HomeGujaratJio mart Instant Delivery- બજારને બદલવાની તૈયારીમાં મુકેશ અંબાણી-India News Gujarat

Jio mart Instant Delivery- બજારને બદલવાની તૈયારીમાં મુકેશ અંબાણી-India News Gujarat

Date:

Jio mart Groceries બજારને બદલવાની તૈયારીમાં મુકેશ અંબાણી,  કરિયાણાની ઈન્સ્ટન્ટ ડિલિવરી-India News Gujarat

  • Groceries  માર્કેટમાં ઈન્સ્ટન્ટ ડિલિવરી માટે JioMartએ JioMart એક્સપ્રેસ (JioMart Express) સર્વિસ શરૂ કરી છે.
  • આ સપ્તાહના અંત સુધીમાં નવી મુંબઈમાં Jiomart Express પાયલોટ પરીક્ષણ કરવામાં આવશે.
  • ભારતમાં રિટેલ માર્કેટ (Indian Retail Market) ખૂબ જ ઝડપથી બદલાઈ રહ્યું છે અને દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી (Mukesh Ambani) રિટેલ બિઝનેસમાં ક્રાંતિ લાવવાની તૈયારી કરી રહ્યા છે.
  • ગ્રોસરી માર્કેટમાં ઈન્સ્ટન્ટ ડિલિવરી માટે JioMartએ (JioMart Express) સર્વિસ શરૂ કરી છે.
  • આ સપ્તાહના અંત સુધીમાં નવી મુંબઈમાં જિયોમાર્ટ એક્સપ્રેસનું (JioMart Express) પાયલોટ પરીક્ષણ કરવામાં આવશે.
  • અત્યાર સુધીની માહિતી અનુસાર કંપની ઈન્સ્ટન્ટ સર્વિસ હેઠળ 10 મિનિટમાં ગ્રોસરી (groceries)  ડિલિવરી કરવાનું વચન નહીં આપે.
  • તાજેતરમાં Zomatoએ 10 મિનિટમાં ફૂડ ડિલિવરી સેવા શરૂ કરી છે.
  • એવું માનવામાં આવે છે કે નવી મુંબઈ પછી આ સેવા મુંબઈમાં શરૂ કરવામાં આવશે, ત્યારબાદ આગામી બે-ત્રણ મહિનામાં દેશના અન્ય કેટલાક શહેરોમાં પણ શરૂ થઈ શકે છે.
  • ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર કંપની JioMart એક્સપ્રેસ સર્વિસને 200 શહેરોમાં લઈ જવાની યોજના ધરાવે છે. આ એવા શહેરો છે જ્યાં Jiomartની વર્તમાન પહોંચ છે. બિઝનેસ ગ્રોથ પ્રોગ્રામ અંગે કંપનીના એક અધિકારીએ જણાવ્યું કે આ અંતર્ગત રિલાયન્સ લાખો કરિયાણાની દુકાનોને તેના નેટવર્ક સાથે જોડવાનું કામ કરશે. આ કામ બિઝનેસ-ટુ

Jiomart : Dunzo પણ મદદ કરશે

  • Dunzo  શહેરોમાં વધુ હાજરી ધરાવે છે.
  • આ વર્ષની શરૂઆતમાં રિલાયન્સે Dunzo માં 26 ટકા હિસ્સો $240 મિલિયનમાં ખરીદ્યો હતો.
  • જો કે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે બજારનું વાતાવરણ તાત્કાલિક કરિયાણાની ઈકોસિસ્ટમ માટે સારું નથી.
  • Zomato એ ગયા વર્ષે તેનું મૂલ્ય $1 બિલિયન રાખ્યું હતું.
  • તેનો આઈપીઓ પણ આવ્યો અને સ્ટોકમાં જોરદાર ઘટાડો થયો
  • જે કંપની હવે ભંડોળ એકત્ર કરી રહી છે, તેનું મૂલ્યાંકન $700-800 મિલિયન છે.

Jiomart: કરિયાણું 1થી 3 કલાકમાં પહોંચાડવામાં આવશે

  • એવું માનવામાં આવે છે કે JioMart એક્સપ્રેસ શરૂઆતમાં 1થી 3 કલાકમાં ડિલિવરી આપશે.
  • બાદમાં તે ઘટાડીને 1 કલાક કરવામાં આવશે.
  • રિલાયન્સ ભારતની સૌથી મોટી ઈન્સ્ટન્ટ ગ્રોસરી કંપની બનવાની યોજના ધરાવે છે.
  • એવા પણ સમાચાર છે કે રિલાયન્સ ઈન્સ્ટન્ટ ગ્રોસરી(groceries) ડિલિવરી માટે એક અલગ એપ પણ તૈયાર કરી રહી છે.

jiomart: આ ક્ષેત્રમાં ઘણા દિગ્ગજો

  • દેશના ઘણા અગ્રણીઓ ઓનલાઈન ગ્રોસરી(groceries) માર્કેટમાં પોતાનો હાથ અજમાવી રહ્યા છે.
  • આ ક્ષેત્રમાં સ્પર્ધા ટાટા ગ્રુપ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એમેઝોન અને ફ્લિપકાર્ટ જેવી કંપનીઓ વચ્ચે છે.
  • ટાટા(Tata)  ગ્રુપે બિગ બાસ્કેટ હસ્તગત કરી છે.
  • આવનારા સમયમાં ઘણી મોટી કંપનીઓ ઈન્સ્ટન્ટ ગ્રોસરી સર્વિસની હોડમાં હશે.
  • ઝોમેટો સમર્થિત બ્લિંકિટ, સ્વિગી ઈન્સ્ટામાર્ટ, ફ્લિપકાર્ટ ક્વિક, ટાટા-બિગબાસ્કેટ જેવી બ્રાન્ડ્સ ઈન્સ્ટન્ટ કરિયાણાની ડિલિવરી માટે એકબીજાની વચ્ચે સ્પર્ધા કરશે.

તમે પણ આ વાંચી શકો છો –

Government grain scam? : 300 ગુણી અનાજ ઝડપાયું 

તમે પણ આ વાંચી શકો છો –

Mid day Meal: મઘ્યાહન ભોજનમાં અપાતું ભોજનએ માત્ર ભોજન નથી, પણ પ્રેમ- ભાવનો પ્રસાદ

SHARE

Related stories

Latest stories