Letter To Surat Police Commissioner: સુરત શહેર પોલીસ કમિશનરને લખ્યો પત્ર
નાના વરાછા અને સરથાણા કામરેજ ટ્રાફિકની ક્રેન વાહન ચાલકોને ખોટી રીતે ટોઇંગ કરી તોડ કરવાનો આરોપ ધારાસભ્ય દ્વારા લગાવાતા પોલીસ બેડામાં હડકંપ મચી જવા પામી છે. ધારાસભ્યોએ પોલીસ કમિશ્નરને પત્ર લખી પોતાનો રોષ ઢાળવ્યો હતો.
ભાજપના ધારાસભ્યનો વધુ એક લેટર
સુરતના વરાછા વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણી પોતાના લેટર બોમ્બને લઈને દબંગની છાપ ધરાવે છે. અવાર-નવાર તંત્ર સામે ભાજપના જ ધારાસભ્ય હોવા છતાં લેટર લખતાં હોય છે. ત્યારે આ વખતે પોલીસ કમિશનરને ઉદ્દેશીને કુમાર કાનાણીએ લેટર લખ્યો છે. જેમાં તેમણે ટ્રાફિક પોલીસ દ્વારા ખોટી રીતે રત્નકલાકારો પાસેથી તોડ કરવામાં આવતાં હોવાના ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યાં છે.
Letter To Surat Police Commissioner: ટ્રાફિક પોલીસ પર રત્નકલાકારની તોડ કરવાનો આરોપ
ભાજપના ધારાસભ્યએ શહેર પોલીસ કમિશનરને પત્ર લખ્યો છે. જેમાં ધારાસભ્ય કુમાર કાનાણીએ પોલીસ પર તોડ કરવાનો આરોપ મુક્યો છે. ટ્રાફિક પોલીસ રત્નકલાકાર પાસે ખોટી રીતે તોડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જેમાં તેમણે નાના વરાછા અને સરથાણા કામરેજ ટ્રાફિકની ક્રેન વહાણ ચાલકોને ખોટી રીતે ટોઇંગ કરી તોડ કરવાનો આરોપ લગાવ્યો છે. સર્કલ-1 સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારની ક્રેન નં.1 દ્વારા ગેરકાયદેસર રીતે થતા વાહન ટોઈંગ બાબતે આરોપ લગાવવામાં આવ્યાં છે.
‘નાના માણસો લૂંટાઈ રહ્યાં છે’
કાનાણી દ્વારા પત્રમાં લખવામાં આવ્યું છે કે, વાહનોને ટોઈંગ કરીને અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવે છે. ત્યાં વાહન ચાલકો પાસે તોડબાજી કરવામાં આવે છે. જેના કારણે રત્નકલાકારો અને નાના માણસો લૂંટાઈ રહ્યાં છે. જેથી પોલીસ કમિશનર આ બાબતે તાત્કાલિક ઘટતું કરશે, તેમ કહેવામાં આવ્યું છે. ગતરોજ જ પોલીસ કમિશનર નિવૃત થયા છે. ત્યારે હવે નવા પોલીસ કમિશનર આવે તે પહેલા ચેલેન્જ શરૂ થઈ છે.
તમે આ પણ વાંચી શકો છો:
Arvind Kejariwal ED Summons: પાંચમી વખત EDના સમન્સ સમક્ષ હાજર નહીં થાય
તમે આ પણ વાંચી શકો છો: