LokSabha Election BJP Campaigns : PM મોદી અને અમિત શાહ કરશે ધુંઆધાર પ્રચાર 4 ઝોનમાં રોડ-શો સાથે કરશે જનસભાઓ સંબોધિત.
5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન
લોકસભા ચૂંટણી-2024 અંતર્ગત ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 એપ્રિલે તમામ 26 લોકસભા બેઠકો પર મતદાન તેમજ 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન થશે. લોકસભા ચૂંટણીમાં બીજા ચરણનું મતદાન 26 એપ્રિલે થશે. ત્યારબાદ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત 27 એપ્રિલથી ગુજરાતમાં પ્રચાર અભિયાન શરૂ કરશે.
ઝોન દીઠ 2 જનસભાઓ કરશે અને એક રોડ-શો કરશે
ગુજરાતમાં ભાજપા દ્વારા આગામી 27 એપ્રિલથી ધમાકેદાર પ્રચાર અભિયાન શરૂ કરવાની શરૂઆત થશે.. આ અંગે મળતી માહિતી મુજબ વડાપ્રધાન મોદી અને અમિત શાહ 27 એપ્રિલથી ગુજરાતમાં પ્રચારની શરૂઆત કરશે. રાજ્યના ચાર ઝોન સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ઝોનમાં પીએમ મોદી ઝોન દીઠ 2 જનસભાઓ કરશે અને એક રોડ-શો કરશે. શહેરી વિસ્તારોમાં રોડ-શો, તો ગ્રામ્ય વિસ્તારોમાં જનસભા કરશે. બીજા ચરણના મતદાન બાદ પીએમ મોદી અને અમિત શાહ સાથે ભાજપના તમામ સ્ટાર પ્રચારક ગુજરાત આવશે. તમામ કેન્દ્રીય મંત્રીઓની સાથે ભાજપના તમામ મુખ્યમંત્રીઓ ગુજરાતમાં પ્રચાર કરશે. ભાજપના સ્ટાર પ્રચારક જંગી જનસભા, રોડ-શો, નુક્કડ સભા, ડોર-ટુ-ડોર પ્રચાર કરતાં દેખાશે. PM મોદી અને અમિત શાહ કરશે ધુંઆધાર પ્રચાર 4 ઝોનમાં રોડ-શો સાથે કરશે જનસભાઓ સંબોધિત.
LokSabha Election BJP Campaigns : ગુજરાતમાં અત્યારથી તૈયારી આરંભ કરી દેવામાં આવી
ગુજરાતની કેટલીક બેઠકો પર ઉમેદવારો ને લઈને કાર્યક્રતાના રોશને ઠારવા માટે ડેમેજ કંટ્રોલ કરવાનો પ્રયાસ પણ બીજેપીના દિગ્ગજ નેતાઓ દ્વારા કરવામાં આવશે સાથેજ મતદાનના અંતિમ ચરણમાં બંને ગુજરાતનાં નેતાનો ચુંટણી પ્રવાસ તમામ અડચણો દૂર કરીને તમામ કાર્યક્રતા નેતાઓ ભાજપાના ઉમેદવારને જીતાડવા કામે લાગી જાય એવા પ્રયાસો પણ કરવામાં આવશે.. મોદી અને અમિત શાહ બંને દિગ્ગજ નેતાના સંભવિત ચુંટણી પ્રવાસને કારણે સમગ્ર ગુજરાતમાં અત્યારથી તૈયારી આરંભ કરી દેવામાં આવી છે..
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Health Tips for Exercise : કસરત કરવાના આ ફાયદા છે જાણવા જેવા