HomeGujaratMeeting for BOARD EXAM in Surat SMC : બોર્ડ પરીક્ષાને લઈ અગત્યની...

Meeting for BOARD EXAM in Surat SMC : બોર્ડ પરીક્ષાને લઈ અગત્યની મિટિંગ યોજાઈ -India News Gujarat

Date:

BOARD EXAM ને લઇ મનપામાં મિટિંગ યોજાઈ -India News Gujarat

ગુજરાતભરમાં આગામી 28 મી તારીખથી ધોરણ 10 અને 12 ની BOARD EXAM શરૂ થઈ રહી છે. ત્યારે 2 વર્ષ બાદ વિદ્યાર્થીઓ BOARD EXAM આપશે. ત્યારે સુરત શહેરની સ્થિતિ કાંઈક અલગ જ જોવા મળી રહી છે.

હાલમાં સુરતમાં મેટ્રોનું કામ પણ ચાલી રહ્યું છે. અને સુરતમાં રોડ રસ્તા અને ડ્રેનેજનું કામ ચાલી રહ્યું છે. ત્યારે સુરત મનપા દ્વારા BOARD EXAM ને લઈને આજરોજ અગત્યની મિટિંગ યોજાઈ હતી.મિટિંગમાં સુરત પોલીસ કમિશનર પાલિકાના મેયર કમિશનર અને બોર્ડના શિક્ષણ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.અને વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્રો સુધી પહોંચવા અગવડતા ન પડે માટે આ મિટિંગ યોજાઈ મિટિંગ. જેમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. – Latest News

 આ મુદ્દાઓ પર થઇ ખાસ ચર્ચાઓ -India News Gujarat

  • મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે ડાયવર્ઝન જાહેર કરાયેલા રસ્તા પર ટ્રાફિક રહેતો હોવાથી પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી વિશેષ પોઇન્ટ ઊભા કરશે.
  • મહાનગરપાલિકાનું વહીવટીતંત્ર સુરત પોલીસ સાથે સંકલન સાધીને પરીક્ષા કેન્દ્રો પાસે ટ્રાફિક કર્મચારીઓને ફરજ પર હાજર રખાશે
  • વિવિધ રૂટ પર વધારાના ટ્રાફીક પોલીસ કર્મીઓ અને ટીઆરબી જવાનોની વ્યવસ્થા ગોઠવવા નક્કી કરાયું હતું.
  • શાળા કેન્દ્ર ઉપર વિદ્યાર્થીઓ કોઈ પોતાની હોલ ટિકિટ લીધા વગર પહોંચે તો વોટ્સઅપ ઉપર તેમના વાલી પાસેથી હોલ ટિકિટ મંગાવવામાં આવશે.
  • પરિવારના લોકોને હોલ ટિકિટ લઈને શાળા પહોંચવાનું કહેવામાં આવશે.
  • કોઈ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર આવવા જવા માટે પ્રોબ્લેમ થાય તો શું કરવું ક્યાં કોલ કરવો તે તમામ બાબતે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી.– Latest News

વિધાર્થીઓને અગવડતા ન પડે તે માટે પગલાં લેવામાં આવશે

 -India News Gujarat

BOARD EXAM ની મીટીંગમાં SMCના અધિકારીઓ , પદાધિકારીઓ, સૂરત પોલીસ કમિશનર, ટ્રાફિક પોલીસ શાખાના અધિકારીઓ ,પોલીસ કમિશ્નર,DEO ,શાળાના આચાર્યો હાજર રહ્યા હતા. આ મિટિંગમાં શાળાના આચાર્ય તેમજ પોલીસ કમિશનર તમામના વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને સૂચનો લેવામાં આવ્યા હતા. અને હવે આ સૂચનોને ધ્યાને લઇ મનપા દ્વારા BOARD EXAM દરમિયાન વિધાર્થીઓને અગવડતા ન પડે તે માટે પગલાં લેવામાં આવશે.

તેમાં પણ મહત્વનું એ છે કે સુરતનો રિંગ રોડ પણ બે મહિના માટે બંધ કરવામાં આવ્યો છે. જે મુખ્ય માર્ગ છે જેથી વિદ્યાર્થીઓને કોઇ મુશ્કેલી ન પડે, સાથે જ કોઈ વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર પર આવવા જવા માટે પ્રોબ્લેમ થાય તો શું કરવું ક્યાં કોલ કરવો તે તમામ બાબતે ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. મહત્વની વાત એ છે કે સુરત ટ્રાફિક દ્વારા પણ મહત્વના પોઈન્ટો પર વધારે માણશો રાખવામાં આવશે અને વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં અટવાય નહીં તેની તકેદારી રાખવામાં આવશે. – Latest News

તમે આ વાંચી શકો છો: IPL2022- દિલ્હી કેપિટલ્સ દિગ્ગજ ખેલાડી શરૂઆતની મેચોમાં ના રમે

તમે આ વાંચી શકો છો: exposed to selling narcotic drugs : સુરતમાં નશાકારક દવા વેચાણનો પર્દાફાશ

 

SHARE

Related stories

Latest stories