળકી બંસી છે. બપોર ના 1 ના સુમારે બંસી ને નીચે આવેલી કરીયાણા ની દુકાન પર છાશ લેવા મોકલી હતી. જોકે 10 મિનિટ સુધી તે દુકાન પર થી ઘરે નહીં આવતા કરીયાણા ના દુકાનદાર સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે મારે ત્યાં બાળકી છાશ લેવા આવી હતી. જોકે મારે ત્યાં છાશ નહીં હોવાથી મેં ના પાડતા તે આગળ ગઈ હતી . -LATEST NEWS

ત્યાર બાદ માતાપિતા એ બાળકી ની શોધખોળ હાથ ધરી હતી.જોકે બાળકી નહિ.મળતા કાપોદ્રા પોલીસ મથકે જાણ કરાઈ હતી .કાપોદ્રા પોલીસે ઘટના ને ગંભીરતા થી લઈ તાત્કાલિક પી એસ આઈ ડાવરા તેમજ સર્વેલન્સ ટિમ ને શોધખોળ માટે રવાના કરી હતી. -LATEST NEWS

પોલીસની ટીમો પણ શોધખોળ માં જોતરાઈ -India News Gujarat

ત્યાર બાદ કાપોદ્રા પોલીસની ટિમ વરાછા ,સરથાણા અને ક્રાઇમ બ્રાન્ચ ને જાણ કરતા તેની ટિમ પણ શોધખોળ માં જોતરાઈ હતી પોલીસ ટિમ દ્વારા અનેક જગ્યા એ બાળકી ના ફોટો બતાવી ભાળ મેળવવા નો પ્રયાસ કરાયો હતો તો..પોલીસ દ્વારા નદી તટ તેમજ અવાવરું જગ્યાએ પણ તપાસ કરી હતી. અને અનેક જગ્યા ના સીસીટીવી પણ તપસ્યા હતા ..જેમાં બાળકી દોડતી દેખાઈ રહી છે.ત્યારબાદ બાળકી વરાછા પોલીસ મથક ની હદ મા અશ્વિનીકુમાર ગૌશાળા થી મળી આવી હતી અને પોલીસે આ કામગીરી માત્ર 20.મિનિટ માં કરી બાળકી નું મિલન પોતાના માતાપિતા સાથે કરાવ્યું હતું.

મહત્વ નું છે કે હાલ મા નાની બાળકીઓ પર બળાત્કાર, અત્યાચાર, હત્યા જેવી ઘટના ઓ બની રહી છે .ત્યારે 4 વર્ષ ની બાળકી ગુમ થઈ જતા કાપોદ્રા પોલીસ મથક ના PI N M ચૌધરી દ્વારા ઘટના ને ગંભીરતા થી લીધી હતી અને બાળકી ને તાત્કાલિક શોધી કાઢી સરાહનીય કામગીરી કરી હતી. -LATEST NEWS

તમે આ વાંચી શકો છો: Thief Thrown Daimond in River- 15 Lakhના હીરાવાળી બેગ ચોરોએ નદીમાં ફેંકી

તમે આ વાંચી શકો છો: Travel gifts for Suratis : રૂ 100 માં આખો મહિનો સુરતભરમાં કરો મુસાફરી

SHARE

Related stories

Latest stories