Kite String Slits Women’s Throat returning to home from office.
મોપેડ લઈ પસાર થતી હતી યુવતી
નાના વરાછા બ્રિજ નજીક મોપેડ લઈ પસાર થતી એક યુવતીનું પતંગની દોરી વચ્ચે આવી જતા ગળું કપાઈ જવાના કારણે મોત નીપજ્યું છે. પતંગની દોરીથી ગળું કપાતા ઈજાગ્રસ્ત થયેલી યુવતીને નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જોકે, જીવ બચાવી શક્યા ન હતા. સુરતમાં ચાલુ વર્ષે ગળું કપાઈ જતા મોતનો પ્રથમ બનાવ નોંધાયો છે.
વી/ઑ :- મૂળ અમરેલીના સાવરકુંડલાના કેરાળા ગામની વતની અને મોટા વરાછાના અબ્રામા રોડ પર અમૃત રેસીડેન્સી ખાતે રહેતી 22 વર્ષીય દિક્ષીતા ઘનશ્યામભાઈ ઠુમ્મર જ્વેલરી ડિઝાઈનીંગનું કામ કરતી હતી. બુધવારે સાંજે 6 વાગ્યા આસપાસ દિક્ષીતા મોપેડ પર સવાર થઈ નોકરી પરથી ઘરે જવા માટે નીકળી હતી. દિક્ષીતા નાના વરાછા બ્રિજનો ઢાળ ઉતરતી વખતે પતંગની દોરી આવતા 108માં ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જવાઇ હતી. તે પહોંચે તે પહેલા મોત નીપજ્યું હતું. દિક્ષીતાને નાની બહેન ક્રિનલ અને ભાઈ રોમિત છે. દિક્ષીતાનો આગામી 22 ફેબ્રુઆરીએ જન્મદિવસ આવવાનો હતો. તેણીને કુકિંગ, રિડીંગ અને ટ્રાવેલિંગનો શોખ હતો. સુરતમાં ચાલુ વર્ષે ગળું કપાઈ જતા મોતનો પ્રથમ બનાવ નોંધાયો છે.
IELTS માટે તૈયારી કરતી હતી યુવતી
દિક્ષીતાના પરિવારના સભ્યએ જણાવ્યું હતું કે, તેણીની 6 મહિના પહેલા જ સગાઈ થઈ હતી. બુધવારે તેને કોઈક ફંક્શનમાં જવાનું હોવાથી નોકરી પરથી ઘરે જવા 1 કલાક વહેલા નીકળી હતી. સાંજનો સમય હોવાથી પતંગની દોરી દેખાઈ ન હતી અને આ દુર્ઘટના સર્જાઈ હતી. દિક્ષીતાના પિતા હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા છે.બીકોમનો અભ્યાસ કરી ચુકેલી દિક્ષીતા IELTS માટે તૈયારી કરતી હતી.
તમે આ પણ વાચી શકો છો :
તમે આ પણ વાચી શકો છો :