HomeGujaratGUJARAT : રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સાથે PM મોદી કરશે દિવાળીની ઉજવણી...

GUJARAT : રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી સાથે PM મોદી કરશે દિવાળીની ઉજવણી દેશના વીર સપૂતો સાથે

Date:

INDIA NEWS : આજે કેવડિયામાં મીની ઈન્ડિયાની ઝલક જોવા મળી. 15 ઓગષ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસની ઉજવણીની જેમ આજે 31મી ઓક્ટબરે અહીં ઉજવણી કરવામાં આવી. આજે બે સંગમ બન્યા છે, એક રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અને બીજું દિવાળીના પાવન પર્વ. કેવડિયાથી PM નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને દિવાળીની શુભેચ્છા પાઠવી હતી. દિવાળીનો તહેવાર ભારતને વિશ્વ સાથે જોડી રહ્યો છે. ઘણા દેશોમાં તેને રાષ્ટ્રીય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. હું દેશ અને દુનિયામાં વસતા ભારતીયો અને શુભચિંતકોને દિવાળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.


સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું સંબોધન

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે ‘વિવિધતામાં એકતા’ જીવવાના દરેક પ્રયાસમાં સફળતા મેળવી છે, જેના આ મહાન ઉદાહરણો આપણી સામે છે…

બે દિવસમાં PM મોદી બીજીવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. તેઓ સરદાર પટેલની જન્મજયંતીને લઈ ઊજવાતા એકતા દિવસ માટે બે દિવસ કેવડિયાની મુલાકાતે આવ્યા છે. આજે સવારે PM મોદીએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બાદમાં તેઓ 7:30 વાગે પરેડ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમણે સુરક્ષાદળોની પરેડની સલામી ઝીલી સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. કેવડિયામાં મોદીએ કહ્યું- સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં પણ એકતા છે. તેને બનાવવા માટે, ખેતરોમાં વપરાતા ઓજારોમાંથી લોખંડ દેશના ખેડૂતો પાસેથી લાવવામાં આવ્યું હતું, કારણ કે સરદાર સાહેબ એક ખેડૂત પુત્ર હતા. કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી પૂર્ણ થયા બાદ હવે PM મોદી કચ્છમાં જવાનો સાથે દિવાળીની ઉજવણી કરશે..

આ પણ વાંચો : વીડિયો જોઈને શાહબાઝ શરીફ શરમથી જમીન માં ધસી જશે

છેલ્લા 10 વર્ષમાં દેશમાં સુશાસનના નવા મોડલે દરેક પ્રકારના ભેદભાવને દૂર કર્યા છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણમાં પણ યુનિટી

વધુમાં PM મોદીએ કહ્યું હતું કે, કેવડિયા ખાતે આવેલ સરદાર સાહેબની પ્રતિમાનું માત્ર નામ જ સ્ટેચ્યુ ઓફ યુનિટી નથી. તેના નિર્માણમાં પણ યુનિટી છે. તેને બનાવવા માટે, ખેતરોમાં વપરાતા ઓજારોમાંથી લોખંડ દેશના ખેડૂતો પાસેથી લાવવામાં આવ્યું હતું, કારણ કે સરદાર સાહેબ એક ખેડૂત પુત્ર હતા. એકતા પરેડ દેશને નવી ઉર્જા આપે છે. દેશ એકતાના સંકલ્પને સિદ્ધ કરશે.

આ પણ વાંચો : ભારત અને સ્પેનના PM ગુજરાતના મહેમાન બન્યા, ભારતના પ્રથમ C-295 એરક્રાફ્ટ ફાઈનલ એસેમ્બલી લાઈનનું ઉદ્દઘાટન કર્યું

SHARE

Related stories

Latest stories