Suratમાં બાળકી બળાત્કાર હત્યા બાદ કોંગ્રેસીનેતા પોલીસ સાથે બાખડ્યા
Suratના પલસાણાના જોલવા ખાતે રવિવારના રોજ ૧૨ વર્ષીય સગીરા પર થયેલા દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાને લઈ તેના વિરોધમાં સુરત જીલ્લા કૉંગ્રેસ સમિતિ ના સભ્યોએ બારડોલી ડી.વાય.એસ.પી કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરી દીકરીને ન્યાય અપાવવાની માંગણી કરી હતી. – latest news
પી.આઈએ દંડો બતાવતા કોંગી નેતાઓ ઉકળી ઉઠ્યા-india news gujrat
જોલવા ખાતે સગીરા સાથે થયેલા દુષ્કર્મ મામલે વિરોધ કરી રજૂઆત કરવા ગયેલા કોંગી નેતાઓને પોલીસે દંડો બતાવતા મામલો બિચક્યો હતો.અને કોંગ્રેસના નેતાઓ તેમજ પોલીસ વચ્ચે બોલાચાલી થઇ ગઇ હતી. બારડોલી ડી.વાય.એસ.પી કચેરીએ કોંગ્રેસી આગેવાનો પગપાળા મોટી સંખ્યામાં આવેદન પત્ર આપવા સૂત્રોચ્ચાર સાથે પહોંચ્યા હતા.તે વખતે ડી.વાય.એસ.પી કચેરી બહાર જાહેર માર્ગ પર બેસી વિરોધ પ્રદર્શન કરતાં કાર્યકરોને પોલીસે અટકાવતાં પોલીસ પોલીસ અને કોંગી આગેવાનો વચ્ચે થોડી રકઝક થઈ હતી..પરંતુ બાદમાં ઉચ્ચ ક્ક્ષાના અઘીકરીઓની મધ્ય્સ્થતીમાં મામલો થાળે પડ્યો હતો. – Latest News
દિકરીને ન્યાય અપાવવા બાંહેધરી આપી-india news gujrat
સુરતના પલસાણા ના જોલવા ખાતે બે દિવસ અગાઉ એક બાર વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ બાદ હત્યાની ઘટના બની હતી. હજી ગ્રીષ્માની હત્યા ના પ્રત્યાઘાત શાંત નથી થયા ત્યાં શહેરમાં ફરી આ પ્રકારની ઘટના બનતા ચારેય તરફ આક્રોશ દેખાઈ રહ્યો છે . સુરત જીલ્લા કૉંગ્રેસ સમિતિ ના સભ્યો દીકરીને ન્યાય અપાવવાની માંગણી સાથે પહોંચતા બારડોલી ડી.વાય.એસ.પી કચેરી.જ્યાં એસ.સી સેલ ચેરમેન હિતેન્દ્ર પીઠડિયાં,માજી કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી, આગેવાન દર્શન નાયક સહીત રહ્યાં કાર્યકરો ઉપસ્થિત. ડી.વાય.એસ.પી કચેરીનો ઘેરાવો કરી વિરોધ કરતા કોંગી કાર્યકરોને બારડોલી પી.આઈએ દંડો બતાવતા વિવાદ થયો હતો.જેને લઈ ઉગ્ર બોલાચાલી બાદ આખર પોલીસે મામલો થાળે પાડી આવેદન પત્ર લઈ દિકરીને ન્યાય અપાવવા બાંહેધરી આપી હતી. – Latest News
તમે આ પણ વાંચી શકો છો :સુરતના જોળવામાં 12 વર્ષની માસુમ પર rape બાદ murder
તમે આ પણ વાંચી શકો છો :NCC 6TH ગર્લ્સ બટાલિયન દ્વારા ક્લીન સુરત અભિયાનનો પ્રારંભ