Jewelry Manufacturers’ Shobhayatra: શ્રીરામના ભગતો દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી
રામ મંદિર દેશના શ્રેષ્ઠ મંદિરો પૈકીનું એક મંદિર
આખું શહેર ભગવા રંગમાં રંગાઈ ગયું
સુરત શહેર ભગવા રંગમાં રંગાઈ ગયું છે. ચારેય તરફ જય શ્રી રામ સાથે ભગવાન ધ્વજ સોસાયટીઓમાં, જાહેર રસ્તાઓ ઉપર અને, ટેક્સટાઇલ માર્કેટથી લઈને ડાયમંડ માર્કેટ સુધી લહેરાતા દેખાઈ રહ્યા છે. સમગ્ર શહેર રામમય બની ગયું છે. સવારથી જ અલગ-અલગ કાર્યક્રમોની ભરમાર જોવા મળી રહે છે. ઠેર-ઠેર શોભાયાત્રાઓ અને પ્રદર્શનો લાગી રહ્યા છે.
ડાયમંડ સિટી સુરતમાં જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન રામની ઝાંખી સાથે આ શોભાયાત્રા વાજતે-ગાજતે નીકળી હતી.
Jewelry Manufacturers’ Shobhayatra: શ્રીરામના ભગતો દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી
મીની બજાર માનગઢ ચોક ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પ માળા સમર્પિત કર્યા બાદ આ યાત્રા આગળ વધી હતી. કાપોદ્રા મહાદેવ મંદિર સુધી આ યાત્રા નીકળી હતી, જેમાં કેસરી સાફા સાથે હજારો લોકો જોડાયા હતા ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ સહિત સ્થાનિક નેતાઓ આ યાત્રામાં હાજર રહ્યા હતા. ચારેય તરફ જય શ્રી રામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. દરેકના હાથમાં કેસરી ધજા લેહરાથી દેખાઈ હતી. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે, સમગ્ર શહેરમાં અને દેશભરમાં રામમય વાતાવરણ બની ગયું છે.
જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન દ્વારા શોભાયાત્રાનું આયોજન
સ્વેચ્છિક રીતે લોકો વિવિધ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છે. જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિયેશન દ્વારા ખૂબ જ સુંદર આયોજન શોભાયાત્રાનું કરાયું છે, જેમાં ડાયમંડ ઉદ્યોગ અને જ્વેલરી ઉદ્યોગ સાથે જોડાયેલા વરાછાવાસીઓ તેમજ યુવાનો ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા છે.
અયોધ્યા ખાતે ભગવાન રામનું મંદિર દેશના શ્રેષ્ઠ મંદિરો પૈકીનું એક છે. આજે ખૂબજ આસ્થાપૂર્વક ભગવાન શ્રીરામ અયોધ્યામાં મંદિરમાં બિરાજમાન થયા છે, જે દિવસની લોકો આતુરતાથી રાહ જોતા હતા, એ ઘડીને સુરતના લોકો એ ખુબજ હર્ષ ઉલ્લાસ સાથે ઉજવી હતી.
તમે આ પણ વાચી શકો છો :
તમે આ પણ વાચી શકો છો :