HomeGujaratJumped To Suicide : સેલવાસ દાદરા નગર હવેલીની ઘટના રખોલી પૂલ પરથી...

Jumped To Suicide : સેલવાસ દાદરા નગર હવેલીની ઘટના રખોલી પૂલ પરથી યુવકે મોતની લગાવી છલાંગ – India News Gujarat

Date:

Jumped To Suicide : રખોલી બ્રિજ બન્યો લોકોની આત્મહત્યા કરવાનો માધ્યમ. બ્રિજના બંને બાજુ સુરક્ષા જાળી લગાવવાની માંગ ઉઠી.

આ પૂલ આત્મહત્યા કરવા માટેનું હોટસ્પોટ બની રહ્યું

રખોલી દમણગંગા નદીનો પૂલ આત્મહત્યા કરવા માટેનું હોટસ્પોટ બની રહ્યું છે. અહીંથી અવાર નવાર લોકો કુદીને મોતને વહાલું કરી રહ્યા છે. ત્યારે આજરોજ વધુ એક ઘટના બનવા પામી છે. જેમાં એક યુવક દ્વારા આ બ્રિજ પરથી મોતની છલાંગ લગાવી ને મોતને વહાલું કર્યું હતું.

Jumped To Suicide : કયાં કારણસર આત્મહત્યા કરી એનું કારણ જાણી શકાયું નથી

મળતી માહિતી અનુસાર કરાડ ખાડી પાડા ખાતે રહેતો યુવક કૃણાલ સુરેશભાઈ ગંગોડાએ આજરોજ સવારે કોઈ અગમ્ય કારણસર રખોલી પૂલ પરથી કૂદીને મોતને વહાલું કર્યું હતું. ઘટનાની જાણ પોલીસને થતા ઘટના સ્થળે પહોંચીને લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી હતી. ખાનગી કંપનીમાં કામ કરતા યુવાને કયાં કારણસર આત્મહત્યા કરી એનું કારણ જાણી શકાયું નથી. હાલ રખોલી પુલ પરથી અવારનવાર આત્મહત્યાના સમાચારો આવે છે. પ્રશાસન દ્વારા ત્યાં પોલીસ કોન્સ્ટેબલ પણ મુકવામાં આવ્યા હોવા છતાં પણ આવી ઘટના વારંવાર બની રહી છે. ત્યારે પુલની બંને બાજુ પ્રોટેક્સન જાળી લગાવવામાં આવે તો આવી ઘટનાને રોકી શકાય એમ છે. સામાન્ય રીતે માનસિક તણાવ અને આર્થિક કારણો સર અહિયાં અનેક આવી ઘટના ભૂતકાળમાં બનવા પામી છે જેના કારણે ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે ત્યારે પુલ આત્મહતા કરવા માટે નું માધ્યમ ના બને એ માટે સ્થાનિક તંત્ર દ્વારા જરૂરી પગલાં ભરવમાં આવે એવી લોક લાગણી ઉઠવા પામી છે.

તમે આ પણ વાંચી સકો છો :

Cruel Father Abandoned Children : તરુણ મિશ્રા ફરી એકવાર નિરાધાર માટે આધાર બનીને આવ્યા, ત્રણ બાળકોને ક્રૂર પિતા સિવિલ હોસ્પિટલે મૂકી પલાયન

તમે આ પણ વાંચી સકો છો :

VNSGU 55th Convocation: ભરૂચની ૨૩ વર્ષીયને સંસ્કૃત ભાષામાં M.A.ની પદવી સાથે ૩ ગોલ્ડ મેડલ એનાયત

SHARE

Related stories

MANGO JELLY RECIPE : ઘરે બનાવો સ્વાદિષ્ટ કાચી કેરીની જેલી

INDIA NEWS GUJARAT : જો તમે પણ તમારા બાળકોને...

METHI KHICHADI RECIPE : સ્વાદિષ્ટ અને પૌષ્ટિક મેથીની ખીચડી જે ગમશે બધાને

INDIA NEWS GUJARAT : ખીચડીનું નામ સાંભળતા જ બાળકોથી...

Latest stories