HomeGujarat'Maha Aarti' At Tapi River : રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યા તાપીના...

‘Maha Aarti’ At Tapi River : રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યા તાપીના તટે 2 લાખથી વધુ દીવડા પ્રગટાવી માહાઆરતી – India News Gujarat

Date:

‘Maha Aarti’ At Tapi River : દિવડાથી રામમંદિરની પ્રતિકૃતિઓ બનાવી. પ્રાણ પ્રતિષ્ઠા અભિજીત મુહૂર્તમાં કરવામાં આવશે.

શોભાયાત્રા સહિત અનેક કાર્યક્રમોનું આયોજન

અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા થવાની છે. જેના પગલે ગુજરાત સહિત સમગ્રદેશ રામની ભક્તિમાં રંગાઈ ગયો છે. રાજ્યના વિવિધ શહેરોમાં શોભાયાત્રા સહિત અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરતમાં સૂર્યપુત્રી તાપી નદી કિનારે પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વ સંધ્યાએ “તાપી નમસતુંભયમ” અંતર્ગત. બે લાખ દિવડાની પ્રગટાવી મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભવ્ય આતશબાજી કરવામાં આવી

સૂર્યપુત્રી તાપી નદીના ઘાટ પર બે લાખથી વધુ દીવડા પ્રગટાવીને ભવ્ય દીપોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી જરદોશ, રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિત મેયર, પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આકાશમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. જયશ્રી રામના નારા લાગ્યા હતા. ભગવાન શ્રીરામને આવકાર ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા. પરિણામે તાપી કિનારે નયનરમ્ય દ્દશ્યો જોવા મળ્યા હતા.

‘Maha Aarti’ At Tapi River : કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું

દિવડા વડે ભવ્ય રામમંદિરની, જય શ્રીરામ, હનુમાન, સ્વસ્તિક, ૐ, જય તાપી સહિતની વિવિધ પ્રતિકૃતિ બનાવવામાં આવી હતી. મહા-આરતીના કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં રાજ્યગૃહ મંત્રી હર્ષ સંઘવી સહિત મેયર, પાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત હર્ષ સંઘવીના હસ્તે અયોધ્યામાં રામ મંદિર બનાવવા માટે લડત ચલાવનાર કાર સેવકોનું સન્માન કરવામાં આવ્યું. બીજી તરફ સુરક્ષાના કારણોસર સૂર્યપુત્રી તાપી નદી કિનારે પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

12 વાગ્યાને 29 મિનિટ 8 સેકન્ડથી 12 વાગ્યે 30 મિનિટ 32 સેકન્ડ સુધી અભિજીત મુહૂર્ત

પ્રભુ શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ અભિજીત મુહૂર્તમાં કરવામાં આવ્યો હતો. 22 જાન્યુઆરી બપોરે 12 વાગ્યાને 29 મિનિટ 8 સેકન્ડ થી 12 વાગ્યે 30 મિનિટ 32 સેકન્ડ સુધી અભિજીત મુહૂર્ત હતું. આને આ મુહૂર્ત શ્રેષ્ટ હોવાથી પ્રભુ શ્રી રામના આગમનની ઘડી આજ મુહૂર્ત માં નક્કી કરાય હતી. આ મુહૂર્ત 84 સેકન્ડનું હતું. દેશભરમાં આ પાવન દિવસે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. અને સમગ્ર દેશ અને દુનિયા આ ક્ષણે રામમય બની ગઈ હતી.

તમે આ પણ વાચી શકો છો :

Incomplete Ayodhya Ram Mandir : શાસ્ત્રોથી વિપરીત જીવનની પવિત્રતા, ક્યારેક મંદિરને અધૂરું માનવામાં આવતું હતું, હવે PM મોદીના વખાણ

તમે આ પણ વાચી શકો છો :

Ayodhya Ram Mandir Inauguration : અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા અભિષેક માટે શણગાર અને ઉત્સાહ, જાણો વિશ્વ કેવી રીતે ઉજવી રહ્યું છે ઐતિહાસિક દિવસ! 

SHARE

Related stories

Latest stories