Lord Ram Hymn In Tribal Language: આદિવાસી ભાષામાં ભગવાન શ્રીરામનું ગીત
સામાજિક સંરસ્તાનો સંદેશ આપતું પારંપરિક ગીત
કોંકણી ભાષામાં ગવાયું ભગવાન રામનું ચરિત્ર
આદિવાસી ભાષામાં ભગવાન શ્રીરામ, માં શબરી અને ભગવાનના વનવાસ સહિત હિન્દુ સમાજમાં સમરસતા માટેનો મેસેજ આપતું એક ગીત હાલ ચર્ચાનો વિષે બન્યું છે. સ્થાનિક આદિવાસી ભાષામાં ભગવાન શ્રી રામ અને માતા શબરી સહિત સમરસતા અને ભગવાન શ્રી રામ ના જીવન ચરિત્ર સાથે જોડેલ આ આદિવાસી ભાષાનું પ્રચલીત ગીત હાલ આદિવાસી વિસ્તારોમાં ખુબ છવાઈ રહ્યું છે.
Lord Ram Hymn In Tribal Language: હિન્દુ સમાજમાં રામના ચરિત્રનો મહિમા ઉજાગર કરાયો
ભગવાન શ્રીરામ હમેશા ઊંચનીચ નો ભેદભાવ રાખ્યા વગર તમામ વર્ગના લોકો સાથે એક સમાન વ્યવહાર કરીને સમગ્ર સંસારમાં એક અનોખુ ઉદાહરણ પૂરું પાડ્યું હતું,, રાજા હોવા છતાં પણ સબરીના એઠાં બોર ખાયને સાથેજ કેવત સાથે મિત્રતા કરીને અનેકો એવા ઉદાહરણ એમના જીવન ચરિત્ર પરથી મળે છે જેમાં શ્રીરામ ભાંગવાં સર્વ બંધુ સમાન ની ભાવના વ્યક્ત કરતાં હોવાનું પ્રતીત કરાવતા હતા. આ ભાવને ઉજાગર કરતું આદિવાસી કોંકણી ભાષાનું આ ગીત હાલ ખૂબ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે પરંપરાગત આદિવાસી ભાષામાં ગવાયેલું આ ગીત જેમાં એની અર્થ થાય જેમકે
- રામ આપડો ભગવાન છે તેનાં જેવા ગુણવાન બનીયે.
- ભગવાન રામ પોતાના પિતાનું આજ્ઞાનું પાલન કરવા વનવાસમાં ગયાં – આજકાલ નાં છોકરાઓ પોતાના માં બાપનું માનતા નથી પોતાના બાપને મારવા ઊભા થાય છે અને મોટા બની જાય છે.
- શબરી બાઈ નાં એઠા બોર ખાધા અને ભગવાન રામે ઉંચ નીચનો ભાદેભાવ નથી રહ્યાં એટલે માતા શબરીની જેમ ભક્તિ કરવાની સિંખી જજો.
- આજકાલના છોકરાઓ પોતાનો સંસ્કૃતિ ધર્મ છોડી અન્ય ધર્મમાં જાય છે. આપની પૌરાણિક સંસ્કૃતિ પાળતા રહેજો અને રામ જેવા ગુણકારી બનતા રહો. એવો થાય છે
આ પણ વાચો:
આ પણ વાચો: