HomeGujaratLocals complaint to the Commissioner of Police against the laborers - શ્રમિક...

Locals complaint to the Commissioner of Police against the laborers – શ્રમિક મજૂરો ના ત્રાસ, સ્થાનિક રહેવાસીઓએ પોલીસ કમિશનરને આવેદન આપ્યું – India News Gujarat

Date:

શ્રમિક મજૂરો ના ત્રાસથી સ્થાનિક રહેવાસીઓએ પોલીસ કમિશનરને આવેદન આપ્યું

Locals complaint to the Commissioner of Police against the laborers:રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર સરદાર સ્વિમિંગપુલ પાસેની સોસાયટીના સ્થાનિક રહેવાસીઓ એ આજ રોજ પોલીસ કમિશનરને આવેદન આપીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. જેમાં કોઠારીયા રોડ પાસે આવેલ સરદાર શોપિંગ સેન્ટર થી માસ્તર સોસાયટીમાં જવાના રસ્તા પર દાદીબાગ પાર્ક, અમૃત ધારા એપાર્ટમેન્ટ, આલીસા એપાર્ટમેન્ટ, મધુરમ પાર્ક, ગુલાબ નગર, રામ પાર્ક સહિતની સોસાયટીઓ આવેલી છે. આ સોસાયટીના રહીશોને હાલમાં પંદર-વીશ દિવસ થયા શ્રમિક મજૂરો, ચાની દુકાન, પાનની લારીવાળા, વડાપાઉં ની રેકડી વાળા દ્વારા આ રોડ ઉપર અડિંગો જમાવીને  રોડ ઉપર ઉભા રહેતા હોય છે શ્રમિક મજૂરો આ જાહેર જગ્યા પર બેસતા હોય જેથી સ્થાનીક રહેવાસીઓને બહારે જવા માટે ભારે હાલાકીનો સામનો વેઠવો પડે છે. India News Gujarat

પોલીસ કમિશનરને રજૂઆત

સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ ઘરની સામગ્રી લેવા જતી બહેનો દીકરીઓ ને આ જગ્યાએથી નીકળી શકાતું નથી. તેમજ થોડા સમય પહેલા શ્રમિક મજૂરો મોટી સંખ્યામાં તેના સમૂહના આગેવાનો સાથે આ રોડ ઉપર કાયમી એકઠા થવા ઉભા રહેવાનું આવેદન પોલીસ કમિશનરને કચેરી પર આપવા ગયેલા હતા. જેમાં શ્રમિક મજૂરોએ જણાવેલું કે આ જગ્યા ઉપર છેલ્લા 30 વર્ષથી આ વિસ્તારમાં એકઠા થાય છે. પણ એ વાત તદન ખોટી અને પાયાની છે. શ્રમિક લોકો છેલ્લા પંદર વીશ દિવસ થયા અહીં એકઠા થાય છે તે પહેલાં શ્રમિક મજૂરો કોઠારીયા રોડ પર આવેલ વીર ભગતસિંહજી શોપિંગ સેન્ટર પાસે એકઠા થતા હતા. તેથી કોમર્શિયલ વિસ્તારને કોઈ અચળરૂપ થતા નહોતા થોડાક સમયથી રેસીડેન્સ વિસ્તાર નજીક આવી જવાથી સ્થાનિક લોકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે તેવું સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું હતું.

બાળકોને અહીંથી નીકળવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે

શહેરના કોઠારીયા રોડ પર આ શ્રમિક મજૂરો અમારા વિસ્તારના બહેનો દીકરીઓ તથા બાળકોને અહીંથી નીકળવામાં ખૂબ જ મુશ્કેલી થાય છે. કારણ કે અહીં બેઠેલા શ્રમિકો મજૂરો તથા સામાજિક તત્વો અપશબ્દ બોલે છે. ત્યાં જાહેરમાં જુગારના આંકડા, વરલીના આંકડા રમે છે. અમુક શ્રમિકો નશાની હાલતમાં પણ પડીયા રહેતા હોય છે. અને જાહેરમાં લઘુ શંકા કરવાથી અમારી સોસાયટીના રહીશોને આ વિસ્તારમાં આવન જાવન કરવું ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેવી ઉગ્ર માંગ સાથે પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ ને લેખિત રજૂઆત કરવામાં આવી હતી.3

આ પણ વાંચો : અંબાજી ખાતે અનેક ગાયો માં Lumpy virus ની અસર દેખાઈ – INDIA NEWS GUJARAT

આ પણ વાંચો : Shashi Tharoor Met With Congress President Sonia Gandhi – શશિ થરૂર સોનિયા ગાંધીને મળ્યા – India News Gujarat

SHARE

Related stories

Latest stories