HomeGujaratLiquor License Fraud : દારૂ પીવાના લાયસન્સના નામે 6.28 કરોડ ખંખેરી લેવાયા...

Liquor License Fraud : દારૂ પીવાના લાયસન્સના નામે 6.28 કરોડ ખંખેરી લેવાયા – India News Gujarat

Date:

Liquor License Fraud : RTI એક્ટિવિસ્ટનો મોટો ખુલાસો. નવી સિવિલ હોસ્પિટલ દ્વારા પરમિટના નામે ઉઘાડી લુંટ. હેલ્થ પરમિટના નામે અભિપ્રાય આપવા 10 હજાર લેવાયા.

10327 લોકોને દારૂ પીવા અંગેની લાયસન્સ તેમજ મંજૂરી અપાઈ

રાજ્ય સરકારના નશાબંધી અને આબકારી વિભાગ દ્વારા દવારૂપે વર્ષ 2019થી વર્ષ 2023 સુધીમાં. 10327 લોકોને દારૂ પીવા અંગેની લાયસન્સ તેમજ મંજૂરી આપવામાં આવી છે. જે માટે સુરતીઓએ વિભાગને 9.35 કરોડ રૂપિયા જેટલી રકમ ચૂકવી દીધી છે. પરંતુ આ લાયસન્સ લેતા પહેલાં જરૂરી એવા મેડિકલ ચેક-અપના નામે સુરત નવી સિવિલ હોસ્પિટલ દ્વારા. સુરતીઓએ પાસેથી 6.28 કરોડની રકમ ગેરકાયદે રીતે ખંખેરી લેવામાં આવ્યા. હોવાના આક્ષેપ સુરતના આરટીઆઇ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવ્યા છે.

અરજદારો દ્વારા નશાબંધી અને આબકારી વિભાગમાં અરજી કરવામાં આવે

વિવાદોના ઘેરામાં રહેતી સુરત નવી સિવિલ હોસ્પિટનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. દવારૂપે દારૂ પીવા માટે અરજદારો દ્વારા નશાબંધી અને આબકારી વિભાગમાં અરજી કરવામાં આવે છે. જે બાદ નશાબંધી વિભાગ તરફથી લાઇસન્સ આપવા માટેની પ્રક્રિયા કરવામાં આવે છે. અરજદારો દ્વારા આ માટે કાયદેસરની 6000 રૂપિયા જેટલી ફી ચુકવવામાં આવે છે. અરજી કરનાર અરજદારે નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી મેડિકલ હેલ્થ ચેક-અપ અંગેનું પ્રમાણપત્ર પણ મેળવવાનું હોય છે. જોકે અરજદારો દ્વારા સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ હેલ્થ ચેક-અપ માટે કરવામાં આવેલ અરજીના નામે. હોસ્પિટલના સત્તાધીશો દ્વારા વર્ષ 2019થી વર્ષ 2023 સુધીમાં 10,307 લોકો પાસેથી. 6.28 કરોડ રૂપિયા જેટલી રકમ ખંખેરી લેવામાં આવી હોવાના આક્ષેપ થયા છે.

Liquor License Fraud : ચેક-અપના નામે રકમ ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવી

સુરતના આર.ટી.આઈ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવેલી આર.ટી.આઈ માં આ ખુલાસો થયો છે. આરટીઆઈમાં સામે આવેલા આંકડા મુજબ નવી સિવિલ હોસ્પિટલના સત્તાધિશો દ્વારા. અરજદારો પાસેથી મેડિકલ હેલ્થ ચેક-અપના નામે લેવામાં આવેલી કરોડોની રકમ ગેરકાયદેસર હોવાનો આરોપ. આરટીઆઇ એક્ટીવીસ્ટ સંજય ઇઝાવાએ કર્યા છે. આક્ષેપ છે કે નવી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો દ્વારા દારૂ લાયસન્સ મેળવવા માટે આવતા. અરજદારો પાસેથી મેડિકલ ચેક-અપના નામે આ રકમ ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવી છે.

2000 રૂપિયા જેટલી રકમ અધિનિયમ મુજબ નશાબંધી વિભાગને ચૂકવવામાં આવે

સંજય ઇઝાવાએ વધુમાં જણાવ્યું હતું કે, આ માટે મેડિકલ બોર્ડ ની અંદર મેડિકલ તપાસ કરાવવી જરૂરી હોય છે. જે દારૂ પીવાના લાયસન્સ મેળવવા પહેલા કરવાની હોય છે. જે માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તેની મેડિકલ હેલ્થ ચેક અપ કરવામાં આવે છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં આવેલી રોગી દર્દી કલ્યાણ સમિતિના નેજા હેઠળ આવા અરજદારોની મેડિકલ તપાસ કરવામાં આવે છે. જે દરમિયાન છેલ્લા પાંચ વર્ષમાં 10,327 અરજીઓ નવી સિવિલ હોસ્પિટલ દ્વારા મંજૂર કરવામાં આવી છે. જે તે અરજદાર દ્વારા 2000 રૂપિયા જેટલી રકમ અધિનિયમ મુજબ નશાબંધી વિભાગને ચૂકવવામાં આવે છે. પરંતુ સુરત સિવિલ હોસ્પિટલમાં આવતા આવા અરજદારો પાસેથી રોગી કલ્યાણ સમિતિ દ્વારા. 10000 રૂપિયા વધારાના ખંખેરવામાં આવી રહ્યા છે.

આરોગ્ય અને સ્વાસ્થ્યને સારું રાખવા માટે દારૂ પીવોએ કાયદાની વિરુદ્ધ

જ્યાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન રોગી કલ્યાણ સમિતિ દ્વારા સુરતીઓ પાસેથી. દારૂ પીવા માટેના મેડિકલ હેલ્થ ચેકઅપના નામે 6.28 કરોડ રૂપિયા જેટલી રકમ ખંખેરી લેવામાં આવી છે. જે તદ્દન ગેરકાયદેસર રીતે વસૂલવામાં આવી છે. આમ બંને વિભાગ તરફથી છેલ્લા પાંચ વર્ષ દરમિયાન દારૂ પરમીટના નામે. 15 કરોડથી વધુની રકમ સુરતીઓ પાસેથી લેવામાં આવી છે. જો કે આરોગ્ય અને સ્વાસ્થ્યને સારું રાખવા માટે દારૂ પીવોએ કાયદાની વિરુદ્ધ છે. પરંતુ તેમ છતાં સરકાર આ લાઇસન્સ ઇશ્યુ કરી રહી છે.

તમે આ પણ વાચી શકો છો :

Lok Sabha Elections: ‘મોદીને પસંદ કરો’, લોકસભા ચૂંટણી માટે ભાજપનું નવું અભિયાન શરૂ

તમે આ પણ વાચી શકો છો :

Mine Collapse: આફ્રિકાના માલીમાં ગેરકાયદેસર સોનાની ખાણ પડી ભાંગી, 70 થી વધુ લોકોના મોત

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories