HomeGujaratMD Drugs Caught From Kosamba : કોસંબામાંથી મળી આવ્યું MD ડ્રગ્સ, બે...

MD Drugs Caught From Kosamba : કોસંબામાંથી મળી આવ્યું MD ડ્રગ્સ, બે ઈસમ ડ્રગ્સ સાથે પોલીસના હાથે ઝડપાયા – India News Gujarat

Date:

MD Drugs Caught From Kosamba : સુરતથી ડ્રગ્સ લાવી કોસંબામા કરતાં હતા છૂટક વેચતા પોલીસે કુલ 1.50 લાખનો મુદ્દામાલ કબજે કર્યો.

8.87 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ

સુરતના કોસંબા વિસ્તારમાંથી 8.87 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (MD ડ્રગ્સ ) મળી આવતા ફફડાટ મચી ગયો હતો. જોકે કોસંબા પોલીસ અને એસ.ઓ.જી પોલીસના સંયુક્ત ઓપરેશન કરી એમ.ડી ડ્રગ્સ સાથે બે સગા ભાઈને ઝડપી પાડ્યા છે.

MD Drugs Caught From Kosamba : ફ્લેટ ભાડે રાખી બે મહિનાથી છૂટક એમ.ડી ડ્રગ્સ વેચતા હતા

કોસંબા પોલીસના કબ્જામાં દેખાતા આ બંને યુવકો એકનું નામ શહેજાદખાન ઉર્ફ સેઝુ પઠાણ અને બીજાનું નામ સાહીલ ખાન છે. આ બંને સૉર્ટકટમા પૈસાદાર થવા માટે ગુનાખોરીનો શોર્ટકટ રસ્તો પકડ્યો હતો. સુરતના માવિયા કુરેશી નામના ઈસમ પાસેથી એમ.ડી ડ્રગ્સ લાવી કોસંબાના ખાનજી પટેલની ચાલમાં આવેલ ફ્લેટ ભાડે રાખી બે મહિનાથી છૂટક એમ.ડી ડ્રગ્સ વેચતા હતા. આ બાતમી કોસંબા પો.સ્ટેના પી.આઈ એ.ડી. ચાવડાને મળતા એસ.ઓ.જી પોલીસને સાથે રાખી રેડ કરી હતી.. જેમાં ફ્લેટ માંથી 1.50 લાખની કિંમતનું 9.87 ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે બેને ઝડપી પાડ્યા હતા. આરોપીની પૂછપરછમા ડ્રગ્સ આપનાર માવિયા કુરેશીનું નામ બહાર આવ્યું હતું. જોકે કોસંબાની આ ઘટના જોતા સુરત ગામ્ય વિસ્તારમાં પણ નસીલા પ્રદાર્થ મોટા પ્રમાણ ઘુસ્યા હોય એવું લાગી રહ્યું છે. ત્યારે રાજ્યના ડી.જી.પીએ નાર્કોટિક્સના ગુના મુદ્દે પોલીસને કડક હાથે કામગીરી કરવા સૂચના આપી છે.

કુલ 1 લાખ 50 હજાર 400નો મુદ્દામાલ કબ્જે લીધો

પોલીસે બંને પાસેથી 11 હજાર રોકડા, 40 હજારના બે મોબાઇલ મળી કુલ 1 લાખ 50 હજાર 400નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. પોલીસે ઉપરોક્ત બંને ભાઇઓની અટક કરી જેમની પૂછપરછ કરતા સુરત કોસાડનાં રહિશ બંને ભાઇઓ સુરતથી માવીયા કુરેશી પાસેથી ડ્રગ્સનો જથ્થો લાવી એક બીજાની મદદગારીથી ડ્રગ્સનો જથ્થો છુટકમાં વેચાણ કરતા હતા. જોકે પોલીસે ઉપરોક્ત બંને ભાઇઓ સાથે સાથે માલ પુરો પાડનાર માવીયા કુરેશીની સામે ગુનો દાખલ કરી પોલીસે માવીયા કુરેશીને વોન્ટેડ જાહેર કર્યો હતો.

તમે આ પણ વાંચી સકો છો :

Organ Donation: 28 વર્ષિય બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી પાંચનું જીવન પ્રકાશમય બનશે 

તમે આ પણ વાંચી સકો છો :

Fishermen Clan: ભાડભૂત બેરેજ યોજનાની કામગીરી સ્થળે વિરોધ પ્રદશન, સમાજને ન્યાય મળે માટે કરી રજુઆત 

SHARE

Related stories

Latest stories