HomeGujaratLoot Of 3.50 Lakhs : ગાડીનો કાચ તોડી 3.50 લાખની ચીલ ઝડપમાં...

Loot Of 3.50 Lakhs : ગાડીનો કાચ તોડી 3.50 લાખની ચીલ ઝડપમાં 2 ઝડપાયા મહારાષ્ટ્રથી પોલીસ ટ્રાન્સફર વોરન્ટ પર બને ને લઇ આવી – India News Gujarat

Date:

Loot Of 3.50 Lakhs : 5 ઓગસ્ટ 2022 ના પાર્કિંગ માંથી 3.50 લાખની કરી હતી લુંટ મહારાષ્ટ્રના યવતમાલ ખાતે લૂંટની કરી કબૂલાત.

2 આરોપી ઝડપાઈ જવા પામ્યા છે

અંકલેશ્વરમાં 2022 માં થયેલ ગાડીનો કાચ તોડી 3.50 લાખની ચીલ ઝડપ કેસમાં 2 આરોપી ઝડપાઈ જવા પામ્યા છે. ફરિયાદી ગત 5 ઓગસ્ટ 2022 ના રોજ નવા બની રહેલા મકાન જોવા જતા પાર્કિંગ માંથી ગાડીનો કાચ તોડી 3.50 લાખની ચીલ ઝડપ થઇ હતી. મહારાષ્ટ્ર પોલીસે જીઆઇડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસ ટ્રાન્સફર વોરન્ટ પર બને ને લઇ આવી હતી. 

સીસીટીવી સહીત પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ સહીત ટીમ કામે લગાવી હતી

ગત 5 ઓગસ્ટ 2022 ના રોજ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં વિઝન સ્કૂલ નજીક ખુશ હાઇટ્સ નિર્માણ પામી રહ્યું છે. અંકલેશ્વર સરદાર પાર્કમાં રહેતા વેપારી હરેશ શંકરભાઈ પટેલ ખુશ હાઈટ્સમાં નિર્માણ પામેલા નવા મકાન જોવા ગયા હતા. એ પૂર્વે સરદાર પાર્કથી પત્ની ને બાળકને લઇ તેવો નીકળ્યા હતા. હરેશ શંકરભાઈ પટેલ પોતાની કાર ખુશ હાઇટ્સના પાર્કિંગમાં પાર્ક કરીને લોક કરીને નવું મકાન જોવા ગયા હતા. તે દરમિયાન ત્રણ જેટલા અજાણ્યા બાઈક સવાર ઈસમોએ નીચે પાર્કિંગમાં પાર્ક કરેલી કારનો કાચ તોડીને અંદર બેગમાં મુકેલા હરેશ પટેલના રૂપિયા 3,50 લાખ રૂપિયા ભરેલી બેગની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા. અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે અંગે સીસીટીવી સહીત પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ સહીત ટીમ કામે લગાવી હતી જ્યાં કોઈ કડી જોડાઈ ના રહી હતી.

Loot Of 3.50 Lakhs : અંકલેશ્વર કોર્ટમાં રજૂ કર્યા હતા

દરમિયાન ગતરોજ પહેલા મહારાષ્ટ્ર યવતમાલ ખાતે પોલીસ દ્વારા ફોન કરી જાણ કરી હતી જે અંકલેશ્વરમાં થયેલ 3.50 લાખ રૂપિયાની ચીલ ઝડપમાં ત્યાં ઝડપાયેલ બે લૂંટારુઓ કબૂલાત કરી છે. જે આધારે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ જીઆઇડીસી પી.આઈ. વી.એન.સગર દ્વારા એક ટીમ બનાવી યવતમાલ ખાતે મોકલી હતી. જ્યાં કોર્ટ માંથી પોલીસે ટ્રાન્સર વોરન્ટ મેળવી દિપક ધીરુભાઈ બજરંગી અને મયુર દિનેશભાઈ બજરંગીની અટક કરી અંકલેશ્વર લઇ આવી હતી અને વિધિવત ધરપકડ કરી અંકલેશ્વર કોર્ટમાં રજૂ કર્યા હતા તેઓ દ્વારા ચીલઝડપ કરી લઇ ગયેલ 3.50 રૂપિયા રિકવર કરવા માટે તેમજ અન્ય કોઈ ઈસમની સંડોવણી છે કે કેમ તેમજ અન્ય કોઈ ચીલ ઝડપ કે લૂંટને અંજામ આપ્યો છે. કેમ તે અંગે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની તજવીજ શરુ કરી હતી.

તમે આ પણ વાંચી સકો છો :

Visa Fraud: વિદેશ જવાની ઘેલછામાં પરિવાર છેતરાયો, 30 લાખ જેટલા રૂપિયાનો ચુનો લાગ્યો

તમે આ પણ વાંચી સકો છો :

Loksabha Elections: ‘ગુજરાતમાંથી સંત સમાજ માટે ચૂંટણીની ટિકિટ મળવી જોઈએ’

SHARE

Related stories

Latest stories