અરબ સાગરમાં ઉઠેલું ડિપ ડિપ્રેશન મંગળવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું હતું. આ તોફાનનું નામ નિર્સગ છે નિસર્ગ વાવાઝોડાના પગલે રાજ્ય પર સંકટ મંડરાઈ રહ્યું છે. જો કે રાજ્યના દરિયાકંઠા વિસ્તારને એલર્ટ કરવામાં આવ્યા છે અને વહીવટીતંત્ર પણ સતર્ક છે.. નિચાણવાળા વિસ્તારમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે.. નિસર્ગ વાવાઝોડાની અસર દક્ષિણ ગુજરાત પર વધુ જોવા મળશે તેવી સંભાવના છે. જો કે નિસર્ગ વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ ફંટાયું છે. અને 13 કિમી/ કલાકની ઝડપે મહારાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે.. તો અલીબાગથી 200 કિમી દક્ષિણ- દક્ષિણ પશ્ચિમમાં હતું. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વાવાઝોડું બપોરે મહારાષ્ટ્રના રાયગઢના હરિહરેશ્વર ને દમણ વચ્ચે 110 કિમી/કલાકની ઝડપે અથડાશે. ત્યાંથી થઈને પહેલા ઉત્તરમુંબઈ, પાલઘરથી થઈને દક્ષિણ ગુજરાત તરફ આગળ વધશે.. ઉલ્લેખનીય છે કે મુંબઈ પર 129 વર્ષ બાદ વાવાઝોડાનું સંકટ મંડરાઈ રહ્યું છે. જો કે ગુજરાતમાં પણ અગાઉ 8 વાવાઝોડા આવ્યા હતા જેમાંથી પાંચ ઓમાન તરફ ફંટાયા હતા અને 3 અરબી સમુદ્રમાં ફંટાઈ ગયા હતા..
#WATCH Maharashtra: NDRF (National Disaster Response Force) team has been deployed at Versova beach in Mumbai, in view of impending adverse weather. #CycloneNisarga pic.twitter.com/QruD0DZjqy
— ANI (@ANI) June 3, 2020
હવામાન વિભાગની આગાહીના પગલે મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર સતર્ક છે અને તકેદારીના ભગારૂપે વહિવટીતંત્ર દ્વારા તમામ પલગા લેવામાં આવ્યા છે જો કે વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ ફંટાયું છે પરંતુ ગુજરાત પરથી સંકટ ટળ્યું નથી. નિસર્ગ વાવાઝોડાની ગુજરાતમાં તીવ્ર અસર દેખાઈ રહી છે તેમજ વિવિધ જિલ્લાઓમાં હળવેથી ભારે વરસાદ શરૂ થયો છે જો કે અસહ્ય ગરમીમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે