HomeGujaratMan Attacked By 5 People : પુણા કુંભારિયા રોડ પર સારોલી વિસ્તારનો...

Man Attacked By 5 People : પુણા કુંભારિયા રોડ પર સારોલી વિસ્તારનો બનાવ, પાંચથી વધુ અજાણ્યા ઈસમો દ્વારા યુવક પર હુમલો કરાયો – India News Gujarat

Date:

Man Attacked By 5 People : પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરુ કરી. ફાયરિંગ કરી તમામ હુમલાખોર જુદીજુદી દિશામાં ફરાર.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો

શહેરના પુણા કુંભારિયા રોડ પર સારોલી વિસ્તારમાં આવેલ ભરત કેન્સર હોસ્પિટલની બહાર પાંચ ઈસમો દ્વારા એક યુવક પર ફાયરિંગ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી છે. બનાવની જાણ થતાની સાથે જ એસીપી સહીત પુણા તથા સારોલી પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

યુવક પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું

સુરતના સારોલી વિસ્તારમાં કેટલાક અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ફાયરિંગ કરવાની ઘટના બનતા પોલીસ દોડતી થઈ હતી.. આ બનાવવામાં યુવકને કોઈપણ પ્રકારની ઇજા ન થઈ હોવાનું જાણવા મળ્યું છે. જોકે ફાયરિંગ બાદ હુમલાખોરો અલગ અલગ દિશામાં રવાના થઈ ગયા હતા. જેથી હાલ તો પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે. બનાવની વિગત એવી છે કે પુણા કુંભારિયા રોડ પર ભરત કેન્સર હોસ્પિટલની બહારથી એક યુવક પસાર થતો હતો ત્યારે ચારથી પાંચ અજાણ્યા ઈસમો અચાનક જ તેમની પાસે આવ્યા હતા અને યુવક પર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. સદનસીબે યુવક બચી ગયો હતો. ફાયરિંગ કરાયેલા રાઉન્ડની કારતૂસ ઉછળીને ભરત કેન્સર હોસ્પિટલના કેમ્પસમાં પડતા અફરાતફરી મચી જવા પામી હતી. ફાયરીંગના અવાજને પગલે આજુબાજુના લોકોમાં પણ ફફડાટ ફેલાયો હતો.

Man Attacked By 5 People : અન્ય હુમલાખોરો અલગ અલગ દિશામાં ફરાર થઈ ગયા હતા

યુવક પર ફાયરિંગ કર્યા બાદ પાંચેય ઈસમો પૈકી બે ઈસમો ભરત કેન્સર હોસ્પિટલના પાર્કિંગમાંથી બીજા ગેટમાંથી ફરાર થઈ ગયા હતા. જ્યારે અન્ય હુમલાખોરો અલગ અલગ દિશામાં ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાની સાથે જ એસીપી તથા સારોલી તથા પુણા પીઆઇ અને ડીસ્ટાફ સહીત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. હાલ તો પોલીસે ભરત કેન્સર હોસ્પિટલના સીસીટીવી ફૂટેજના આધારે સમગ્ર દિશામાં હુમલાખોરોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.

તમે આ પણ વાંચી સકો છો :

‘Beti Padhao’ Scholarship/આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ ‘બેટી પઢાઓ’ શિષ્યવૃત્તિ પહેલને આગળ ધપાવવા માટે પ્રોટેઈન સાથેનું જોડાણ રિન્યુ કર્યું

તમે આ પણ વાંચી સકો છો :

MahaShivratri: મહારાષ્ટ્રના ઝાઈ માં શિવરાત્રીની વિશેષ ઉજવણી કરવામાં આવી

SHARE

Related stories

Latest stories