Killed In Ambush : મિત્ર દ્વારા બીજા મિત્રની હત્યાનો રાઝ ખૂલ્યો પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી લીધા.
RTI એક્ટિવિસ્ટ ઈસમ ની હત્યા કરી લાશ અવાવરૂ જગ્યા પર નાખી દેવામાં આવી
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના કુંભિયા ગામના રેહવાસી અને RTI એક્ટિવિસ્ટ ઈસમ ની હત્યા કરી લાશ અવાવરૂ જગ્યા પર નાખી દેવામાં આવી હતી. અને આની જાણ સ્થાનિક લોકોને થતાં સમગ્ર વાલોડ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી આં સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં પોલીસે લાશનો કબજો લઈ પરિવારજનોની ફરિયાદ લઇ હત્યાનો ગુનો નોંધી P.M ની કાર્યવાહી હાથ ધરી હતી. પરંતુ વાલોડ પોલીસ સહિત એલ.સી.બી અને પેરોલ ફર્લો સ્કોવોર્ડની ટીમે તપાસનાં ગણતરીનાં કલાકોમાં હત્યાને અંજામ આપનાર બંને આરોપીને પોલીસે ઝડપી પાડયા હતાં અને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
બોલાચાલી થતાં જયેશ ચૌધરીએ ગમછા વડે મૃતકનું ગળું દબાવી દઈ હત્યા કરી
તાપી જિલ્લામાં RTI એક્ટિવિસ્ટ ની હત્યા મામલે પોલીસ તપાસ શરૂ કરી કાર્યવાહી આગળ વધારાય રહી છે.. આ સમગ્ર મામલે પોલીસે વિવિધ ટીમ બનાવી અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી. અને પૂરવાને આધારે આ સમગ્ર હત્યા પ્રકરણમાં બે આરોપીને ઝડપી લેવામાં આવ્યા હતા. અને સમગ્ર હત્યા મામલે પર્દાફાશ થયો હતો.. અને હત્યા કયા કારણસર કરવામાં આવી હતી તેનું કારણ બહાર આવ્યું હતું. જેમાં મૃતક અને આરોપીઓ પાર્ટી કરવા બેઠા હતા. જેમાં આરોપી વિકાસ ચૌધરી દ્વારા જમીન વેચવાની વાત કરતા મૃતક સુધીર ચૌધરી દ્વારા જમીન વેચવાનું ના કહેતા. વિકાસ ચૌધરી ત્યાંથી નીકળી ગયા હતા અને મૃતક સુધીર ચૌધરીની સબંધી મિત્ર જયેશ ચૌધરી જોડે બોલાચાલી થતાં. જયેશ ચૌધરીએ ગમછા વડે મૃતકનું ગળું દબાવી દઈ હત્યા કરી હતી… બાદમાં મિત્ર વિકાસ ચૌધરીને બોલાવ્યા બાદ લાશને અવાવરૂ જગ્યા પર મૂકી જઈ નાસી છૂટયા હતા.
Killed In Ambush : પરિવારે પોતાનો મુખ્ય સભ્યને ગુમાવ્યો છે
તાપી જિલ્લામાં સામાન્ય બોલાચાલીમાં એક વ્યક્તિની હત્યા કરી નાખવામાં આવી અને બે લોકો અહીં જેલના સળિયા પાછળ ધકેલાયા છે પરંતુ સામાન્ય ઝઘડો એ હત્યા સુધી પહોંચી જાય એ આજના આધુનિક સમાજ માટે લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય એમ છે.. અને બીજી તરફ એક પરિવારે પોતાનો મુખ્ય સભ્યને ગુમાવ્યો છે અને ગુનાને અંજામ આપનાર બે લોકોએ પોતાની જિંદગી બગાડી પોતાના પરિવારને અંધકારમાં ધકેલી દીધા છે ત્યારે આ કિસ્સા માંથી એટલો બોધપાઠ મળે છે કે આવેશ એ હંમેશા વિનાશ ના રસ્તે લઈ જાય છે એટલે દરેક વ્યક્તિએ આવેશ માં આવી ને કોઈ પગલું ના ભરવું જોઈએ…
તમે આ પણ વાંચી સકો છો :
Visa Fraud: વિદેશ જવાની ઘેલછામાં પરિવાર છેતરાયો, 30 લાખ જેટલા રૂપિયાનો ચુનો લાગ્યો
તમે આ પણ વાંચી સકો છો :
Loksabha Elections: ‘ગુજરાતમાંથી સંત સમાજ માટે ચૂંટણીની ટિકિટ મળવી જોઈએ’