HomeBusinessSBI YONO APP- LIC IPOમાં પણ રોકાણ કરી શકાશે-India News Gujarat

SBI YONO APP- LIC IPOમાં પણ રોકાણ કરી શકાશે-India News Gujarat

Date:

SBI YONO App દ્વારા પણ LIC IPOમાં પણ રોકાણ કરી શકાશે, જાણો કેવી રીતે-India News Gujarat

  • SBI એ કહ્યું  છે કે જો તમે SBI YONO દ્વારા IPOમાં રોકાણ કરવા માંગો છો તો તમારે YONO એપમાં લોગિન કરવું પડશે.
  • લૉગિન કર્યા પછી તમે ‘ઇન્વેસ્ટમેન્ટ’ વિભાગમાં જઈ શકો છો અને ત્યાં ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલી શકો છો.
  • દેશની  સૌથી મોટી વીમા કંપની  લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો આઇપીઓ ( LIC IPO ) 4 મેના રોજ ખુલવા જઈ રહ્યો છે.
  • તમે  9 મે સુધી અરજી કરી શકો છો. આ IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 90% થી ઉપર ચાલી રહ્યું છે.
  • બજાર નિષ્ણાતો માની રહ્યા છે કે આ IPO એક જ ઝાટકે સારો નફો આપનાર સાબિત થશે.
  • જો તમે પણ LIC IPO માટે અરજી કરવા માંગો છો તો ડીમેટ એકાઉન્ટ દ્વારા રોકાણ કરી શકાય છે.
  • IPOમાં રોકાણ કરવાની ઘણી રીતો છે. જો તમે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના ગ્રાહક છો તો તમે SBI YONO એપ દ્વારા પણ IPO માટે અરજી કરી શકો છો.

YONO APP દ્વારા શું ટ્વીટ કર્યું ?

YONO APP દ્વારા અરજી કરો

  • સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) એ તેના ગ્રાહકોને LIC IPOમાં રોકાણ કરવા માટે SBI YONO એપનો ઉપયોગ કરવા કહ્યું છે. SBIએ પણ આ અંગે ટ્વીટ કર્યું છે.
  • SBI એ કહ્યું  છે કે જો તમે SBI YONO દ્વારા IPOમાં રોકાણ કરવા માંગો છો તો તમારે YONO એપમાં લોગિન કરવું પડશે. લૉગિન કર્યા પછી તમે ‘ઇન્વેસ્ટમેન્ટ’ વિભાગમાં જઈ શકો છો અને ત્યાં ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ ખોલી શકો છો.
  • એકવાર ડીમેટ ખાતું ખોલ્યા પછી તમે સરળતાથી LIC IPO માં રોકાણ કરી શકો છો. પ્રથમ વર્ષ માટે બેંક તમારી પાસેથી કોઈ ફી વસૂલશે નહીં.

LICનો IPO દેશનો સૌથી મોટો IPO છે

  • આ IPO 4 મેના રોજ સબસ્ક્રિપ્શન માટે ખુલશે અને 9 મે સુધી અરજી કરી શકાશે.
  • LIC IPOની પ્રાઇસ બેન્ડ 902 થી 949 રૂપિયા પ્રતિ શેર છે. 15 શેર લોટમાં મૂકવામાં આવ્યા છે. આ રીતે તમારે ઓછામાં ઓછા 14,235 રૂપિયાનું રોકાણ કરવું પડશે. આ IPO માટે અરજી કરવાની મહત્તમ મર્યાદા 14 લોટ છે. તેથી, તમારે વધુમાં વધુ રૂ. 1,99,290નું રોકાણ કરવું પડશે.
  • જો તમે LIC પોલિસીધારક છો તો તમને પ્રતિ ઈક્વિટી શેર પર 60 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે. એલઆઈસીના કર્મચારીઓને ઈક્વિટી શેર દીઠ 45 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

તમે આ પણ વાંચી શકો છો-

LIC IPO Update:રિટેલ રોકાણકારો માટે રૂ 45 ડિસ્કાઉન્ટ અને પોલિસી ધારકો માટે રૂ 60

તમે આ પણ વાંચી શકો છો-

LIC IPO:કદ ઘટાડાની છે સંભાવના

SHARE

Related stories

Latest stories