HomeGujaratlicensees suspended : Surat કોર્પોરેશનની દુકાનોમાં ઝડપાયેલા અનાજ મામલે બે પરવાનેદારોના લાયસન્સ...

licensees suspended : Surat કોર્પોરેશનની દુકાનોમાં ઝડપાયેલા અનાજ મામલે બે પરવાનેદારોના લાયસન્સ સસ્પેન્ડ – India News Gujarat

Date:

અનાજના સંગ્રહમાં જવાબદાર ગણાતા પરવાનેદારોના licensees suspended 

Surat મહાનગરપાલિકાના ભેસ્તાન ખાતે આવેલા શોપીંગ સેન્ટરની 37, 38 અને 39 નંબરની બંધ રહેલી ત્રણ દુકાનોમાં મનપાના કર્મચારીઓની તપાસ દરમિયાન સરકારી અનાજ ગેરકાયદે રીતે સંગ્રહ કરાયેલું મળી આવ્યું હતું.

Surat ભેસ્તાનમાં SMC ના શોપિંગ સેન્ટરની બંધ દુકાનોમાં ગેરકાયદે રીતે સંગ્રહ કરાયેલા સરકારી અનાજનો જથ્થો મળી આવ્યા બાદ, જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તપાસના અંતે ભેસ્તાનના બે પરવાનેદાર આ ગેરકાયદે સરકારી અનાજના સંગ્રહમાં જવાબદાર ગણાતા બંને દુકાનનો પરવાનો 90 દિવસ માટે licensees suspended કરી દેવામાં આવ્યો હતા.

SMC ના શોપીંગ સેન્ટરમાંથી સરકારી અનાજનો જથ્થો ઝડપાતા આ બાબતે જિલ્લા પુરવઠા વિભાગ તરફ શંકાની સોય પણ તકાઈ હતી. ત્યારે હવે આ મામલે જવાબદાર પરવાનેદારનો licensees suspended કરવામાં આવ્યા બાદ હવે આ મામલે આગળ કેવા પગલા ભરાય છે એ જોવું રહ્યું. – LATEST NEWS SURAT

SMC તંત્ર સહિત જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી – India News Gujarat

આ ઘટનાની તપાસ મનપા તંત્ર સહિત જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા પણ હાથ ધરવામાં આવી હતી. તપાસના અંતે શોપીંગ સેન્ટરની દુકાનોમાં ગેરકાયદે રીતે સંગ્રહાયેલું સરકારી અનાજ ભેસ્તાનના પરવાનેદાર તારાબેન ધનસુખભાઈ પટેલની દુકાનનું હોવાનું બહાર આવતા જિલ્લા પુરવઠા અધિકારી અનીલ હળપતિ દ્વારા પરવાનેદાર તારાબેનનો યુ -70 નો પરવાનો 90 દિવસ માટે suspended કરી દેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે ઉધના ઝોનના ભેસ્તાન વિસ્તારમાં સુરત મહાનગર પાલિકાના શોપિંગ સેન્ટરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની ફરિયાદ એડિશનલ સીટી ઇજનેરને મળતા તેઓએ તાત્કાલિક તપાસ કરાવીને એસઆરપી જવાનોની ટીમ અને માર્શલ સિક્યુરિટીને સાથે રાખી ત્રણ દુકાનોમાંથી 300 અનાજની ગુણો કબ્જે લઇ ત્રણેય દુકાનો સીલ કરી દીધી હતી . જોકે આ તમામ અનાજનો જથ્થો સરકારી હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો હતો.– LATEST NEWS SURAT

  • સુરત મહાનગર પાલિકા દ્વારા બનાવી દેવામાં આવતા શોપિંગ સેન્ટરો સમયસર ફાળવણી કરવામાં ન આવતા અસામાજિક તત્વોનો અડ્ડો બની જતો હોય છે.
  • ઉધના ઝોનમાં પણ મનપાના શોપિંગ સેન્ટરમાં બનાવવામાં આવેલ દુકાનમાં અસામાજિક તત્વોએ કબ્જો કર્યો હોવાનું સામે આવ્યું હતું
  • અમરોલીમાં પણ આવી જ રીતે એક જ કોમ્પ્લેક્ષમાં 44 દુકાનો પર અસામાજિક તત્વો દ્વારા કબ્જો કરાયો હતો. 

ભેસ્તાનના  SMC ના શોપિંગ સેન્ટરમાંથી મળી આવેલા જથ્થામાં યુ -70 નંબરની દુકાનનું 34 કિલો મીઠું , ખાંડ 42 કિલો , ચોખા 823 કિલો અને ઘઉં 912 કિલો તથા યુ -116 ની દુકાનના 767 કિલો ચોખા વધારાના મળીને 30 ગુણ ઝડપાઈ હતી.ભેસ્તાનના પરવાનેદાર તારાબેન દ્વારા દુકાનનું સંચાલન રાજુ રાવ નામના વ્યક્તિને આપવામાં આવ્યું હતું. તથા કાર્ડ ધારકોને અનાજ ઓછું આપીને વધેલું અનાજ બારોબાર સગેવગે કરી દેવામાં આવતું હોવાનું બહાર આવ્યું છે. જે બાબત પણ તપાસનો વિષય બની રહે છે. – LATEST NEWS SURAT

તમે આ વાંચી શકો છો: Government grain scam? : 300 ગુણી અનાજ ઝડપાયું – India News Gujarat

તમે આ વાંચી શકો છો: Surat Bridge-બે મહિનામાં બ્રિજને પૂર્ણ કરવાની ગણતરી

SHARE

Related stories

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Say No To Drugs : ગુજરાતના દરિયાકાંઠે મોટા પ્રમાણ માં ઝડપાયું 500 કરોડ રૂપિયાનું ડ્રગ્સ

INDIA NEWS GUJARAT: દરિયા કિનારેથી ડ્રગ્સ મળવાનો સિલસિલો યથાવત,...

Latest stories