HomeGujaratLift Accident In Surat's Vesu Area : વેસુમાં જે-9 કોમ્પલેક્ષની લિફ્ટ ખોટખાતા,...

Lift Accident In Surat’s Vesu Area : વેસુમાં જે-9 કોમ્પલેક્ષની લિફ્ટ ખોટખાતા, ત્રીજામાં માળે 4 વિધાર્થીઓ ફસાયા – India News Gujarat

Date:

વેસુમાં જે-9 કોમ્પલેક્ષની લિફ્ટ ખોટખાતા, ત્રીજામાં માળે 4 વિધાર્થીઓ ફસાયા

Lift Accident In Surat’s Vesu Area : ફાયર જવાનોએ ગંભીરતા દાખવી દરવાજો તોડી તમામને સહીસલામત બહાર કાઢયા.

દરવાજો નહીં ખુલતા વિધાર્થીઓ ગભરાઈ ગયા

વેસુ કેનાલ રોડ ઉપર આવેલ જે -9 કોમ્પ્લેક્ષના ત્રીજા માળ ઉપર આજે સવારે લિફ્ટ ખોટ ખાય જતા ચાર જેટલા વિધાર્થીઓ લિફ્ટ અંદર ફસાય ગયા હતા.લિફ્ટનો દરવાજો નહીં ખુલતા વિધાર્થીઓ ગભરાઈ ગયા હતા.જોકે સમયસર ઘટના અંગે જાણ કરવામાં આવતા ફાયર જવાનોનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને રેસ્ક્યૂની કામગીરી હાથ ધરી હતી.

વિદ્યાર્થીઓ ફસાતા લોકોના જીવ તાળવે ચોંટ્યા

ચાર વિધાર્થીઓ ફસાયેલા હોય ફાયર જવાનોએ ગંભીરતા દાખવી હતી અને લિફ્ટનો દરવાજો તોડી બધાને સહીસલામત બહાર કાઢી લેતા સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. ફાયરે પણ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન પાર પાડીને વિદ્યાર્થીઓને સહીસલામત બહાર કાઢતા વાલીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે સ્થળ ઉપર પહોંચેલા ફાયર જવાનોએ લિફ્ટમાં વિધાર્થીઓ ફસાયેલા હોય કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વગર સ્પ્રેડર અને ટોમબી ટૂલ જેવા સાધનો વડે લિફ્ટનો દરવાજો તોડી ચારે વિધાર્થીઓને સહીસલામત બહાર કાઢી લીધા હતા.જેથી બધાએ રાહત અનુભવી હતી.

Lift Accident In Surat’s Vesu Area : કોઈ વિધાર્થીએ તેમના શિક્ષકને ફોન કરીને જાણ કરી

ફાયર વિભાગના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વેસુ કેનાલ રોડ ઉપર જે-9 હાઈ સ્ટ્રીટ કોમ્પ્લેક્ષ આવેલું છે.દરમિયાન ચાર વિધાર્થીઓ 17 વર્ષીય જૈમિન ઠક્કર,18 વર્ષીય પ્રિયાંશી ટેલર,17 વર્ષીય ચાર્વી અગ્રવાલ અને માહી પટેલ આ તમામ વિધાર્થીઓ કોમ્પ્લેક્ષના ચોથા માળે આવેલ એક ટ્યૂશન ક્લાસીસ અભ્યાસ કરવા જાય છે.આજે સવારે ચારે લિફ્ટમાં ચોથા ચોથા માળે જઈ રહયા હતા.ત્યારે લિફ્ટ ત્રીજા માળ ઉપર જ અટકી ગઈ હતી.એટલું જ નહીં લિફ્ટનો દરવાજો નહીં ખુલતા વિધાર્થીઓ અંદર ફસાય ગયા હતા અને ઘબરાય ગયા હતા.ત્યારે કોઈ વિધાર્થીએ તેમના શિક્ષકને ફોન કરીને જાણ કરી હતી.જેથી શિક્ષક દ્વારા તાત્કાલિક ફાયર કંટ્રોલમા જાણ કરવામાં આવી હતી.જોકે લીફ્ટમેન પણ ત્યાં આવી ગયો હતી.પરંતુ તેનાથી પણ લિફ્ટનો દરવાજો ખુલ્યો નહીં હતો.

તમે આ પણ વાંચી સકો છો :

Filtered Water: 42 કરોડ નાં ખર્ચે તાપી નદીનું ફિલ્ટર પાણી ડીંડોલી થી સચિન માં પહોચ્યું

તમે આ પણ વાંચી સકો છો :

Ponam Madam Vijay Reli : ભાજપના ઉમેદવાર પૂનમ માડમ વિજય સંકલ્પ, અનુરાગ ઠાકોર મીડિયા સાથે કરી વાતચીત

SHARE

Related stories

Latest stories