Kinnerના સ્વાંગમાં ચોરી કરતી ટોળકી ઝડપાઇ:ક્રાઇમ બ્રાન્ચની ટીમે રૂ.બે લાખનો મુદામાલ કબજે કર્યો.-India News Gujrat
સુરત શહેરમાં બપોરના સમયે ઘરમાં એકલી મહિલાઓને મેલી વિદ્યાના નામે બેભાન કરીને લુંટ કરનારી ડુપ્લકેટ Kinner gangના ત્રણ સાગરીતોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે. આ ત્રણેય દ્વારા રાજ્યના અલગ અલગ શહેરોમાં પણ ગુના આચરવામાં આવ્યાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે. ઉપરાંત પોલીસે ટોળકી પાસેથી રૂપિયા બે લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો છે.-Latest News
મહિલાઓને મેલી વિદ્યાના નામે બેભાન કરી ચોરી કરતા હતા. -India News Gujrat
મહિલાઓને મેલી વિદ્યાના નામે બેભાન કરીને લુંટ કરતી Kinner gangએ સુરત શહેરમાં તાજેતરમાં જ વરાછા વિસ્તારના એક બંગલામાં સાસુ અને પુત્રવધુને કિન્નરે કેફી પદાર્થ વાળું પાણી પાઇને તેના ઘરમાંથી રોકડ રકમ અને સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ ઘટના બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ સતર્ક થઇ ગઇ હતી અને તપાસમાં લાગી હતી. વરાછામાં બનેલી ઘટનાનો ગુનો ઉકેલાયા બાદ તપાસમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી.-Latest News
ટોળકીએ રાજ્યના અનેક શહેરોમાં ગુના આચર્યા છે. -India News Gujrat
પોલીસે મહેશનાથ પરમાર, બાબુનાથ પરમાર અને રામ સેવક શર્મા નામના ત્રણ વ્યક્તિની ધરપકડ કરી હતી. આ ત્રણેય ઓટો રીક્ષામાં જતા હતા અને સાડી તેમજ બ્લાઉઝ પહેરીને કિન્નરના સ્વાંગમાં બપોરના સમયે એકલી રહેતી મહિલાઓના ઘરે જતા હતા. તેમજ આ Kinner gang મહિલાને પોતાની વાતોમાં ભોળવીને મેલી વિદ્યાની વાતો કરીને તેને ઘેની પદાર્થ ભેળવેલુ પાણી પાઇને બેભાન કરી દેતા હતા. બાદમાં ઘરમાંથી રોકડ રકમ અને સોના ચાંદીના દાગીના લુંટીને નાસી છુટતા હતા. પોલીસે આ બનાવટી Kinner gang પાસેથી રૂપિયા બે લાખથી વધારે કિંમતનો મુદામાલ કબજે કર્યો છે. તપાસમાં એવી વિગતો બહાર આવી છે કે, ટોળકી દ્વારા સુરત ઉપરાંત રાજકોટ, જામનગર, અમદાવાદ, વડોદરા, મોરબી, જુનાગઢ સહિતના અનેક શહેરોમાં આ પ્રકારની મોડસ ઓપરેન્ડી વાપરીને ચોરીઓ કરી હોવાની પણ તેમણે કબુલાત કરી છે.-Latest News
તમે આ પણ વાંચી શકો છે :USA ખાતે યોજાનારા ‘ગ્લોબલ ટેક્ષ્ટાઇલ ટ્રેડ ફેર’માં ગારમેન્ટ મેન્યુફેકચરર્સ – એકસપોર્ટર્સે ભાગ લીધો
તમે આ પણ વાંચી શકો છે :રક્ત ચંદનના લાકડાનો લાકડાનો જથ્થો ઝડપાયો : ATS and SOG red