HomeGujaratKamrej Bus Stand Inauguration : 1.53 કરોડના ખર્ચે અદ્યતન બસ સ્ટેશન ખુલ્લું...

Kamrej Bus Stand Inauguration : 1.53 કરોડના ખર્ચે અદ્યતન બસ સ્ટેશન ખુલ્લું મુકાયું, ‎નવા બસ સ્ટેન્ડમાં બેબી ફિડિંગ માટેની પણ સુવિધા કરાઇ – India News Gujarat

Date:

Kamrej Bus Stand Inauguration : 5500 ચોરસ મિટરમાં બનેલા બસ સ્ટેન્ડમાં વિવિધ સુવિધા બસ સ્ટેન્ડમાં ગેસ્ટ રૂમ, કેન્ટિન, રેસ્ટરૂમ સહિતની સુવિધા. ‎452 બસનું શિડ્યુલ ધરાવતા કામરેજ બસ સ્ટેન્ડનું લોકાપર્ણ ‎24 કલાકમાં 1300 જેટલી બસોની અવરજવર થશે.

લોકાર્પણ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા દ્વારા કરવામાં આવ્યું

હવે વાત કરીએ નવા બસ સ્ટેન્ડના લોકાપર્ણની . 1.53 કરોડના ખર્ચે નવનિર્મિત કામરેજ એસ.ટી. બસ સ્ટેશનનું લોકાર્પણ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા દ્વારા કરવામાં આવ્યું હતું, નવા એસ.ટી. બસ સ્ટેશનથી કામરેજ તાલુકાના નાગરિકોની દૈનિક પરિવહનની સુવિધામાં વધારો થશે.

2022 માં કામરેજના જૂના બસ સ્ટોપને નવીનીકરણ આપવાનું કાર્ય શરૂ કરાયું

સુરત જિલ્લાના કામરેજ ખાતે ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂ.૧.૫૩ કરોડના ખર્ચે નવનિર્મિત કામરેજ એસ.ટી.બસ સ્ટેશનનું લોકાર્પણ શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાના હસ્તે કરવામાં આવ્યું હતું, શિક્ષણ રાજ્યમંત્રીએ જણાવ્યું કે, નવા એસ.ટી. બસ સ્ટેશનથી કામરેજ તાલુકાના નાગરિકોની દૈનિક પરિવહનની સુવિધામાં વધારો થશે. વર્ષ 2022 માં કામરેજના જૂના બસ સ્ટોપને નવીનીકરણ આપવાનું કાર્ય શરૂ કરાયું હતું, અને એ જ જગ્યાએ વિશાળ, પ્લેટફોર્મનો વિસ્તાર ૧૦૯ ચો.મી મુસાફરો માટે બેઠક વ્યવસ્થા અને વેઇટિંગ હોલ, ટ્રાફિક કંટ્રોલ/પાસ રૂમ, કિચન સાથેની કેન્ટીન, વોટર રૂમ, પાર્સલ રૂમ ઇલેક્ટ્રિક રૂમ અનેકવિધ સુવિધાયુક્ત અદ્યતન બસ સ્ટેશન નિર્માણ પામ્યું છે.

Kamrej Bus Stand Inauguration : 24 કલાકમાં 1300 જેટલી એસટી બસ અવર જવર કરતી હોય

કામરેજ ચારરસ્તા ખાતે આવેલ એસટી બસ સ્ટેશનમાં 24 કલાકમાં 1300 જેટલી એસટી બસ અવર જવર કરતી હોય, પરંતુ સુવિધા શૂન્ય હતી. અહીથી રાજ્યના ઘણા જિલ્લાના મુસાફરો અવર જવર કરે છે. પરિણામે મુસાફરોને ઘણી અગવડનો સામનો કરવો પડતો હતો. જેનું આખર લાંબા સમય પછી નિરાકરણ આવ્યું છે.

તમે આ પણ વાંચી સકો છો :

‘Beti Padhao’ Scholarship/આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાએ ‘બેટી પઢાઓ’ શિષ્યવૃત્તિ પહેલને આગળ ધપાવવા માટે પ્રોટેઈન સાથેનું જોડાણ રિન્યુ કર્યું

તમે આ પણ વાંચી સકો છો :

MahaShivratri: મહારાષ્ટ્રના ઝાઈ માં શિવરાત્રીની વિશેષ ઉજવણી કરવામાં આવી

SHARE

Related stories

MANGO JELLY RECIPE : ઘરે બનાવો સ્વાદિષ્ટ કાચી કેરીની જેલી

INDIA NEWS GUJARAT : જો તમે પણ તમારા બાળકોને...

METHI KHICHADI RECIPE : સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેથીની ખીચડી જે ગમશે બધાને

INDIA NEWS GUJARAT : ખીચડીનું નામ સાંભળતા જ બાળકોથી...

Latest stories