HomeGujaratકલોલની ગાર્ડન સોસાયટીમાં મોટી આગ ભભૂકી ઉઠતા 2 લોકોના મોત 4 ઘાયલ

કલોલની ગાર્ડન સોસાયટીમાં મોટી આગ ભભૂકી ઉઠતા 2 લોકોના મોત 4 ઘાયલ

Date:

કલોલની ગાર્ડન સોસાયટીમાં મોટો ધડાકો થતા કિલોમીટરનો વિસ્તાર હલબલી ઉઠ્યો હતો ..એટલું જ નહીં ગેસની પાઈપલાઈનમાં લાગેલી આગને પગલે ધડાકા ભેર બે મકાન ધરાશાઈ થયા હતા અને તેમાં 2 લોકોના મોત તેમજ 4 લોકો ઘાયલ થયા હતા. આ કાટમાળમાં હજુ પણ આગ ભભૂકી રહી હતી. ત્યારે આ દૂર્ઘટનાના પડઘા છેક દિલ્હી સુધી પડ્યા હતા. એવામાં ગૃહમંત્રી અમિત શાહે તરત જ ફોન કરીને આ અંગે રિપોર્ટ અને માહિતીની માંગણી કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે કલોલમાં ગેસની પાઈપલાઈનમાં બ્લાસ્ટમાં 2ના મોત અને ઘાયલો સહિત મામલે રિપોર્ટ માંગ્યો છે અને દૂર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને દિલાસો આપ્યો હતો. તેમણે જિલ્લા વહિવટી તંત્ર સાથે વાત-ચીત કરી અને આ ઘાયલોને તાત્કાલિક ધોરણે સારવાર મળે અને તેઓ સાજા થઈ જાય તેવી ગતિવિધિ પણ જોઈ હતી.

SHARE

Related stories

Latest stories