Kankaria Zoo :કાંકરિયા ઝૂની 11 મહિનામાં 22 લાખ લોકોએ મુલાકાત લીધી-India News Gujarat
- કાંકરિયા ઝૂને(kankaria zoo) છેલ્લા 11 મહિનામાં 5 કરોડથી વધુની આવક થઈ.
- સક્કરબાગ ઝૂમાંથી કાંકરિયા ઝૂમાં(kankaria zoo) સિંહ અને સિંહણની એક જોડી લવાઈ.
- કોરોના(corona) મહામારી બાદ લોકો હવે હરતા ફરતાં થયાં છે. પ્રવાસન સ્થળો પર લોકોની ભીડ વધી રહી છે.
- ત્યારે અમદાવાદ શહેરના પ્રવાસન સ્થળો પર પણ મુલાકાતીઓની સંખ્યામાં વધારો થયો છે. શહેરમાં કાંકરિયા લેક (kankaria zoo)પણ પ્રવાસીઓથી ધમધમતો થયો છે. ચાલુ વર્ષે જાન્યુઆરીથી 19 એપ્રિલ સુધીમાં કાંકરિયા (kankaria zoo) ખાતે કુલ 9.26 લાખ મુલાકાતીઓ આવ્યાં હતાં. પરંતુ હવે સ્કૂલોમાં ઉનાળાનું વેકેશન શરૂ થતું હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં પ્રબળ વધારો થાય તેવી શક્યતાઓ છે.
સક્કરબાગ ઝૂમાંથી સિંહ અને સિંહણની જોડી લવાઈ
- અમદાવાદમાં કોરોનાના કેસોનું પ્રમાણ ઘટી ગયું છે. કોરોનાની (corona)ગાઈડલાઈનના બંધનથી મુક્તિ મળતાં હવે લોકો ફરવા નીકળ્યાં છે. કાંકરિયા લેક (kankaria zoo)ખાતે સવારના સમયે મોર્નિંગ વોક કરવા જતાં લોકોની સંખ્યામાં પણ હવે વધારો થયો છે. બીજી બાજુ કાંકરિયા ઝૂ (kankaria zoo)ખાતે જૂનાગઢના સક્કરબાગ ઝૂમાંથી સિંહ અને સિંહણની એક જોડી પણ લાવવામાં આવી છે.
- તે ઉપરાંત લેકમાં ગ્રીનરીનું પ્રમાણ પણ વધારવામાં આવ્યું હોવાથી લોકો બપોરના સમયે ત્યાં આવીને સમય પસાર કરી રહ્યાં છે.
કાંકરિયા ઝૂની(kankaria zoo) છેલ્લા 11 મહિનામાં 22 લાખ લોકોએ મુલાકાત લીધી
- કાંકરિયા ઝૂ(kankaria zoo) ઉપરાંત નોક્ટર્નલ ઝૂ સહિત કિડ્સ સિટીમાં પણ મુલાકાતીઓની સંખ્યા વધી રહી છે. આ વર્ષે જાન્યુઆરીથી 19 એપ્રિલ-2022 સુધીમાં કિડસસિટી ખાતે 6348 મુલાકાતી પહોંચ્યા હતા.
- કાંકરિયા પ્રાણી ઝૂ(kankaria zoo) અને નોક્ટર્નલ ઝૂ ખાતે 15 જૂન -2021થી 24 માર્ચ-2022 સુધીમાં કુલ મળીને 22 લાખ 96 હજાર 783 લોકોએ મુલાકાત લીધી હતી.આ સમય દરમ્યાન કુલ આવક 5 કરોડથી વધુ થવા પામી હતી.
કાંકરિયામાં (kankaria zoo)એક વર્ષમાં માત્ર 25 પ્રાણીઓ દત્તક લેવાયા
- 1951માં પ્રાણીસંગ્રહાલય બન્યા બાદ એકપણ વખત પાંજરાં બદલવામાં આવ્યાં નથી, જેથી 71 વર્ષ બાદ પ્રાણીસંગ્રહાલયના પાંજરાં બદલવા અને એના રિનોવેશનની કામગીરી કરવામાં આવી રહી છે.
- પ્રાણીઓને તેમની અનુકૂળતા પ્રમાણે રહી શકે એવાં પાંજરાં બનાવવા માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દિલ્હી ખાતેથી પરમિશન લઈને એને બદલવાની કામગીરી વર્ષ 2022-23ના બજેટમાં મુકાઈ છે.
- બીજી તરફ કાંકરિયામાં(kankaria zoo) ફ્રેન્ડ્સ ઓફ ઝૂ યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં માત્ર 25 પ્રાણીઓ દત્તક લેવામાં આવ્યાં છે.
ઝૂને દત્તક પ્રાણીઓના ખર્ચ પેટે 5.33 લાખની આવક થઈ
- અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ઝૂમાં રાખવામાં આવેલા તમામ પશુ-પક્ષીઓના ખાધાખોરાકીની જવાબદારી કોરોના મહામારીના સમયમાં પણ સુપેરે પાર પાડી હતી.
- 2021-22માં કુલ 25 પ્રાણી દત્તક લેવામાં આવતા ઝૂને આ પેટે 5.33 લાખની આવક થવા પામી હતી.
- ફ્રેન્ડઝ ઓફ ઝૂ યોજના હેઠળ રીંછ ઉપરાંત કંચનમૃગ, શાહુડી, હાથણી, ઝરખ, સસલા ઉપરાંત પક્ષીઓમાં મોર, લવબર્ડ, સફેદ ડવ, સફેદ મોર, ઘુવડ, બજરીગર, ગીધ તથા સરિસૃપમાં ટોરટોઈઝ, નાગ, અજગર અને ટરટલ જેવા પ્રાણીઓ દત્તક લેવામાં આવી રહ્યા છે.
તમે આ પણ વાંચી શકો છો-Kankaria Zoo was visited by 22 lakh people in 11 months:કાંકરિયા ઝૂની 11 મહિનામાં 22 લાખ લોકોએ મુલાકાત લીધી
તમે આ પણ વાંચી શકો છો-Soaked Dry Fruits : જાણો ક્યા ડ્રાય ફ્રુટ્સને પલાળીને ખાવા જોઈએ અને કયા નહીં