HomeGujaratસુરતમાં ડિસ્પોઝલ સાઇડ પર JCB નું ટાયર ફાટતા સફાઈ કર્મચારીનું મોત-India News...

સુરતમાં ડિસ્પોઝલ સાઇડ પર JCB નું ટાયર ફાટતા સફાઈ કર્મચારીનું મોત-India News Gujarat

Date:

પરિવારજનોનો આક્ષેપ ઘટના  માટે પાલિકાના અધિકારીઓને જવાબદાર

સુરતમાં ખજોદ ડિસ્પોઝલ સાઇટ પર એક JCB નું  ટાયર ફાટી જતા પાલિકાના કર્મચારીનું મોત થયું હતું. આ મોત બાદ મૃતકના પરિવારજનોએ સમગ્ર ઘટના માટે પાલિકાના અધિકારીઓને જવાબદાર ગણાવ્યા હતો. પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે, ત્રણ વર્ષથી સફાઈ કામદાર તરીકે નિયુક્ત થયો હતો તેની પાસે  પંકચરનું કામ કરાવતા હતા તેના કારણે આજે અકસ્માત થયો તેનું મોત થયું છે.-India News Gujarat

  • મૃતક યુવાનના ત્રણ માસ અગાઉ થયા હતા લગ્ન

કરુણતા એ છે કે મૃતક યુવાન  3 મહિના અગાઉ જ લગ્નના તાંતણે બંધાયો હતો. જેની અંણધારી વિદાયથી અરેઆર્ટી મચી જવા પામી છે.મૃતકના પરિવારજનોએ પાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવી પાલિકાની લાપરવાહીથી મોત નીપજ્યું હોવાના આક્ષેપો કર્યા છે. -India News Gujarat

સુરત પાલિકામાં 2017ની સાલમાં સફાઈ કર્મચારી તરીકે થઇ હતી નિમણુંક

સુરત પાલિકામાં 2017ની સાલમાં સફાઈ કર્મચારી  શૈલેષ સોનવાડિયાની નિમણૂક કરવામાં આવી હતી. તેઓને સુરતના ખજોદ ડિસપોઝલ સાઈટ પર ફરજ સોંપવામાં આવી હતી. તે વેળાએ સાઈટ પર જેસીબીનું ટાયર ફાટતા સર્જાયેલ દુર્ઘટનામાં શૈલેષ સોનવાડિયા મોત નીપજ્યું હતું. જે અંગે જાણ થતા સ્થાનિક પોલીસ અને સગા-સબંધીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.સફાઇ કર્મી યુવાનના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવાં આવતા પરિવાર શોકના સાગરમાં ડૂબ્યો છે. -India News Gujarat

જવાબદારો સામે આકરામાં આકરી કાર્યવાહી કરી ન્યાય અપાવવા માંગ 

યુવાનના મોતને પગલે પરિવારજનોએ પાલિકાની કામગીરી સામે ધગધગતા આક્ષેપો કર્યા હતા. મૃતક શૈલેષની બહેને લગાવેલ આરોપ મુજબ શૈલેષ સોનવાડિયાની નિમણૂક પાલિકામાં  સફાઈ કામદાર તરીકે થઇ હતી છતાં પણ જવાબદારો મનામાની ચલાવી અન્ય વિભાગના કામો પણ કરાવતા હતા. આથી શૈલેષના મોત પાછળ પાલિકાની બેદરકારી જવાબદાર છે. જેથી જવાબદારો સામે આકરામાં આકરી કાર્યવાહી કરી ન્યાય અપાવવા માંગ ઊઠવાઈ છે.-India News Gujarat

તમે પણ આ વાંચી શકો છો : દિલ્હીમાં ઝડપથી વધી રહ્યો છે Corona Infection, ચેપ દર 6.42 ટકા પર પહોંચી ગયો

તમે પણ આ વાંચી શકો છો : diamond industry-કાચા હીરાની કમીને પગલે સુરતના રત્નકલાકારોની આવકમાં ઘટાડો

SHARE

Related stories

Latest stories