MD Drugsના જથ્થા સાથે સુરતમાં ત્રણ ઝડપાયા–India News Gujarat
MD Drugsનું વેંચાણ કરવા માટે સુરત શહેરમાં ત્રણ વ્યક્તિ ફરી રહ્યાની બાતમી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓને મળી હતી. જેના આધારે પોલીસે સુરત શહેરના પુણાગામ કાંગારુ સર્કલ પાસેથી ફોરવ્હીલર ગાડીમાં ગેરકાયદેસર MD Drugsના રૂપિયા 6 લાખની કિંમતના 60 ગ્રામથી વધુના જથ્થા સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી છે.-India News Gujarat
MD Drugs વેંચવા માટે મોંઘીદાટ ફોર્ચ્યુનર કારમાં ફરતા હતા-India News Gujarat
MD Drugsના વેંચાણ માટે આ ત્રણેય આરોપીઓ પોલીસને શંકા ન જાય એટલા માટે મોંઘી દાટ એવી ફોર્ચ્યુનર કારમાં MD Drugsની હેરાફેરી કરતા હતા. પોતાની સાથે MD Drugsના નો ખૂબ ઓછો જથ્થો મુંબઈથી લાવીને સુરતમાં અલગ અલગ જગ્યા પર MD Drugsનું વેચાણ કરતા હતા.-India News Gujarat
MD Drugs સાથે કોણ કોણ ઝડપાયા-India News Gujarat
MD Drugsનો જથ્થો લઇને ત્રણ ઇસમો ફોર્ચ્યુનર કારમાં સુરતના પુણાગામ કાંગારૂ સર્કલ પાસેથી પસાર થવાના છે એવી બાતમી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. અઝરૂદ્દીન ઉર્ફે અજજુ નામનો એક ઇસન ફોર્ચ્યુનર કારમાં પ્રતિબંધિત એવા MD Drugsના જથ્થો લઈને તેના મિત્રો સાથે પુણાગામ કાંગારુ સર્કલ નજીકથી પસાર થવાનો છે. તેથી પોલીસે બાતમીના આધારે પુણાગામ કાંગારૂ સર્કલ પર વોચ ગોઠવી બાતમી વાળી કાર જ્યારે રસ્તા પરથી પસાર થઈ ત્યારે કાર ઊભી રખાવી કારની અંદર તપાસ કરતા ક્રાઈમ બ્રાન્ચને 60.73 ગ્રામ MD Drugs નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે MD Drugsના જથ્થા સાથે આરોપી અબ્દુલ રહેમાન પઠાણ, મોહમ્મદ હારુન અને ધરપકડ કરી હતી.-India News Gujarat
MD Drugs સાથે ઝડપાયેલો અઝરૂદીન વિરૂધ્ધ અન્ય ગુના પણ નોંધાયા છે-India News Gujarat
MD Drugsના જથ્થા સાથે ઝડપાયેલા આરોપી અઝરૂદીનની પોલીસે પુછપરછ કરતા તેની તપાસમાં સામે આવ્યું છે કે MD Drugsની હેરાફેરી કરતા પકડાયેલા અજજુ સામે અગાઉ સુરતના ઉમરા અને ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક એક અને લાલગેટ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયા છે. પોલીસની પૂછપરછમાં આરોપીએ કબુલાત કરી છે કે, તે મુંબઈથી થોડી થોડી માત્રામાં MD Drugsના ખરીદી કરીને સુરત લાવતો હતો અને ત્યારબાદ એક એક ગ્રામ MD Drugsનું સુરતના અલગ અલગ વિસ્તારમાં છૂટકમાં વેચાણ કરતો હતો.-India News Gujarat
આપ આ પણ વાંચી શકો છોઃ-Ukai Damના 13 દરવાજા ખોલાયા- જુવો વિડીયોમાં અદભૂત નજારો
આપ આ પણ વાંચી શકો છોઃ-GST on Dairy Products : હવે દહીં-પનીર અને લસ્સી પર GST