HomeGujaratમજૂર દિન LABOUR DAY :INDIA NEWS GUJARAT

મજૂર દિન LABOUR DAY :INDIA NEWS GUJARAT

Date:

મજૂર દિન LABOUR DAY

મજૂર દિન LABOUR DAY:અમેરિકા રાષ્ટ્રીય મજૂર સંઘે ઓગસ્ટ,1866માં અધિવેશન યુરોપના દેશોમાં મજૂરોનું શોષણ કરાતું ઘણી વખત 18 થી 20 કલાક મજૂરોને કામ કરવું પડતું આવું ન કરતા તો મજૂરી કાપી લેવામાં આવતી આમ આવા અન્યાય સામે યુરોપના દેશોમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિના પગલે માલિક અને મજૂર એમ બે વર્ગ પડયા અમેરિકા રાષ્ટ્રીય મજૂર સંઘે ઓગસ્ટ,1866માં પોતાના અધિવેશનમાં એવી માગણી મૂકી કે દિવસના ચોવીસ કલાકમાંથી આઠ કલાક મજુરી,આઠ કલાક સામાજિક કાર્યના અને આઠ કલાક વિશ્રામ માટે નિશ્ચિત હોવા જોઈએ.યુનિયનની આ ઘોષણાથી મજૂરોનું જોમ વધ્યું અને ધીરે-ધીરે આ માંગણી એ જોર પકડ્યું. આંદોલનનું કેન્દ્ર બનેલા શિકાગોમાં રોજ દેખાવો થવા લાગ્યા ફેકટરી માલિકો સામે મજૂરોએ વિદ્રોહ સાથે લલકાર પોકારી દીધો હતો..

મજૂરોનો વિદ્રોહ રક્તરંજિત

મજૂર દિન LABOUR DAY:આઠ કલાક કામની માંગણી સાથે મેકકોમિર્ક ફાર્મ મશીનરી કંપનીના શ્રમિકોએ 1લી મે,1886 ના ઐતિહાસિક દિવસે શિકાગો ખાતે હડતાળ પાડી ગુલામીની જંજીરોને તોડવા આગળ આવ્યા હતા 3જી મેના દિવસે એકસાથે લગભગ 45 હજાર કામદારો રોડ પર ઉતરી આવ્યા હતા મજુર નેતાઓના પ્રવચનો બાદ સભા પૂરી થવા આવી હતી ત્યાં જ પોલીસ આવી અને સામૂહિક હત્યાકાંડની કરૂણ ઘટના સર્જાઈ હતી પોલીસે કામદારો પર લાઠી ચાર્જ કરી ગોળીઓ વરસાવી દેતા 8 મજૂરો માર્યા ગયા હતા તથા કેટલાક ઘાયલ થયા હતા એકાએક ત્યાં પોલીસ ઉપર કોઈ કે બોમ્બ ઝીંકી દેતાં પોલીસ દેખાવકારો પર ગોળીબાર વરસાવી સેંકડો મજૂરો નું લોહી રેડાયું અને ત્યારથી કામદારો નો ઝંડો લાલ થયો અનેકો ની ધરપકડ કરાઈ અને દાવા ચાલ્યા, તેમાં કેટલાક મજૂર નેતાઓને આજીવન કેદની સજા થઇ અને ચાર કામદારોને ફાંસીએ લટકાવી દેવાયા પરંતુ આંદોલન અટક્યું નહિ…

મજૂરો ની એકતા અને અધિકારનો દિવસ : મે દિન

મજૂર દિન LABOUR DAY:14મી જુલાઈ 1889 ના આંતરરાષ્ટ્રીય સમાજ મજદૂર મહાસભાએ કામના આઠ કલાકની માંગણી દોહરાવી હતી તે સાથે સંસ્થાઓએ પહેલો ઠરાવ કરીને પછી વર્ષ અર્થાત 1લી મે 1890ને વિશ્વભરમાં મજૂર દિવસ તરીકે મનાવવામાં એલાન કર્યું ત્યારથી શ્રમજીવી વર્ગ ને ન્યાયી હકકો ની પ્રાપ્તિ માટે સંઘર્ષ અને બલિદાનની સ્મૃતિમાં દર 1 મે ના દિવસ મજૂર દિવસ તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવી રહ્યો છે આ દિવસથી કામના કલાકો નિયત કરવા,વ્યાજબી વેતન આપવા ,કામ ની પરિસ્થિતિ સુધારવા, ઠેક ઠેકાણે મજૂર આંદોલનો થતાં રહ્યા વર્ષો ની બાદ કામદારો- કર્મચારીઓને લાભદાયક અને કાયદા રચાયા.જેમાં બોનસ પ્રથા પ્રોવિડન્ટ ફંડ યોજના લાગુ થઈ અમુક દેશોમાં તો કામદારોની ભાગીદારી પ્રથા પણ અમલમાં આવી અને મજૂરો ને યોગ્ય સન્માન મળવાનું શરૂ થયું

1 મે ના દિવસના અન્ય પ્રસંગો

મજૂર દિન LABOUR DAY:1 મે નો દિવસ કામદારો ના “મે ડે” મજૂર દિન ઉપરાંત અન્ય દ્રષ્ટિએ પણ પ્રાસંગિક બની રહ્યું છે.ભાષાવાર પ્રાંતરચના ને પગલે 1મે 1960 ના મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર જેવા બે નવા રાજ્યનું સર્જન થયું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વિભાગ નિગમ (એસ ટી ) પણ આ દિવસે સ્થપાયું હતું. તો સંસ્થા કોંગ્રેસ જનતાદળ લોકશાહી કોંગ્રેસ,જનસંઘ, જનતાદળ, લોકશાહી કોંગ્રેસ અને ભારતીય લોકદળ એમ પાંચ રાજકીય પક્ષની એકતા દ્વારા બનાવેલો “જનતા પક્ષ” પણ 1 મે 1970ના અસ્તિત્વમાં આવ્યો હતો..

આ પણ વાંચી શકો :HISTORY OF GUJARAT-MAHARASHTRA DAY: ગુજરાત-મહારાષ્ટ્ર દિવસનો ઇતિહાસ: અલગ થવા બને રાજ્યોએ કરવું પડ્યું હતું આંદોલન, બંને રાજ્યોને જોઈતું હતું મુંબઈ

આ પણ વાંચી શકો :International Labour Day 2022:આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ 2022: શા માટે મજૂર દિવસ ઉજવવો, તેની શરૂઆત કેવી રીતે થઈ?

SHARE

Related stories

Latest stories