HomeGujaratMass Marriage In Kamrej : આદિવાસી-હળપતિ સમાજનો સમૂહ લગ્ન સમારોહ, સમૂહ લગ્નમાં...

Mass Marriage In Kamrej : આદિવાસી-હળપતિ સમાજનો સમૂહ લગ્ન સમારોહ, સમૂહ લગ્નમાં 35 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા – India News Gujarat

Date:

Mass Marriage In Kamrej : લગ્ન કરનાર તમામ કન્યાઑને કરિયાવર અપાયું સામાન્ય પરિવાર માટે સમૂહ લગ્ન આશીર્વાદ સમાન.

સમૂહ લગ્નએ આશિર્વાદ સમાન હોય

આજના યુગમાં લગ્ન પ્રસંગ ઘણો ખર્ચાળ બને છે અને ખોટી દેખાદેખી પાછળ આર્થિક ભીંસ વધતી જાય છે. દિવસે ને દિવસે મોંઘવારી પણ વધતી જાય છે, જેના કારણે આ સમયમાં સમૂહ લગ્નએ આશિર્વાદ સમાન હોય છે. સુરત જીલ્લાના કામરેજ તાલુકાના વિહાણ ગામ ખાતે હળપાપતી-આદિવાસી સમાજ દ્વારા સમૂહ લગ્નનુ આયોજન કરવામાં આવ્યું હતુ.

35 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં

સમૂહ લગ્ન એ દરેક સમાજ ના સામાન્ય લોકો માટે આશીર્વાદ સમાન છે જેનો દરેક સમાજે સ્વીકાર કર્યો છે તેમજ દરેક સમાજ દર વર્ષે તેનું આયોજન કરે છે. સમૂહ લગ્નના લીધે માણસોના સમય અને ખર્ચમાં બચત થાય છે. ત્યારે કામરેજ તાલુકાના વિહાન ચોકડી ખાતે કામરેજ તાલુકા હળપતિ- આદિવાસી સમાજ સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજિત આ સમૂહ લગ્નમાં 35 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. નવ દંપતીઓને આર્શીવાદ આપવા કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને સરકારના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા, બારડોલી લોકસભાના સાંસદ પ્રભુ વસાવા, કામરેજ તાલુકા ભાજપ પ્રમુખ બળવંત પટેલ, રસિક પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી હિરેન પટેલ સહિતના આગેવાનો પહોચ્યા હતા અને દામ્પત્ય જીવન ખુશખુશાલ રહે તેવા આશીર્વાદ આપ્યા હતા.

Mass Marriage In Kamrej : સમાજના દાતાઓનો ખૂબ સારો સાથ સહકાર રહ્યો

આયોજિત આ સમૂહ લગ્નમાં અંદાજિત 10 હજારથી વધુનું માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. જમણવારથી માંડી મહેમાનોને ગરમી ન લાગે તે માટે મંડપમાં ફુવારાની પણ વ્યવસ્થાઓ કરાઈ હતી. સમૂહ લગ્નમાં ભાગ લેનાર કોઈ વ્યક્તિને અગવડતા ન પડે તે માટે સુરત જિલ્લા પંચાયતના દંડક મુકેશ રાઠોડ, તાલુકાના અગ્રણી પરેશ ઇટાલીયા, વિરલ રાઠોડ સહિતના આગેવાનો ખડેપગે હાજર રહ્યા હતા. જિલ્લા પંચાયતના દંડક મુકેશ રાઠોડઍ જણાવ્યું હતું કે કામરેજ, બારડોલી સહિતના વિસ્તારો માંથી લોકો આ સમૂહ લગ્નમાં આવ્યા હતા. દરેક દીકરીઓને બેડ, કબાટ, ખુરશી સહિતની જીવન જરૂરિયાત વસ્તુઓ કરિયાવરમા આપવામાં આવી છે. દરેક સમાજના દાતાઓનો ખૂબ સારો સાથ સહકાર રહ્યો છે. જે સાથેજ હળપતિ-આદિવાસી સમાજનો દ્વિતિય સમૂહ લગ્ન કાર્યક્રમ ખૂબ ધૂમધામથી સંપન્ન થયો હતો.

તમે આ પણ વાંચી સકો છો :

Priyanka Gandhi in Valsad : નરેન્દ્ર મોદી પર પ્રિયંકા ગાંધીના શાબ્દિક પ્રહાર, કહ્યું 10 વર્ષનો રિપોર્ટ કાર્ડ નથી, હિંદુ મુસ્લિમની વાતો કરે છે !

તમે આ પણ વાંચી સકો છો :

Amit Shah: અમિત શાહ ગુજરાતનાં પ્રવાસે, જામકંડોરણામાં સભા સંબોધી

SHARE

Related stories

Latest stories