અમરોલી BRTS બસ સ્ટેન્ડની railingમાં ત્રણ વર્ષના બાળકનું માથું ફસાયું–India News Gujarat
માતા-પિતા બાળકો પ્રત્યે બેકાળજી દાખવે ત્યારે અઘટીત ઘટનાઓ પણ બનતી હોય છે. આવો જ ઍક બનાવ અમરોલી બીઆરટીઍસ બસ સ્ટેન્ડ ઉપર બન્યો છે. માતા-પિતાની નજર સામે જ તેમનું બાળક બીઆરટીઍસ બસ સ્ટેન્ડના સ્લાઇડિંગ દરવાજા પાસે આવેલી railingમાં માથું ફસાઈ જતાં ભાગદોડ મચી હતી. જાકે, પોલીસ સહિત લોકોઍ ભારે જહેમત બાદ બાળકનું માથું railing માંથી બહાર કાઢતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો.
અમરોલી BRTS બસ સ્ટેન્ડ ઉપર ઍક પરિવાર બસની રાહ જાતો ઊભો હતો. ત્યારે પરિવારની નજર હટતાં જ તેમનો ત્રણ વર્ષીય બાળક રમતા-રમતા BRTS બસ સ્ટેન્ડની સ્લાઇડિંગ બારી પાસે આવેલી railing પાસે પહોચી ગયો હતો. બાળકે બહાર જાવા માટે રેલિંગમાં માથું નાંખતા તે ફસાઈ ગયો હતો.-Latest Gujarati News
પોલીસકર્મીઓએ ભારે જહેમત બાદ railingમાં ફસાયેલા બાળકનું માથું સહીસલામત બહાર કઢાયું–India News Gujarat
માથું બહાર કાઢવા માટે બાળકે પ્રયાસ કર્યા બાદ તે જોર જોરથી રડવા લાગ્યો હતો. આ જાઈને બસ સ્ટેન્ડ પર ઊભેલા લોકો મદદે દોડી આવ્યા હતાં, પરંતુ લોકોઍ મહેનત કર્યા પછી પણ બાળકનું માથું railingમાંથી બહાર નીકળ્યું ન હતું.છેવટે ત્યાંથી પસાર થતાં અમરોલી પોલીસ મથકનાં પોલીસકર્મીઓની નજર પડતા તેઓ દોડી આવ્યા હતાં. પોલીસકર્મીઓ અને લોકોઍ ભારે જહેમત બાદ railingમાં ફસાયેલા બાળકનું માથું સહીસલામત railingમાંથી બહાર કાઢ્યું હતું. ત્યારબાદ પોલીસકર્મીઓઍ હસતા મોઢે બાળકને તેના પરિવારને સોંપ્યો હતો.
ઘટનાને લઈને થોડા સમય માટે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી સ્થાનિક લોકોએ દોડી આવી બાળકને રેસ્ક્યૂ કરી સહી સલામત બહાર કાઢવામાં આવ્યો હતો ઘટનાને લઇ બસ સ્ટોપ પર હાજર રહેલા લોકો થોડા સમય માટે ચિંતામાં મુકાઈ ગયા હતા.
જોકે આ સમગ્ર ઘટનામાં માતા પિતાની બેદરકારી ચોક્કસપણે સામે આવી રહી છે જોકે આ ઘટનામાં બાળક નો બચાવ થયો છે ત્યારે આ ઘટના આવે લોકો માટે આવી છે ત્યારે આ ઘટના માતા-પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો છે.-Latest Gujarati News
તમે આ વાંચી શકો છો: wedding ceremony :મહિલાઓં ધ્વારા આયોજીત સમૂહ લગ્નમાં 68 વર્ષની મહિલા અને સિત્તેર વર્ષના પુરુષ બંધાયા લગ્ન બંધનમાં
તમે આ વાંચી શકો છો: Weather Updates: કેટલાક રાજ્યોમાં ગરમીનું મોજું રહેશે