Laughter yoga સગર્ભા મહિલાઓ દ્વારા વિશ્વ યોગ દિવસની પૂર્વ સંધ્યાએ અનોખી ઉજવણી-India News Gujarat
Laughter yoga સગર્ભા મહિલાઓ દ્વારા શ્રી તાપી બ્રહ્મચર્યાસભા ટ્રસ્ટ સંચાલિત ‘ઓજસ્વી ગર્ભ સંસ્કાર કેન્દ્ર’માં Laughter yoga આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વ સંધ્યાએ Laughter yogaની અનોખી ઉજવણી કરી હતી. આ કેન્દ્રના કાઉન્સેલર કૈલાશબેન કે. પટેલે જણાવ્યું કે, વૈદિક તથા વૈજ્ઞાનિક પદ્ધતિને અનુસરીને ચાલતા ઓજસ્વી ગર્ભસંસ્કાર કેન્દ્રમાં અમે સગર્ભા બહેનોને Laughter yogaનું મહત્વ સમજાવી નિયમિતપણે Laughter yoga અપનાવવા પ્રેરિત કરી છે. ગર્ભમાં રહેલ બાળકને વધુ ઓક્સિજન મળે તે માટે Laughter yoga સૌથી શ્રેષ્ઠ ગણાય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, બાળકનો ૮૦ ટકા બ્રેઈનનો વિકાસ માતાના ગર્ભમાં જ થતો હોય છે. એટલે જ સગર્ભા બહેનો દ્વારા બાળકના સંર્વાગી વિકાસ અને તેજસ્વી બાળક માટે ગર્ભ પ્રાર્થના, ગર્ભ ધ્યાન, ગર્ભસંવાદ, યોગ, પ્રાણાયામ, આસનો, મુદ્રાઓ, ગર્ભરક્ષા મંત્રો, લેફ્ટ બ્રેઈન-રાઈટ બ્રેઈન એક્ટિવિટી તેમજ આર્ટ એન્ડ ક્રાફ્ટ જેવી વિવિધ કરાવવામાં આવે છે. ઓનલાઈન અને ઓફલાઈન ચાલતા સંસ્કાર કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓમાં મહિલાઓ ઉત્સાહથી જોડાય છે.-India News Gujarat
Laughter yoga વિશે કૈલાસબેને શું કહ્યું ? -India News Gujarat
- Laughter yoga વિશે કૈલાસબેને કહ્યું કે,
- Laughter yoga આજની ફાસ્ટ અને અનિયમિત જીવનશૈલીમાં હ્રદયને વધુ મજબૂત બનાવવા તથા હ્રદય જીવનપર્યંત સ્વસ્થ-નિરોગી બની કાર્યરત રહે તે માટે જરૂરી છે
- Laughter yogaના માધ્યમથી વિશ્વ આજે તનાવપૂર્ણ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે, ત્યારે યોગને જીવનશૈલી સાથે જોડવું તે સમયની માંગ છે
- Laughter yoga સ્વાભાવિકપણે ગર્ભાવસ્થા દરમિયાન સગર્ભા બહેનોને સૌથી વધુ ફાયદા કારક છે
- Laughter yogaથી જો માતા ખુશ રહેશે તો એની હકારાત્મક અસર બાળકના મસ્તિષ્કની કોશિકાઓ પર પડશે Laughter yoga કરવાથી ગર્ભસ્થ બાળકના મગજનો સંપૂર્ણ વિકાસ થાય છે અને બાળક એક્ટિવ રહે છે
- Laughter yoga ડિપ્રેશનને ભગાડીને શરીરની ઈમ્યુનિટી અને બ્લડ સર્ક્યુલેશન પણ વધારે છે
- Laughter yogaથી ચહેરાની માંસપેશીઓ સક્રિય બને છે, તેથી મન ખુશ રહે છે
- Laughter yoga દ્વારા ભય અને સંકોચ પણ દૂર થાય અને સકારાત્મક લાગણીઓ ઉદ્દભવે છે -India News Gujarat